Aapnu Gujarat
ગુજરાત

ભીલાડ ચેક નાકું હવે બની ગયું વેલિડેશન યુનિટ

જીએસટી લાગુ કરાયા બાદ ૨૨ રાજ્યોએ બોર્ડર ચેક નાકા હટાવી લીધાં છે જેમાં ગુજરાતની આવકની દ્રષ્ટિએ નંબર વન ગણાતી ભીલાડ ચેકપોસ્ટને પણ નવા નિયમ મુજબ વેલિડેશન ચેકપોસ્ટનો દરજ્જો અપાયો છે.વન નેશન વન ટેક્સ અંતર્ગત અમલમાં આવેલા જીએસટીને લઇને ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલી ભિલાડ ચેક પોસ્ટ હવે વાણિજ્યિક વેરા ચેકપોસ્ટને બદલે વેલિડેશન યુનિટ તરીકે કામગીરી બજાવશે
આ અંગે ભીલાડ ચેકપોસ્ટના આસિસ્ટન્ટ કમિશનર એસ એસ રાઠોડે વિગતો આપતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬/૧૭માં ૧૭૨ કરોડની આવત સરકારની તિજોરીમાં ભિલાડ ચેકપોસ્ટ દ્વારા જમા કરાવેલી પરંતુ હવે જીએસટી લાગુ પડ્યા બાદ અમારે કોઇ ટેક્સ અંતર્ગત કાર્યવાહી કરવાની રહેતી નથી. સરકારે હવે આ કચેરીને ટ્રકમાં રહેલા માલના બિલોને વેરીફિકેશનની કામગીરી પૂરતી મર્યાદિત કરી દીધી છે, તમામ ટેક્સ હવે ઓનલાઇન તેમ જ કંપનીમાંથી જ સરકારની તિજોરીમાં જમા થશે જેના કારણે ટેક્સ ચોરી પર અંકુશ આવશે તેમજ ચેકપોસ્ટ પર કામગીરીનું ભારણ ઘટશે તો સાથે સાથે અહીં સ્ટાફમાં પણ ઘટાડો થશે જીએસટી અમલ પહેલાં ચેકપોસ્ટ કામગીરી માટે ૨૮ ઇન્સપેક્ટર, ૬ ઓફિસર અને ૨કલાર્કની પોસ્ટ હતી જેમા હવે મોટાપાયે ઘટાડો નોંધાશે.
જીએસટી અમલ પહેલાં વાણિજ્યિક કચેરી ખાતે ઇનપુટ, આઉટપુટ ટેક્સ સંબધિત વિવિધ કામગીરી કરવામાં આવતી હતી અને તે અનુસંધાને ટેક્સ પેનલ્ટી ભરાતી હતી હવે માત્ર બિલોના વેરીફિકેશનની કામગીરી જ થશે તો, જીએસટીના અમલથી ટ્રક માલિકો તેમજ ડ્રાઇવરોમાં આનંદની લાગણી જોવા મળી હતી તેઓના જણાવ્યા મુજબ પહેલાં તેઓ ટેક્સ માટે બિલના તેમજ માલના વેરીફિકેશન માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતુ હતું હવે તેમાં રાહત મળી છે.ભીલાડ સહિતની દેશની તમામ ચેકપોસ્ટ પર ટ્રકમાં રહેલા માલની વિગત, વેચાણ બિલ, ફોર્મ ૪૦૨, ૪૦૩ ચકાસી કામગીરી કરવામાં આવતી હતી જેના કારણે ટ્રક ડ્રાઇવરને સમયસર માલ પહોચાડવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે જીએસટી બાદ તેઓને કે મોદી સરકારનું આ પગલુ તેમના મુકામે પંહોચવામાં સમયમાં તેમ જ હાલાકીમાં ખૂબ જ રાહતવાળો કાયદો લાગી રહ્યો છે.એક સમયે ભીલાડ ચેકપોસ્ટ પર ટ્રકોની લાંબી કતારો લાગતી હતી હવે જીએસટી નામના વન નેશન વન ટેક્સનો ભલે દેશમાં વિરોધ થઇ રહ્યો હોય. પણ વિવિધ ટેક્સથી પીડાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કરોડો ટ્રક ડ્રાઇવર માલિકોને ટેક્સની બાબતમાં રાહત આપતો ચોક્કસ પુરવાર થયો છે.

Related posts

રાજ્યના કોન્ટ્રાકટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યાં

aapnugujarat

રવિવારે ગાંધીનગરમાં સમસ્ત રાજપૂત સમાજ પદ્માવતી સામે એકત્ર થશે

aapnugujarat

અમદાવાદમાં ઘણાં રસ્તા હજુ રિસરફેસ થવાના બાકી રહ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1