Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું

આજે થાણે, મુંબઈ, રાયગઢ બંધ

મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણરીતે ચાલી રહેલા મરાઠા અનામત આંદોલને આજે વિસ્ફોટક સ્વરુપ ધારણ કર્યું હતું. કેટલીક જગ્યાઓએ હિંસક દેખાવો થયા હતા. અનામતની માંગ કરી રહેલા એક દેખાવકારે નદીમાં કુદીને આપઘાત કરવાની ઘટના બાદ મરાઠા અનામત આંદોલને હિંસક વળાંક લીધો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા ૭૨૦૦૦ સરકારી નોકરીઓની ભરતીમાં મરાઠાઓ માટે ૧૬ ટકા હોદ્દા અનામત રાખવાનું વચન આપ્યું હોવા છતાં હિંસા ચાલી રહી છે. આંદોલનની આગ હજુ પણ શાંત થઇ રહી નથી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વર્ષથી ઓછો સમય છે ત્યારે સ્થિતી વણસી રહી છે. ૨૦૧૯માં જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજનાર છે. આવી સ્થિતિમાં મરાઠા આંદોલન ફડનવીસ સરકાર અને ભાજપ માટે પડકારરુપ બની શકે છે. મરાઠા સમુદાયની મુખ્ય માંગ સરકારી નોકરી અને શિક્ષણમાં સમુદાય માટે અનામત છે. ૨૦૧૪માં કોંગ્રેસ-એનસીપીની સરકારે મરાઠા સમુદાય માટે ૧૬ ટકા અનામતની જોગવાઈ કરી હતી. આના માટે પ્રથમ વખત ઇકોનોમિકલી એન્ડ બેકવર્ડ કોમ્યુનિટીની કેટેગરી બનાવવામાં આવી હતી. આ રીતે કુલ ૫૧ ટકા અનામત ક્વોટાથી વધી જતા અડચણો ઉભી થઇ હતી. મોડેથી મુંબઇ હાઈકોર્ટે મરાઠા અનામત ઉપર પ્રતિબંધ મુકીને કહ્યું હતું કે, મરાઠાઓને પછાત વર્ગમાં ગણી શકાય તેમ નથી. હજુ પણ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. મરાઠા સમુદાય ઇચ્છે છે કે, સરકાર અનાતમની એવી વ્યવસ્થા તૈયાર કરે જેના કોર્ટ ફગાવી શકે નહીં. મહારાષ્ટ્રની કુલ વસ્તી પૈકી ૩૩ ટકા મરાઠી વસ્તી છે. એક સમુદાય તરીકે રાજકીયરીતે પણ ખુબ પ્રભાવશાળી અને શક્તિશાળી છે. ૧૯૬૦માં રાજ્યની રચના થયા બાદથી મહારાષ્ટ્રમાં બનેલા ૧૭ મુખ્યમંત્રી પૈકી ૧૦ આ સમુદાય સાથે જોડાયેલા રહ્યા છે. રાજ્યમાં ૫૦ ટકા શૈક્ષણિક સંસ્થાઓ ઉપર મરાઠા નેતાઓનું નિયંત્રણ છે. મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં ખાંડ મિલોની મહત્વની ભૂમિકા છે. ૨૦૦ ખાંડ મિલોમાંથી ૧૬૮ પર મરાઠાઓનું અંકુશ રહેલું છે. ૭૦ ટકા જિલ્લા સહકારી બેંકો ઉપર મરાઠાઓનું વર્ચસ્વ રહેલું છે. મહારાષ્ટ્રમાં અનામતને લઇને હિંસાની શરૂઆત થઇ છે. આજે અનેક જગ્યાઓએ આગ ચાંપવામાં આવી હતી. દેખાવકારોએ માર્ગો ઉપર ટાયર સળગાવીને વિરોધ કર્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસને ભારે જહેમત ઉઠાવી પડી હતી. સાયન-પનવેલ હાઈવે ઉપર કામોઠા નજીક ટાયર સળગાવીને દેખાવો કરાયા હતા. ઔરંગાબાદ-પુણે માર્ગને બંધ રાખવાની ફરજ પડી છે. ઔરંગાબાદમાં સરકારી બસની સેવા બંધ રાખવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારમાં ભાગીદાર શિવસેના પણ મરાઠા અનામતને સમર્થન કરી રહી છે. મરાઠા અનામતમાં ખુબ વિલંબ થઇ ચુક્યો છે. મરાઠા અનામત આંદોલન હિંસક બન્યા બાદ એક પોલીસ અને અન્ય બેને ઇજા થઇ છે. ઔરંગાબાદ જિલ્લામાં ટોળાએ ફાયર બ્રિગેડની ગાડીને આગ ચાંપી હતી. ૨૩ વર્ષીય કાકાસાહેબ દત્તાત્રેય શિંદેએ આપઘાત કરી લીધો છે. અનામતની માંગણીને લઇને ગોદાવરી નદીમાં કુદીને સોમવારે આપઘાત કરાયા બાદ હિંસાની શરૂઆત થઇ છે. શિવસેના સાંસદની સાથે ટોળાએ ઝપાઝપી કરી હતી. દેખાવકારોએ ઔરંગાબાદ-પુણેમાં નાકાબંધી કરી છે. સ્થિતિ તંગ બની ગઈ છે. બીજી બાજુ શાંતિ જાળવવા માટે મુખ્યમંત્રીે અપીલ કરી છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું છે કે, મુખ્યમંત્રી ફડનવીસ આના માટે જવાબદાર છે. મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા હિંસા ફેલાવવામાં આવી રહી છે. મરાઠા સંગઠનના અનેક કાર્યકરોની ગઇકાલે અટકાયત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મરાઠા અનામતને લઇને શરૂ થયેલા વિરોધ પ્રદર્શનની આગ હવે ધીમે ધીમે મુંબઈ તરફ વધી રહી છે. મરાઠા ક્રાંતિ સમાજે બુધવારે થાણે, નવી મુંબઈ અને રાયગઢમાં બંધનું એલાન આપ્યું છે. સંગઠનના કહેવા મુજબ આ બંધમાં સ્કુલ અને કોલેજને સામેલ કરવામાં આવશે નહીં. મરાઠાઓના વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થિતિ વણસી રહી છે. મરાઠા સમુદાયે રાજ્ય સરકારને હજુ સુધી કોઇ ભરતી નહીં કરવાની પણ માંગ કરી છે. જ્યાં સુધી નોકરીમાં તેમને અનામતની માંગ સ્વીકારવામાં આવશે નહીં ત્યાં સુધી ભરતી ન કરવા માટે કહેવામાં આવ્યું છે. ઔરંગાબાદમાં સરકારી બસોની સેવા બંધ કરી દેવામાં આવી છે. ભાજપ અને શિવસેના બંને ખુબ જ સાવધાનીપૂર્વક આ મામલામાં આગળ વધી રહ્યા છે. જો કે, મુંબઈ સુધી મરાઠા આંદોલનની આગ પહોંચ્યા બાદ મુંબઈમાં સુરક્ષા મજબૂત કરાઈ છે.

Related posts

No plans to scrap sedition law as its needed to combat anti-national, secessionist, terrorist elements: Centre to RS

aapnugujarat

રાહુલ અને પ્રિયંકા ગાંધી પ્રશાંત કિશોરને પાર્ટીમાં ખાસ પદ આપવા મુદ્દે રાજી

editor

ટેંક બેથલોનમાં બંને ટેંક ખરાબ થતા ભારત બહાર થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1