Aapnu Gujarat
ગુજરાત

કાલુપુરમાં દુકાન પચાવી પાડવા બે ભાઇ ઉપર હુમલો

શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ રતનપોળની એક દુકાનના વિવાદમાં એક વેપારી પર કેટલાક લોકોએ હુમલો કરતાં મામલો બીચક્યો હતો. દુકાનની માલિકીનો દાવો કરીને કેટલાક શખ્સોએ બે ભાઇઓ પર દુકાનનો કબ્જો પચાવી પાડવાના ઇરાદા સાથે તેમના સાગરીતો સાથે મળીને હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં કાલુપુર પોલીસે હુમલો કરનાર બે ભાઇ સહિત કેટલાક લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, આ બનાવને પગલે કાલુપુર વેપારીઆલમમાં ફફડાટની સાથે ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ છે. વેપારીઆલમ તરફથી આરોપીઓ વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી ઉઠી હતી. આરોપીઓએ રતનપોળમાં આતંક મચાવતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. લુખ્ખાં તત્ત્વો કોઈના ડર વગર હુમલો કરીને નાસી ગયાં હતાં. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રતનપોળમાં જતીન રાણા અને જેકીન રાણાની ચામુંડા ડ્રેસ મટીરિયલ નામની કાપડની દુકાન આવેલી છે. આ દુકાન કપડાંનો વેપાર કરતા દેવલ સોદાગર અને તેનો ભાઇ મેહુલ સોદાગર તેમની માલિકીની હોવાનો છેલ્લા ઘણા સમયથી દાવો કરી રહ્યા છે. દુકાનની માલિકી બાબતે કોર્ટમાં સિવિલ કેસ પણ દાખલ થયો હતો, જેમાં જતીન રાણા અને જેકીન રાણા કેસ જીતી ગયા હતા. દુકાનમાં રિનોવેશન ચાલતું હતું ત્યારે મેહુલ અને દેવલ બન્ને ભાઇઓ સાથે આવ્યા હતા અને આ દુકાનની માલિકી અમારી છે તેમ કહીને બબાલ ચાલુ કહી હતી. જોતજોતામાં મામલો એ હદે બીચક્યો કે દેવલ અને મેહુલ સાથે આવેલા તેમના મિત્રોએ એકાએક હુમલો શરૂ કરી દીધો હતો. આ ઘટનાથી રતનપોળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. દેવલના મિત્રોએ બન્ને ભાઇઓ પર હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં જેકીનને માથામાં ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં કાલુપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Related posts

નડિયાદમાં ફ્લેટ ધરાશાયી : ૪નાં મોત

aapnugujarat

સ્લીપર સેલ, ભાંગફોડિયા તત્વની સામે ચાંપતી નજર

aapnugujarat

માણેક બુરજનું સમારકામ શરૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1