Aapnu Gujarat
રમતગમત

કિદામ્બી શ્રીકાંત રેન્કિંગમાં બીજા સ્થાન ઉપર પહોંચ્યો

કિદામ્બી શ્રીકાંતે પોતાની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેરી લીધું છે. નવેસરની બીડબલ્યુએફ પુરુષોની સિગલ્સ રેટિંગમાં કિદામ્બી બીજા સ્થાને પહોંચી ગયો છે. પોતાની કેરિયરમાં સૌથી સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે તે બીજા ક્રમે પહોંચ્યો છે. ૨૪ વર્ષીય બેડમિંટન ખેલાડી વર્ષ ૨૦૧૭માં શાનદાર ફોર્મમાં રહ્યો છે. આ ગાળા દરમિયાન કિદામ્બીએ સુપર સિરિઝ ટાઇટલ જીતી લેવામાં સફળતા મેળવી છે. આની સાથે જ તેને ૭૩૪૦૩ રેટિંગ પોઇન્ટ મળી ગયા છે. જે કોઇપણ ભારતીય પુરુષ બેડમિંટન ખેલાડી દ્વારા હાસલ કરવામાં આવેલા સૌથી વધારે રેટિંગ પોઇન્ટ છે. કિદામ્બી વિક્ટર એક્સલસન બાદ બીજા સ્થાને પહોંચ્યો છે. વિક્ટરને કિદામ્બીએ ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્ક ઓપનમાં ગયા સપ્તાહમાં જ હાર આપી હતી. આની સાથે જ તે આ વર્ષે ચોથા ટાઇટલને જીતી જવામાં સફળ રહ્યો હતો. બીજી બાજુ એચએસ પ્રનોય પુરુષોની સિંગલ્સ રેંકિંગમાં ૧૧માં સ્થાને પહોંચી ગયો છે. મહિલાઓની રેંકિંગમાં પી સંધુ બીજા સ્થાને રહી છે. જ્યારે સાયના નેહવાલ ૧૧માં ક્રમાંક ઉપર છે. કિદામ્બી શ્રીકાંત માટે આ વર્ષ ઉલ્લેખનીય રહ્યું છે તે ચાર સુપર સિરિઝ ટાઇટલ જીતી ગયો છે. જે કોઇપણ ભારતીય બેડમિંટન ખેલાડી દ્વારા જીતવામાં આવેલા સૌથી વધારે ટાઇટલ છે. આ ઉપરાંત સિંગાપોર ઓપન સુપર સિરિઝમાં તે ફાઈનલમાં પહોંચ્યો હતો જ્યાં તેની હાર થઇ હતી. સુપર સિરિઝની ફાઈનલમાં ભારતીય ખેલાડીઓ પહોંચવાના કોઇ દાખલ કિદામ્બી સિવાય નોંધાયા નથી. શ્રીકાંતે પ્રથમ સુપર સિરિઝ ટાઇટલ ઇન્ડોનેશિયન ઓપન સિરિઝમાં મેળવ્યો હતો. એક સપ્તાહ બાદ સીધા સેટોમાં શ્રીકાંતે ઓલિમ્પિક ચેમ્પિયન ચેન લોંગને હાર આપી હતી અને ઓસ્ટ્રેલિયા સુપર સિરિઝ જીતી હતી. આ જીત સાથે બેક ટુ બેક સુપર સિરિઝ જીતનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો હતો.

Related posts

रोहित-मयंक को आकाश चोपड़ा ने टेस्ट की दूसरी सबसे बेस्ट ओपनिंग जोड़ी बताई

editor

आस्ट्रेलिया, द.अफ्रीका में ज्यादा नस्लीय टिप्पणियां होती हैं : गंभीर

editor

આજે પંજાબ – હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1