Aapnu Gujarat
ગુજરાત

પાટણના પૂરગ્રસ્ત ગામમાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીને હવાઈ દળના હેલિકોપ્ટર દ્વારા ઉગારી લેવાયો

ગુજરાતના પાટણ જિલ્લામાં વરસાદને કારણે આવેલા પૂરે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ભારતીય હવાઈ દળે ત્વરિત નિર્ણય લઈને પૂરગ્રસ્ત ગામમાં ફસાયેલા એક દર્દીને ઉગારીને એનો જીવ બચાવી લીધાની ઘટના બની છે.પાટણ જિલ્લાના સાંથલપુર તાલુકાના અબિયાણા ગામમાં કિડનીની ગંભીર બીમારીથી પીડાતા એક દર્દીને શનિવારે ભારતીય હવાઈ દળના જવાનોએ ચીતા હેલિકોપ્ટરની મદદથી ઉગારી લીધો હતો.હવાઈ દળના ગાંધીનગરસ્થિત વડામથક ખાતે દર્દીની ગંભીર હાલત અને એને ડાયાલિસીસની તાત્કાલિક જરૂર હોવાની જાણકારી મળતાં જ ભારતીય હવાઈ દળના મિડિયા કો-ઓર્ડિનેશન સેન્ટરના પાઈલટ વિન્ગ કમાન્ડર ગૌતમ નારાયણ સાથી જવાનોની સાથે ચીતા હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચી ગયા હતા. હેલિકોપ્ટરમાંથી એમણે જોયું તો દર્દી એના મકાનની છત પર ઊભો હતો અને મકાનની ચારેબાજુ પૂરનાં પાણી ફરી વળ્યા હતા. તેઓ હેલિકોપ્ટરને મકાનની છત સુધી લઈ ગયા હતા અને ત્યાંથી દર્દીને ઉગારી અંદર બેસાડી દીધો હતો.હેલિકોપ્ટર દ્વારા ત્યાંથી દર્દીને જિલ્લા વડામથકે લઈ જવામાં આવ્યો હતો અને મુલ્કી વહીવટીતંત્રના અધિકારીઓને સુપરત કરી દેવાયો હતો જેઓ પાટણ યૂનિવર્સિટી હેલિપેડ ખાતે એક એમ્બ્યૂલન્સ સાથે એમની રાહ જોતા ઊભા હતા.દર્દીને સમયસર સારવાર મળતાં એનો જીવ બચાવી શકાયો હતો.

Related posts

રાહુલને દક્ષિણ ગુજરાતમાં જોરદાર આવકાર-સમર્થન

aapnugujarat

અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો આરોગ્ય વિભાગનો “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો

aapnugujarat

જાહેર વિતરણ વ્યવસ્થામાં ૪૦ હજાર કરોડનું કૌભાંડ : મનીષ દોશી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1