Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકી ૭ કંપનીઓની મૂડી ૪૭૪૯૯ કરોડ વધી

છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૪૭૪૯૮.૭૪ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન જે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે તેમાં ટીસીએસ, આરઆઈએલ, એચડીએફસી બેંક, આઈટીસી, એચડીએફસી, ઇન્ફોસીસ અને એસબીઆઈનો સમાવેશ થાય છે. બીજી બાજુ હિન્દુસ્તાન યુનિલીવર, મારુતિ સુઝુકી અને કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૧૭૨૭૦.૦૯ કરોડ વધીને ૭૬૩૦૫૩.૦૪ કરોડ થઇ ગઈ છે જ્યારે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૧૨૫૯૭.૯૪ કરોડ વધીને ૫૭૩૨૩૨.૨૬ કરોડ થઇ છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી ૬૩૧૭.૧૫ કરોડ વધીને ૭૬૩૩૬૦.૪૬ કરોડ થઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ હજુ પણ પ્રથમ ક્રમાંક ઉપર છે. જો કે, માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ અને ટીસીએસ વચ્ચે અંતર હવે નહીંવત સમાન રહ્યું છે. છેલ્લા સપ્તાહમાં એસબીઆઈ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડી ક્રમશઃ ૫૨૨૦.૮૯ કરોડ અને ૪૬૦૮.૫૧ કરોડ વધી છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં ૧૩૦૬.૬૯ કરોડનો વધારો થયો છે. એચડીએફસીની માર્કેટ મૂડી પણ વધી છે. આની વિરુદ્ધમાં કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં ૪૨૭૦.૧૬ કરોડ ઘટાડો થયો છે. એચયુએલની માર્કેટ મૂડી પણ ૨૩૨૬.૯૮ કરોડ ઘટી ગઈ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૩૧૩ પોઇન્ટનો વધારો નોંધાયો હતો. આની સાથે જ તેની સપાટી ૩૭૮૬૯ રહી હતી.

Related posts

હાર્દિક પટેલને સિલિકોન વેલી આવવા માર્ક ઝુકરબર્ગે આપ્યું આમંત્રણ

aapnugujarat

એન્જિનિયરિંગની ડિગ્રીની વેલ્યૂ ઘટી

aapnugujarat

पिछले आठ साल का सबसे ऊंचे स्तर पर सोना, पंहुचा 1500 डॉलर प्रति औंस के पार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1