Aapnu Gujarat
બ્લોગ

ઇમરાન માટે ઉઝળી તક

ભારતની જેમ પાકિસ્તાનમાં પણ ક્રિકેટ માટે ઝનુન છે અને એ કારણે ત્યાં અભિનેતા ઓ કરતા ક્રિકેટરો વધારે લોકપ્રિય છે અને તેમાંય જે ક્રિકેટરો ભારત સામે ઝનુનથી રમતા હોય છે તે તો ત્યાં હિરો જ સાબિત થાય છે ્‌અને ઇમરાન ખાન તેમાનો એક છે ક્રિકેટમાંથી નિવૃત્ત થયો ત્યારબાદ તેણે રાજકારણની લાઇન પકડી હતી અને પોતાની ઇમેજને કારણે તે અલગ સ્થાન મેળવી શક્યો હતો પણ ત્યારે પાકિસ્તાનનાં રાજકારણમાં મુશર્રફ, બેનઝીર, નવાજ શરીફ જેવા ખેરખાં રાજકારણીઓનું વર્ચસ્વ હોવાને કારણે ક્રિકેટર તરીકે લોકપ્રિય છતાં રાજકારણમાં ઇમરાનનો ગજ વાગ્યો ન હતો પણ ત્યારબાદ પરિસ્થિમાં પરિવર્તન આવ્યું બેનઝીરની હત્યા થઇ અને મુશર્રફને દેશ છોડવો પડયો અને હાલમાં નવાઝ પણ ભ્રષ્ટાચારનાં આરોપમાં જેલની સજા કાપી રહ્યાં છે ત્યારે યોજાનાર ચુંટણીમાં ઇમરાનને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનમાં બુધવારે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. દેશમાં રાજનૈતિક પાર્ટીઓ તો બહુ જ પણ ચૂંટણીમાં સૌથી મોટી ટક્કર માત્ર ત્રણ મોટી પાર્ટીઓની વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન આપણો પડોશી દેશ હોવાથી ત્યાં કોની સરકાર બની રહી છે તે આપણે માટે જાણવું બેહદ જરૂર છી. તાજેતરમાં ત્યાં પાકિસ્તાન સમાચાર એજન્સી ડોન ન્યૂઝ દ્વારા સર્વે કરવામાં આવ્યો જેમાં જનતાનો મૂડ કેવો છે તે જાણવાની કોશિશ કરવામાં આવી. જેના પરિણામો અનુસાર વર્ષ ૧૯૯૭થી રાજનીતિમાં હાથ અજમાવી રહેલા ઈમરાનખાનનું પાકિસ્તાનના વડાપ્રધાન બનવાનું સપનું સાચું થઈ શકે છે. તેમ જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ સર્વેમાં શામેલ મોટાં ભાગનો યુવા વર્ગ હતો. જેની ઉંમર ૧૮થી ૪૪ વર્ષની વચ્ચે હતી. સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે પીટીઆઈના સમર્થકોમાં વિશેષ યુવા છે.પાકિસ્તાનની ચૂંટણીઓમાં આ વખતે ત્રણ મોટાં ચેહરા છે. એક શાહબાજ શરીફ(પીએમએલ-એન), ઈમરાનખાન(પીટીઆઈ) અને બિલાવલ અલી ભુટ્ટો(પીપીપી) છે. નવાજ શરીફને અયોગ્ય ઠેરવાયા બાદ પાર્ટીની કમાન સંભાળતા શાહબાજ શરીફને સારા પ્રશાસક તો માનવામાં આવે છે પણ તેમને નવાજ શરીફની જેમ કરિશ્માઈ નેતા માનવામાં આવતા નથી. બિલાવલ ભુટ્ટો રાજનીતિક પરિવારમાંથી છે પણ તે પહેલી વાર ચૂંટણી લડી રહ્યાં છે. માત્ર ૨૯ વર્ષના બિલાવલ પોતાના ઓછા રાજનૈતિક પરિવારમાંથી છે પણ તે પહેલી વાર ચૂંટણી લડી રહ્યાં છે. માત્ર ૨૯ વર્ષના બિલાવલ પોતાના ઓછા રાજનીતિ અનુભવને કારણે પીટીઆઈ અને પીએમએલ એનને શાયદ ટક્કર નહિં આપી શકે. એવામાં તમામ સર્વે ઈમરાનખાનને મોટો ચેહરો બનતા હોવાનું દર્શાવી રહ્યા છે.સર્વે આનુસાર વર્ષ ૨૦૧૩માં થયેલી ચૂંટણીમાં જે લોકોએ ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ- ઈન્સાનને મત આપ્યા હતા. તેમાંથી ૮૩.૦૭ ટકા લોકો માને છે કે આ વખતે પીટીઆઈ જીતશે. આ બધાં વચ્ચે આશ્રર્ય ઉપજાવે તેવી વાત એ છે કે જે લોકો વર્ષ ૨૦૧૩માં પીએમએલ એનને મત આપ્યો હતો તેમાંથી ૪૦.૯૨ ટકા લોકોનું માનવું છે કે આ વખતે પીટીઆઈની જ જીત થશે.મતદાતાઓનું પાર્ટી બદલવાના સવાલ પર પીએમએલ એનને પીટીઆઈની તુલનામાં નુકસાન થઈ રહ્યું છે. જે મતદાતાઓએ ગત ચૂંટણીમાં પીટીઆઈને મત આપ્યા હતાં તેમાંથી મોટાભાગના ફરીથી તેમની જ પાર્ટીને મત આપશે. જ્યારે ૧૪.૫૫ ટકા જૂના પીટીઆઈ મતદાતાએ કહ્યું કે આ વખતે તે બીજી પાર્ટીને મત આપશે. એમાથી મોટાં ભાગના ૯.૪૩ ટકા લોકોનું કહેવું છે કે તે પીએમએલ એનને જ મત આપશે.તો જ્યાં પીએમએલ એનના જૂના મતદાતાઓને આ પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમાંથી ૩૫.૬૬ ટકાએ આ વખતે બીજી પાર્ટીને મત આપવાની ઈચ્છા જાહેર કરી. ગત ચૂંટણીમાં પીએણએલ એનને મત દેનારામાં થી એક તૃતીયાંશ મતદાતાઓનું કહેવુંછે કે તે આ વખતે પીટીઆઈને મત આપશે. ડોન દ્વારા આ સર્વે ૪થી ૯મી જુલાઈની વચ્ચે કરવામાં આવ્યો હતો. એમાં ૧૮હજાર ૧૩૬ લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં ૨૫ જુલાઈએ સામાન્ય ચૂંટણીઓ માટે વૉટિંગ છે પરંતુ તેના પહેલા એક નવી રાજનીતિની તોફાન ઉભુ થઈ ગયું છે. નવાઝ શરીફી પાર્ટી (પીએમએલ-એન)નો આરોપ છે કે પાકિસ્તાની સેના ઈમરાન ખાનને જીતાડવામાં લાગી છે. પાકિસ્તાનની સ્થિતિને જોતા હવે રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોની વચ્ચે પણ પોતાનું વલણ સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. દેશની સેના આ ચૂંટણીમાં પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટીના ઈમરાન ખાનનો સાથ આપી રહી છે.
પાકિસ્તાની રાજનીતિના જાણકારોનું માનીએ તો, પાકિસ્તાની સેનાએ દેશની મોટી રાજનીતિ પાર્ટીઓ ખાસ કરીને પાકિસ્તાન-મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને જીતવા માટે બરાબરના મોકા આપવામાં આવ્યા નથી. એવામાં સવાલ એવો ઉભો થાય છે કે ઈમરાન ખાનના જીતવાથી એવું કયુ હિત પુરું થવાનું છે જેના કારણે પાકિસ્તાની સેના પર તેમનો સાથ આપવાનો આરોપ લાગી રહ્યો છે? એક્સપટ્‌ર્સ અને મીડિયા રિપોર્ટસનું માનીએ તો તેનો જવાબ ભારતથી પાકિસ્તાની સેનાની નફરત અને નવાઝથી તેમના જનરલોના કડવા સંબંધમાં છૂપાયેલું છે.સવાલ એવો પણ ઉઠે છે કે આખરે સેના ચૂંટણીમાં ઈમરાનને કેમ જીતાડવા માંગે છે. જો કે, એવું માનવામાં આવે છે કે નવાઝ શરીફ અને સેનાના વરિષ્ઠ જનરલોની વચ્ચે અર્થવ્યવસ્થા અને ભારત સાથેના સંબંધોના મુદ્દા પર મતભેદ રહ્યા છે. નવાઝને એક એવા નેતા માનવામાં આવે છે જે ભારતની સાથે ચર્ચાના પૈરોકાર છે, જ્યારે પાકિસ્તાની સેના તેમના વિરુદ્ધ છે. જ્યારે ઈમરાન ખાન ખુલ્લી રીતે સેના પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કરી ચૂકી છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાને જણાવ્યું હતું કે, તે પાકિસ્તાની સેના છે, દુશ્મન સેના નથી. હું સેનાને પોતાની સાથે લઈને ચાલીશ. ઇમરાન ખાને આક્ષેપ કર્યો કે નવાઝ શરીફે હંમેશા ભારતનું હિત જોયું છે. પોતે ચૂંટણી લડી શકે તેમ નથી અને જેલમાં છે ત્યારે સમગ્ર ચૂંટણી સામે શંકા ઊભી થાય તેવું કરી રહ્યા છે અને દુનિયામાં પાકિસ્તાનનું નીચાજોણું કરી રહ્યા છે.ઇમરાન ખાનની આવી વાણીથી પાકિસ્તાનમાં કે ભારતમાં કોઈને નવાઈ નહિ લાગે. ભારતમાં પણ ચૂંટણી યોજાય એટલે પાકિસ્તાનનો મુદ્દો આવે જ. કાશ્મીરનો મુદ્દો પણ બંને દેશોની ચૂંટણીઓમાં ગાજતો રહે. જોકે ઇમરાન ખાનની છાપ હાડોહાડ ભારતવિરોધીની પડી નથી, કેમ કે વચ્ચે વચ્ચે ભારત સાથે શા માટે મિત્રતાપૂર્ણ સંબંધ ના હોય તેવા ડાહ્યો સવાલ પણ કરી લે છે. બીજું તેમના પક્ષ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીરના મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવ અનુસાર દ્વિપક્ષી વાતચીતથી ઉકેલવાની વાત કરાઇ છે.
ચૂંટણી સભામાં થતા ભાષણો બોલવાના જુદા હોય અને સાંભળવાના જુદા હોય – હાથીનાં દાંત જેવું, ચાવવાના જુદા, દેખાડવાના જુદા. આવા કેટલાક ભાષણ સિવાય આ વખતને નવાઈ લાગે તે રીતે ભારત અને ભારત સાથેના સંબંધોનો મુદ્દો બહુ ચગ્યો નથી. નવાઝ શરીફને બદનામ કરવા માટે માત્ર ભારતતરફી તેમના વલણ કરતાં વધારે જોરદાર મુદ્દો મળેલો છે. પનામા પેપર્સ બહાર આવ્યા અને તેમાં ખ્યાલ આવ્યો કે શરીફ ખાનદાનની કરોડોની મિલકતો વિદેશમાં છે. તે પછી શરીફ ખાનદાનની બદમાશી માટે પૂરતો મસાલો વિપક્ષને મળતો રહ્યો છે.જોકે મતદાન આડે એક અઠવાડિયું બાકી હતું ત્યારે જ નવાઝ શરીફે પોતાની દિકરી મરિયમ સાથે લંડનથી પાકિસ્તાન પરત ફરવાનું જોખમ લીધું તે ગણતરીપૂર્વકનું પગલું હતું. તેમના બેગમ મરણપથારીએ છે અને લંડનમાં સારવાર લઈ રહ્યા છે. તેમની વિદાય લઈને રાષ્ટ્રીય રીતે અગત્યની ચૂંટણીઓ વખતે તેઓ વતન પાછા ફર્યા. સહાનુભૂતિનો લાભ લેવા અને પોતાના પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લિગ (નવાઝ)ના કાર્યકરો સાવ હામ ના હારી જાય તે માટે આ જોખમ તેમણે લીધું છે.ચાર પ્રાંત અને બે કેન્દ્રીય વિસ્તારો સહિત પાકિસ્તાનની સંસદની ૨૭૨ બેઠકો માટે બુધવારે મતદાન થશે. ભારતની જેમ જ પાકિસ્તાનમાં સંસદના બે ગૃહો છે, પણ પ્રમુખને વધારે સત્તાઓ હોવાથી થોડો ફરક પણ પડે છે. બીજું ઉપલા ગૃહ મજલિસે શૂરામાં ૨૭૨ બેઠકોની ચૂંટણી ઉપરાંત પ્રમુખ દ્વારા નિમાતા સભ્યો, ૧૦ લઘુમતી સભ્યો અને ૬૦ મહિલા સભ્યોની નિમણૂક અલગથી થાય છે. પક્ષોને મળેલા મતોના આધારે સભ્યોની નિમણૂક થાય છે અને તે રીતે કુલ ૩૪૨ સભ્યો છે. પણ અગત્યની આ ૨૭૨ બેઠકો છે, જેમાં જીતના આધારે જ રાજકીય પક્ષનું જોર નક્કી થાય છે.
સૌથી ધ્યાન ખેંચતી બાબત એ છે કે ૨૭૨માંથી ૧૪૧ બેઠકો માત્ર પંજાબ પ્રાંતમાં છે. આ પ્રાંતમાં નવાઝ શરીફની પીએમએલ(એન) સૌથી મજબૂત છે અને તેના કારણે પણ સેના સામે નવાઝ માથું મારીને સત્તામાં આવતા રહ્યા છે. ભુટ્ટો પરિવારની પાર્ટી પાકિસ્તાન પિપલ્સ પાર્ટી પણ થોડી નબળી પડી છે અને બીજું તેનો ટેકેદાર વર્ગ માત્ર સિંધના ગ્રામીણ વિસ્તારોમાં છે. સિંધની ૬૧ બેઠકોમાંથી ૩૧ ગ્રામીણ વિસ્તારની બેઠકો પીપીપીને ગયા વખતે મળી હતી. પરંતુ કરાચી, હૈદરાબાદ જેવા સિંધના શહેરોમાં એમક્યુએમ અને બીજા પક્ષો તેની સામે હરિફાઇ કરે છે. ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા પ્રાંતમાં જુદા જુદા પ્રાદેશિક પક્ષો અને કબીલાઓનું જોર છે.આ સંજોગોમાં બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો પછી ઇમરાન ખાનની પાર્ટી જ રાષ્ટ્રીય ધોરણે અસર પાડવાની આશા રાખે છે, પણ કેટલી તે હજી નક્કી નથી. કેમ કે સેના આ વખતે ઇમરાનને આડકતરો ટેકો આપે છે તેવી ધારણા છતાં તેમના પક્ષનું એવું માળખું નથી કે સમગ્ર પાકિસ્તાનમાં તેની અસર પહોંચે. ૨૦૧૩માં પંજાબની ૧૧૩ બેઠકો નવાઝે જીતી લીધી હતી. તેની સામે ઇમરાનના પક્ષને માત્ર ૮ બેઠકો મળી હતી. જોકે આ વખતે વધુ બેઠકોની આશા છે, કેમ કે નવાઝ જેલમાં ગયા પછી તેમના પક્ષમાં તડાં પડવા લાગ્યા છે અને તેના ઘણા નેતાઓ ઇમરાન સાથે થયા છે. પરંતુ તે પૂરતું છે કે કેમ તે આવતા અઠવાડિયે ખબર પડી જશે. નવાઝની પાર્ટીની મર્યાદા એ રહી છે કે તે પંજાબની બહાર પોતાની પાંખ ફેલાવી શકી નથી. તેથી સૌથી વધુ બેઠકો સાથે પણ તે પંજાબ પ્રાંતની જ પાર્ટી રહી છે.પરંતુ આવી સ્થિતિમાંય શરીફ ખાનદાનની અવગણના કરી શકાય તેમ નથી. હાલમાં નવાઝના ભાઇ શાહબાઝ પક્ષનું સુકાન સંભાળી રહ્યા છે. પોતાને વડાપ્રધાન પદેથી હટવું પડ્યું ત્યારે પંજાબ પ્રાંતમાં મુખ્યપ્રધાન રહેલા શાહબાઝને વડાપ્રધાન બનાવાશે તેવી પણ એક ચર્ચા હતી. જોકે તેના બદલે શાહિદ અબ્બાસીને વડાપ્રધાન બનાવાયા હતા. શરીફ ખાનદાનમાં ખેંચતાણની પણ ત્યારે ચર્ચાઓ થયેલી. નવાઝ પોતાની દિકરી મરિયમને આગળ કરવા માગે છે, તેથી તેમણે શાહબાઝને આગળ આવવા દીધા નહોતા એવી ચર્ચા હતા. જોકે હવે મરિયમ પણ તેમની સાથે જેલમાં છે ત્યારે પક્ષનું સુકાન શાહબાઝના હાથમાં છે.એવું પણ માનવામાં આવે છે કે ભાઇ નવાઝ કરતા શાહબાઝ સેનાના અધિકારીઓ સાથે સારા સંબંધો રાખવામાં માને છે. ચૂંટણીના પરિણામો પક્ષી કોઈને સ્પષ્ટ બહુમતી ના મળે ત્યારે આ મુદ્દો ઉપયોગી સાબિત થાય તેવો છે. પંજાબમાં ઇમરાન ભાગ પડાવે અને વધુ બેઠકો લઈ જાય તે પછી પણ ઇમરાનનો પક્ષ એકલે હાથ સત્તામાં આવી શકે તેમ નથી. તે સંજોગોમાં બાકીના ત્રણ પ્રાંતોના નાના પક્ષો પર ઇમરાન આધાર રાખવો પડશે.ઇમરાન ખાનને એવી આશા છે કે ઘટતી બહુમતી પૂરી કરવા માટે સેના તેમને મદદ કરશે. પાકિસ્તાની સેનાનો ઇશારો હશે તો સિંધ ઉપરાંત બંને પ્રાંતના ઉદ્દામવાદી પક્ષો પણ ઇમરાનને ટેકો આપી શકે છે.ઇમરાન ખાન માટે એવું પણ કહેવાય છે કે તેમના પર ભરોસો મૂકી શકાય નહિ. સેનાને પણ લાગે છે કે ક્રિકેટર તરીકે અને બાદમાં કેન્સર હોસ્પિટલ સહિતની ચેરિટીની પ્રવૃત્તિને કારણે ઇમરાન ભલે લોકપ્રિય હોય, પણ વડાપ્રધાન તરીકે તેમના પર આધાર રાખવો વધારે પડતો છે. તેનું વ્યક્તિત્વ એવું નથી કે સેનાના અધિકારીઓથી દબાઇને રહે. આમ પણ તેની પ્લેબોય તરીકેની છાપ છે, જે પાકિસ્તાનના રૂઢિચૂસ્ત સમાજમાં બહુ સ્વીકાર્ય બને તેવી નથી. તેની છુટ્ટી પડેલી ત્રીજી બેગમ રેહમ ખાન પણ અત્યારે તેના પર જાતભાતના આક્ષેપો કરી રહી છે.આ સંજોગોમાં સેનાની ઇચ્છા છતાં ઇમરાન ખાનને વડાપ્રધાન બનાવતા પહેલાં પાકિસ્તાની સેનાએ ચૂંટણીના પરિણામોની રાહ જોવી પડશે. પરિણામોની પેટર્ન પણ સમજવી પડશે. એ વાત સાચી છે કે પાકિસ્તાની સેનાનું જ દેશમાં ચાલે છે, પણ લોકમિજાજને અવગણીને કોઈ પગલું સેના ના લઈ શકે તે એટલી જ સાચી વાત છે. તેથી જ નવાઝ શરીફ સાથે સંભાળીને વર્તન થઈ રહ્યું છે. સેનાની ઇચ્છા ઉપરાંત ચૂંટણીમાં ઇમરાન ખાનના પક્ષનો દેખાવ અને તેની સામે બાકીના પક્ષોનો, ખાસ કરીને શરીફના પક્ષનો દેખાવ કેવો રહ્યો તેના આધારે પાકિસ્તાનમાં નવો વડાપ્રધાન આવશે એવું અત્યારે કહી શકાય.

Related posts

શું મુંબઈગરા મુંબઈને દિલ્હી બનતું રોકી શકશે ખરા…!!?

aapnugujarat

પૃથ્વીનું સૌથી ઠંડુંગાર સ્થળ : ઍન્ટાર્કટિકા

aapnugujarat

૨૦૧૯ની ચૂંટણી સત્તા મેળવવા માટે જોડતોડ પર આધારિત હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1