Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઘણાં રસ્તા હજુ રિસરફેસ થવાના બાકી રહ્યા

અમદાવાદ શહેરમાં આ વર્ષે પડેલા ભારે વરસાદ બાદ કુલ મળીને તુટેલા ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૧૫ ઓકટોબર સુધી રીસરફેસ કરવાની જાહેરાત કરી હોવા છતાં આજદિન સુધી શહેરના હાર્દસમાન એવો ગાંધીરોડ,રીલીફરોડ સહિતના અનેક રસ્તાઓ આજની પરિસ્થિતિમાં રીસરફેસ થયા વગરના છે જેને લઈને સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત રોજ આ બંને રસ્તાઓ ઉપરથી પસાર થતા હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે જ રોડ કૌભાંડમાં સંડોવાયેલા ઈજનેરોને બચાવી લેવાની પેરવી શરૂ કરવામા આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં આ વર્ષે ૪૪ ઈંચ જેટલો ભારે વરસાદ થવા પામ્યો હતો એમાં પણ જુલાઈ માસમાં ૩૪ ઈંચ જેટલો વરસાદ પડતા અમદાવાદ શહેરના મુખ્ય અને આંતરીક એમ કુલ મળીને છ ઝોનના ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા હતા.ખુદ મ્યુનિસિપલ કમિશનરે આ બાબતનો સ્વીકાર કરીને કહ્યુ હતુ કે,તમામ રસ્તાઓ ૧૫ ઓકટોબર સુધી રીસરફેસ કરી દેવામા આવશે.મ્યુનિસિપલ કમિશનરે આ જાહેરાત દિવાળીના પર્વ અગાઉ કરી હતી.દિવાળીના પર્વ સમયે કામદારો વતનમાં ચાલ્યા ગયા હતા.દિવાળી પર્વને પસાર થયાને એક માસ જેટલો સમય પસાર થઈ ગયો હોવાછતાં હજુ પણ આજની પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના હાર્દસમાન એવા શહેરના ગાંધીરોડ,રીલીફરોડને એક પણ વખત રીસરફેસ કરવામાં આવ્યા નથી કે નથી પેચવર્ક કરવામા આવ્યુ.આ કારણે આ વિસ્તારમાં વસવાટ કરી રહેલા હજારો સ્થાનિક રહેવાસીઓ પરેશાન બન્યા છે સાથે જ હજારો વાહનચાલકો પણ.બીજી તરફ શહેરના મીઠાખળી સર્કલથી નવરંગપુરા બસસ્ટેન્ડ તરફ જતા રસ્તાને માત્ર એક જ બાજુ તરફ રીસરફેસ કરવામા આવ્યો છે.બીજી બાજુ હજુ પણ ઉબડ-ખાબડ જ છે.શહેરના પૂર્વ વિસ્તારમાં રામોલ-હાથીજણ,વટવા,ઉપરાંત ઓઢવના અનેક વિસ્તારો રીસરફેસ કરવામાં આવ્યા ન હોવાનું સ્થાનિક રહીશોએ કહ્યુ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના રોડ કૌભાંડ મામલે સંડોવાયેલા કૌભાંડીઓને બચાવી લેવાની પેરવી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે આ કારણોસર જ વિજિલન્સનો અંતિમ રિપોર્ટ આવી ગયો હોવાછતાં હજુ સુધી તેને જાહેર કરવામા આવી રહ્યો નથી.

Related posts

સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

editor

वडोदरा में 5 इंच बारिश

aapnugujarat

પંચમહાલ પોલીસે અખાદ્ય ગોળનો જથ્થો ઝડપ્યો

editor

Leave a Comment

UA-96247877-1