Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકી સાંસદોની માંગઃ અફઘાનિસ્તાનમાં ભારતે તેની ભૂમિકા વધુ મજબૂત કરવી જોઈએ

અમેરિકી સેનેટરના એક સમૂહે અફઘાનિસ્તાન મુદ્દાને લઈને ભારત સાથે સહયોગ વધારવાની માગણી કરી છે. જેમાં નવી દિલ્હીના અફઘાન સુરક્ષા સમૂહને પણ મદદ કરવા જણાવવામાં આવ્યું છે. અમેરિકાની આ પહેલથી પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે.અમેરિકી સાંસદોએ સેનેટમાં રાષ્ટ્રીય રક્ષા સુધારા કાયદો ૨૦૧૮માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અને તેમાં સમર્થન કરવાની પણ માગ કરી હતી. તેમણે જણાવ્યું કે, અફઘાન ક્ષેત્રમાં અમેરિકા ભારતની ભાગીદારીને હમેશાથી પ્રોત્સાહિત કરતું આવ્યું છે. આ બાબત ક્ષેત્રના વિકાસ અને સમૃદ્ધિ અને આર્થિક વ્યવસ્થા માટે પણ હકારાત્મક સાબિત થશે. અને આ ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા આવશે. વધુમાં અમેરિકી સેનેટે જણાવ્યું કે, ભારત યુદ્ધગ્રસ્ત ક્ષેત્રની સહાયતા કરવામાં હમેશા મહત્વનું યોગદાન આપતું રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી સેનેટની આ પહેલથી પાકિસ્તાનની પરેશાની વધી શકે છે, કારણકે તે પોતાના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભારતના સહયોગને દખલના રુપમાં જોવે છે અને હમેશાથી તેનો વિરોધ કરતું આવ્યું છે.અમેરિકી સેનેટ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં અફઘાન સુરક્ષા દળોને સુરક્ષા સામાન પુરો પાડવો, આવનારા જોખમનો તાગ મેળવી તેનું આંકલન કરવું, અને ખતરા સંબંધી સહાયતા પહોંચાડવામાં ભારતનું યોગદાન વધારવા માગ કરવામાં આવી હતી.ભારતીય વિદેશપ્રધાન સુષમા સ્વરાજે અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં ભારતની સહાયતાથી ૪ કરોડ ડોલરના ખર્ચથી નિર્માણ પામેલી ભારતીય એમ્બસીના ઉદઘાટનમાં જણાવ્યું હતું કે, ભારતે અફઘાનિસ્તાનને એક સ્વતંત્ર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે હરસંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે અને તેને લઈને ભારત સમયાંતરે અફઘાનિસ્તાનને સકારાત્મક મદદ પણ કરતું રહ્યું છે. અને ભવિષ્યમાં પણ મદદ કરવાનું ચાલુ રાખશે.

Related posts

પાક. યુદ્ધ નથી ઇચ્છતું, આતંરરાષ્ટ્રીય છબી ખરાબ થાય એવું કોઈ કામ નહિ કરીએ : કુરૈશી

aapnugujarat

નાઈઝીરિયામાં બોટ પલટી જતાં ૧૦૦નાં મોત

aapnugujarat

રશિયાનો અમેરિકા પર આરોપઃ ‘નોર્થ કોરિયાને ભડકાવી રહ્યું છે અમેરિકા’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1