Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નવા ‘ટેમ્પર ડિટેક્ટ’ ઇવીએમ ઉપયોગમાં લેવાશે : ચૂંટણીપંચ

ચીફ ઇલેક્શન કમિશ્નર નસીમ ઝૈદીએ જણાવ્યું કે, નવું એમ૩ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ‘ટેમ્પર ડિટેક્ટ’ મશીન જેમાં કોઇ વ્યક્તિ ચેડાં કરવાનો પ્રયત્ન કરે તો તે કામ કરતું બંધ થઇ જશે, તે હાલ પ્રોડક્શન હેઠળ છે અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.
ઝૈદીએ જણાવ્યું, “ચૂંટણીપંચે હંમેશાં ઇવીએમની ઇન્ટિગ્રિટીને વધુ કડક કરવા માટેના સૂચનો અને પગલાંઓને આવકાર્યાં છે. અમારા મશીનો નવી ટેક્નોલોજી સાથે વિકસી રહ્યાં છે અને હાલમાં અમે એમ૩ મશીનો (થર્ડ જનરેશન) પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેમાં સુરક્ષા માટેના ઘણા બધાં ફીચર્સ છે.સામાન્ય માણસની ભાષામાં કહીએ તો આ મશીનો ટેમ્પર ડિટેક્ટ છે, એટલે કે, તમે મશીનના કોઇપણ ભાગ સાથે ચેડાં કરશો અથવા તો તેના સ્ક્રૂ કે બોક્સને ખોલવાનો પ્રયત્ન કરશો તો તે કામ કરતું બંધ થઇ જશે. ૨૦૧૯ સુધીમાં એમ૩ મશીનો તૈયાર થઇ જશે.
એમ૩ ઇવીએમ મશીનનું પ્રોડક્શન ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના પ્લાન્ટ્‌સમાં ઓગસ્ટ મહિનાથી શરૂ થઇ રહ્યું છે.આ મશીનો વર્તમાન મશીનોને તબક્કાવાર રિપ્લેસ કરશે. આવતા વર્ષના સપ્ટેમ્બર સુધીમાં જરૂરી સંખ્યામાં મશીનો પ્રોડ્યુસ થઇ જશે.
આ ઉપરાંત, ઝૈદી, જેમનો કાર્યકાળ બુધવારે ખતમ થયો હતો, તેમણે કહ્યું કે, ૨૦૧૯ સુધીમાં તમામ ઇવીએમને વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ યુનિટ્‌સ સાથે જોડવામાં આવશે. આ માટે ચૂંટણીપંચને ફંડ્‌સ મળી ગયું છે અને તેમણે એ માટેનો ઓર્ડર પણ આપી દીધો છે.આ મશીનોનું અન્ય એક ફીચર છે , સેલ્ફ-ડાયાગ્નોસિસ (આપખુદ પરીક્ષણ). એનો અર્થ છે કે તેના સોફ્ટવેરમાં અથવા સિસ્ટમમાં કોઇપણ ખામી હોય તો તે તેની જાતે આપોઆપ ડિટેક્ટ કરે છે અને ડિસ્પ્લેમાં બતાવે છે.ઝૈદીએ કહ્યું, “તેનો ત્રીજો ભાગ છે ડિજિટલ સર્ટિફિકેશન. કંટ્રોલ યુનિટ અને બેલોટ યુનિટ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકે છે. જો કોઇ બહારથી તેમાં બેલોટ યુનિટ કે કંટ્રોલ યુનિટ નાખવાની કોશિશ કરે, તો ડિજિટલ સિગ્નેચર મેચ નહીં થાય અને સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દેશે.”

Related posts

Fire breaks out at a building in Delhi’s Zakir Nagar, 6 died

aapnugujarat

पाक को आतंकवाद संबंधी वैश्विक चिंताओं को दूर करना चाहिए : भारत

aapnugujarat

સવર્ણોને અનામત પ્રશ્ને ટેકાની અરવિંદ કેજરીવાલની ઘોષણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1