Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ દર્શન માટે ૨૩૩ શ્રદ્ધાળુની ટુકડી રવાના

વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. આજે વહેલી પરોઢે ૨૩૩ શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના થઇ હતી. ૧૧ જુદા જુદા વાહનોમાં ભગવતીનગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. અમરનાથ શ્રદ્ધાળુઓમાં કુદરતી રીતે બનતા બરફના શિવલિંગના દર્શન કરવા માટે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ રક્ષા બંધનના દિવસે સુધી અકબંધ રહે તેમ માનવામાં આવે છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૭૮૦૭૨થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૭૫ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. શ્રદ્ધાળુઓમાં કોઇ પણ ભય દેખાતો નથી. હમેંશા કરતા આ વખતે વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે. કારણ કે શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની તૈયારી ત્રાસવાદીઓ કરી રહ્યા છે. આ અંગે વારંવાર અહેવાલ પણ આવી ચુક્યા છે. આ વખતે રક્ષા બંધન સુધી અમરનાથ શ્રદ્ધાળુઓનો આંકડો ત્રણ લાખ સુધી પહોંચી શકે છે. યાત્રાને લઇને તમામ તૈયારી ભગવતીનગર યાત્રી બેઝ કેમ્પ અને અન્ય કેમ્પ ખાતે રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે. આજે સવારે ૩૬ કિલોમીટર લાંબા પહેલગામ રૂટ પરથી યાત્રા કરવા માટે બે વાહનોમાં ૯૩ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જ્યારે ૧૨ કિલોમીટર લાંબા માર્ગ પર ૧૪૦ શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. જેમાં ૧૦૬ પુરૂષો અને ૩૪ મહિલાઓનો સમાવેશ થાય છે. અમરનાથ શ્રદ્ધાળુઓની સંખ્યા હજુુ પણ રેકોર્ડ ઉંચી સપાટી ઉપર પહોંચી શકે છે. આજે બે વાહનોમાં પહેલગામ માટે અને અન્ય ૧૪૦ શ્રદ્ધાળુ બીજા વાહનોમાં બાલતાલ રુટ માટે રવાના થયા હતા.

Related posts

कोरोना वैक्सीन पर थरूर का सवाल : फेज 3 ट्रायल के बिना कैसे दे दी मंजूरी

editor

दुनिया में 27 करोड़ लोग नशे के शिकार : शाह

aapnugujarat

લોરેન્સ બિશ્નોઈ નવો દાઉદ, ગેંગમાં ૭૦૦થી વધારે શૂટર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1