Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીનાં ૨૬૨ કેસ નોંધાયા

મોનસુની વરસાદ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન ઝાડા ઉલ્ટીના ૨૬૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૨૮ અને ટાઇફોઇડના ૧૨૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૨ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જુલાઈ મહિના દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૯૪ કેસ નોંધાયા હતા. જૂન ૨૦૧૭ દરમિયાન લીધેલા ૭૦૬૫૭ લોહીના નમૂના સામે ૩૦ જૂન ૨૦૧૮ સુધીમાં ૭૬૩૦૯ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. જૂન ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૭૩૦ સીરમ સેમ્પલ સામે ૩૦મી જૂન ૨૦૧૮ સુધીમાં ૧૮૬૧ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૩૭૩૩૪ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૩૬૯૭ પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૮૮૬૩૨૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં ૧૮૭ અલગ અલગ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જે હેઠળ ૧૦૯૭૫ કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ૧૭૪૯ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. મે ૨૦૧૮ સુધીમાં ૧૫૧ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૮ અપ્રમાણિત જ્યારે ૧૨૦ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ૩૦મી જૂન ૨૦૧૮ સુધીમાં ૧૮૭ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે. ૧૪ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. ૮૮ નમૂના પ્રમાણિત જાહેર કરાયા છે.

Related posts

ગાંધીનગરમાં ભાજપાનો ઐતિહાસિક વિજય

editor

પાટણના પૂરગ્રસ્ત ગામમાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીને હવાઈ દળના હેલિકોપ્ટર દ્વારા ઉગારી લેવાયો

aapnugujarat

દુધઇ અને આસપાસના ગામોની ૨૫૦૦૦ની વસતીને દુધઇ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર આર્શિવાદરૂપ થશે : સંસદીય સચિવ વાસણભાઇ આહિર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1