Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મિશન ૨૦૧૯ : રાહુલ અને અમિત શાહની ઉ.પ્ર. પર બાજનજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં ગયા સપ્તાહમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનું રણશિંગુ ફુંકી દીધા બાદ ભાજપ અને કોંગ્રેસ પ્રમુખ હવે ઉત્તરપ્રદેશમાં લોકોના મન જાણવા માટે ઉત્તરપ્રદેશ પહોંચનાર છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે ભાજપ પ્રમુખ અમિત શાહ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરનાર છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચોથી જુલાઈથી સંસદીય મતવિસ્તાર અમેઠીની બે દિવસની મુલાકાતે પહોંચનાર છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી પાર્ટી વર્કરો સાથે વાતતચીત કરશે અને અન્ય કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. ભાજપ પ્રમુખ અમિત શાહ પણ વારાણસી, મિરઝાપુર અને આગરામાં જશે અને એજ તારીખે વાતચીત કરશે. રાહુલ ગાંધી મુસ્લિમ ખેડૂતના પરિવારને પણ મળશે. આ મુસ્લિમ ખેડુતનું સરકારી પ્રાપ્તિ સેન્ટર પર મે મહિનામાં મોત થયું હતું. પોતાની પેદાશને વેચવા માટે તીવ્ર તાપમાં ચાર દિવસ સુધી રાહ જોયા બાદ મોત થયા પછી આને લઇને હોબાળો થયો હતો. રાહુલ ગાંધી આ મુદ્દાને લઇને રાજકીય લાભ ઉઠાવવાના પ્રયાસ કરી શકે છે. ખેડૂતોની મોતનો મામલો રાજ્ય સરકારની ઉદાસીનતા દર્શાવે છે. પોતાની પેદાશને વેચવા ચાર દિવસ સુધી આ ખેડૂતે રાહ જોઈ હતી. રાહુલ ગાંધી ચોક્કસપણે આ ખેડૂતના પરિવારના સભ્યોને મળશે. કોંગ્રેસના એમએલસી દિપકસિંહે કહ્યું છે કે, ભાજપના કોઇ નેતાએ ખેડૂતના આવાસની મુલાકાત લીધી નથી. બીજી બાજુ ભાજપના નેતાઓના કહેવા મુજબ અમિત શાહ રાજ્યમાં લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે બાબત જાણવાના પ્રયાસ કરશે. કાશી, ગોરખપુર, અવધ પ્રદેશમાં ચોથી જુલાઈના દિવસે અમિત શાહ પહોંચશે અને પાર્ટીના લોકો સાથે વાતચીત કરશે. અમિત શાહ પાર્ટીના આઈટી સેલ દ્વારા આયોજિત સોશિયલ મિડિયા વર્કરોને સંબોધશે. સાથે સાથે પાર્ટીના કાર્યકરોને જીત મેળવવા માટેની ટિપ્સ આપશે. ભાજપના વરિષ્ઠ નેતા સંજય રાયે કહ્યું છે કે, સોશિયલ મિડિયા ઉપર સક્રિય રહેલા લોકો આ બેઠકમાં હાજરી આપી શકે છે. તે પહેલા નોંધણી કરાવવાની જરૂર રહેશે. પાર્ટીના વડા ભાજપની આઈટી સેલમાં અન્યો સાથે પણ વાતચીત કરશે. પાંચમી જુલાઈના દિવસે અમિત શાહ આગરામાં કાર્યક્રમમાં ભાગ લેશે અને લોકસભા ઇન્ચાર્જ પાસેથી ફિડબેક મેળવશે. ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ઉત્તરપ્રદેશમાં ૮૦ બેઠકો પૈકીની ૭૩ બેઠકો જીતી લીધી હતી. અમિત શાહ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારની કામગીરીની સમીક્ષા કરશે. સાથે સાથે યોગી કેબિનેટમાં થનાર ફેરફારના સંદર્ભમાં વાતચીત કરશે. હાલમાં જ યોજાયેલી પેટાચૂંટણીમાં ગોરખપુરમાં ભાજપની હાર થઇ હતી. નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યના મતવિસ્તાર કોસંબીમાં પણ હાર થઇ હતી. કેરાના સંસદીય મતવિસ્તાર અને નુરપુરમાં પણ હાર થઇ હતી. ૨૮મી જૂનના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા યોજીને પ્રચારની શરૂઆત કરી દીધી હતી. એ દિવસે મોદી સંત કબીરનગરમાં પહોંચ્યા હતા. અમિત શાહની સાથે સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉત્તરપ્રદેશમાં સક્રિય થઇ ગયા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ૧૪મી અને ૧૫મી જુલાઈના દિવસે ઉત્તરપ્રદેશ પહોંચનાર છે જ્યાં તેઓ આઝમગઢમાં જાહેર સભા કરશે. સાથે સાથે વારાણસીમાં પણ જાહેરસભા કરશે. પૂર્વાંચલ એક્સપ્રેસની આધારશીલા મુકશે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ટીડીપી બાદ અન્ય પાર્ટી પણ છેડો ફાડી શકે છે : શિવસેના

aapnugujarat

सीमा की रक्षा में पूरी तरह सक्षम है सुरक्षा बल : अमित शाह

editor

અરૂણ જેટલીએ રાહુલ ગાંધીને નાપાસ વિદ્યાર્થી ગણાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1