Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્વિસ બેંકમાં ભારતીયોની રકમમાં ઘટાડો : પિયુષ ગોયેલ

કાળા નાણા ઉપર ચાલી રહેલી રાજનીતિ અને આરોપ પ્રતિઆરોપ વચ્ચે કેન્દ્ર સરકારે આજે સ્વિસ બેંકમાં જમા ભારતીયોના પૈસાના સંદર્ભમાં નવા આંકડા જારી કર્યા હતા. નાણામંત્રી પીયુષ ગોયેલે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં માહિતી આપતા કહ્યું હતું કે, સ્વિસ બેંક મુજબ ભારતીયોના લોન અને ડિપોઝિટમાં છેલ્લા વર્ષની સરખામણીમાં ૩૪.૫ ટકાનો ઘટાડો થયો છે. ગોયેલે કહ્યું હતું કે, એનડીએના શાસનકાળ ૨૦૧૩થી લઇને ૨૦૧૭ વચ્ચેના ગાળામાં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણા ૮૦ ટકા ઘટી ગયા છે. થોડાક દિવસ પહેલા જ સ્વિસ નેશનલ બેંક તરફથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ ંહતું કે, સ્વિસ બેંકોમાં નાણા વધ્યા છે જેના કારણે વિપક્ષને સરકાર ઉપર પ્રહાર કરવાની તક મળી ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સ્વિસ બેંકોમાં ભારતીયોની સંપત્તિ ૫૦ ટકા સુધી વધી ગઈ છે. આ રિપોર્ટનો હવાલો આપીને સાંસદ રામકુમાર કશ્યપે રાજ્યસભામાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. કાર્યવાહીના દાવા છતાં સ્વિસ બેંકોમાં ભારતીયોની રકમ કેમ વધી ગઈ છે. આના જવાબમાં પીયુષ ગોયેલે કહ્યું હતું કે આ આધારવગરના સમાચાર છે. સ્વિસ બેંકે આ સંબંધમાં જવાબ મોકલ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આંકડા નવા છે. બેંક દ્વારા જારી આંકડાઓની પરિભાષા યોગ્યરીતે રજૂ કરવામાં આવી નથી જેથી ભ્રમની સ્થિતિ ઉભી થઇ હતી. સ્વિસ બેંકના કહેવા મુજબ ભારતીયોના પૈસા વધવાની વાતમાં નોન ડિપોઝિટ, ભારતમાં સ્થિત સ્વિસ બ્રાંચોના કારોબાર, આંતર બેંકિંગ લેવડદેવડ, ટ્રસ્ટી લેવડદેવડ જેવી ચીજો પણ સામેલ છે. સ્વિસ દૂતે પીયુષ ગોયેલને પત્ર લખીને કહ્યું છે કે, સામાન્યરીતે એમ માની લેવામાં આવે છે કે, સ્વિત્ઝર્લેન્ડમાં જમા કોઇ ભારતીયોના નાણાને કાળા નાણા ગણી લેવામાં આવે છે.

Related posts

બંગાળમાં ભાજપના વધુ એક કાર્યકરની હત્યા

editor

माता वैष्णवो देवी और दिल्ली के बीच जल्द चलेगी द्रुतगामी रेलगाड़ी वंदेभारत

aapnugujarat

કોંગ્રેસ જીતશે તો આસામમાં સીએએ લાગુ નહિ થાય : રાહુલ ગાંધી

editor

Leave a Comment

UA-96247877-1