Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જાપાની કાર કંપની નિસાન મોટર્સે ભારત પર કરોડો રૂપિયાનો દાવો કર્યો

કાર બનાવાર જાપાની કંપની નિસાન મોટર્સે ભારતના વિરુધ્ધ ઇન્ટરનેશનલ આર્બિટેશનમાં કેસ દાખલ કર્યો છે. તેના હેઠળ કંપનીએ ભારત પર સ્ટેટ ઇન્સેન્ટીવ તરીકે લગભગ ૫,૦૦૦ કરોડ રૂપિયા (૭૭૦ મિલિયન ડોલર)ની ચૂકવણી નહિ કરવાની વાત કરી છે. ગત વર્ષે કંપનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લિગલ નોટીસ મોકલી હતી. આ નોટીસમાં તમિલનાડુ સરકાર પાસેથી ઇન્સેન્ટીવ તરીકે બાકી પેમેન્ટની માંગ કરવામાં આવી હતી. ૨૦૦૮માં તમિલનાડુ સરકારની સાથે સમજૂતી હેઠળ રાજ્યમાં કાર મેન્યૂફેકચરિંગ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. નિસાને નોટીસમાં ૨,૯૦૦ કરોડ રૂપિયાના અનપેડ ઇન્સેટીવ અને ૨,૧૦૦ રૂપિયા ડેમેજ, વ્યાજના રૂપમાં માંગ્યા છે.નોટીસમાં જણાવામાં આવ્યું હતું કે, રાજ્યના અધિકારીઓ પાસેથી ૨૦૧૫ની બાકીની ચૂકવણી માટે વારંવાર વિંનતી કરવામાં આવી હતી પરંતુ રાજ્યના અધિકારીઓ તેને નજરઅંદાજ કરી હતી. કંપનીના ચેરમેન કાર્લોસ ઘોસ્નએ ગત વર્ષે માર્ચમાં પીએમ નરેન્દ્ર મોદી પાસેથી મદદ માંગી હતી પરંતુ તેનું કોઇ પરિણામ્‌ આવ્યું નહી. જુલાઇ ૨૦૧૬માં નિસાનના વકીલો દ્વારા આપવામાં આવેલ નોટીસ બાદ ભારત સરકાર, તમિલનાડુ સરકાર અને નિશાનના અધિકારીઓ વચ્ચે ઘણી બધીવાર બેઠ્‌કો થઇ હતી.ભારત સરકારના અધિકારીઓએ નિસાનને પેમેન્ટ આપવાની ખાતરી આપી હતી અને તેને કાયદાકિય કેસ ન બનાવો જોઇએ. પરંતુ ઓગસ્ટમાં ભારત સરકારને એક આર્બિટેટર નિયુકત કરવાની ચેતવણી આપી હતી. પહેલી આર્બીટેશનની સુનાવણી ડિસેબરના મધ્યમાં થશે. સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બાકી રહેલ ચૂકવણી માટે કોઇ સમસ્યા નહોતી અને આ વિવાદના સમાધાન માટે પ્રયાસ કરી રહ્યાં છે અને હજુ સુધી પીએમ મોદીની ઓફિસથી આ બાબત પર કોઇ જવાબ નથી અપ્યો.

Related posts

योग को जीवन का हिस्सा बनाना चाहिएः प्रधानमंत्री मोदी

aapnugujarat

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે : પહેલી ફેબ્રુઆરીએ બજેટ

aapnugujarat

राष्ट्रपति कोविंद के लिए एयरस्पेस खोलने से पाकिस्तान ने किया इनकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1