Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના હાપુડમાં ટ્રેનની ટક્કર વાગતાં છ યુવકોનાં મોત

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવામાં રેલવે લાઈન પાર કરતી વેળા છ યુવકોના મોત થઇ ગયા છે. ટ્રેનની ટક્કરથી તેમના મોત થયા છે. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીરરીતે ઘાયલ થઇ છે. મળેલી માહિતી મુજબ દિલ્હીથી રવાના થઇને ફૈઝાબાદ જતી પદ્માવત એક્સપ્રેસ પિલખુવામાં રાત્રે ૯.૩૦ વાગે થોડાક સમય માટે રોકાઈ હતી. આ ગાળા દરમિયાન કેટલાક યાત્રીઓ ટ્રેનથી ઉતરીને પાટા પાર કરી ગયા હતા. તે જ વેળા બીજી તરફથી આવી રહેલી એક એક્સપ્રેસ ગાડીની અડફેટમાં આવી ગયા હતા જેમાં તમામ છ યુવાનોના મોત થઇ ગયા છે. જીઆરપી મુરાદાબાદના એસપી દુબેનું કહેવું છે કે, સાત યુવાનો એક પાટા પરથી બીજી જગ્યાએ જઇ રહ્યા હતા તે જ વખતે સામેથી આવતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા જ્યારે અન્ય એક ઘાયલ થયેલા યુવાનનું હોસ્પિટલમાં મોત થયું હતું. અન્ય એક ઘાયલ યુવાનની સારવાર ચાલી રહી છે. મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમની ઓળખ ૧૮ વર્ષીય વિજય, આકાશ, આરીફ, સલીમ, સમીર તરીકે થઇ છે. આ ઉપરાંત રાહુલ તરીકે પણ એકની ઓળખ થઇ છે. રાહુલ પિલખુવાના સર્વોદયનગરની નિવાસી છે. ઉત્તર પ્રદેશના હાપુડમાં બનેલી આ ઘટનાના કારણે છ યુવકોના મોત પછી સમગ્ર મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વધુ પગલા લેવામાં આવે તેવી શક્યતા છે. રેલવે ટ્રેક પાર કરતી વેળા અકસ્માતોમાં મોતની ઘટના હાલમાં વધી છે.

Related posts

J&K के हालात पर प्रियंका ने उठाए सवाल

aapnugujarat

कांग्रेस को सही हाथों में देकर ही पद छोड़ सकते हैं राहुल गांधी : मोइली

aapnugujarat

સ્વિસ બેંકમાં રહેલાં કાળાધન વિશે જાણકારી આપવાનો સરકારે કર્યો ઈનકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1