Aapnu Gujarat
ગુજરાત

સ્લીપર સેલ, ભાંગફોડિયા તત્વની સામે ચાંપતી નજર

પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ સર્જાયેલી સ્થિતિમાં કોઇ આંતકી હુમલો ના થાય તે માટે સેન્ટ્રલ આઇબીએ ગુજરાત, મુંબઇ સહિતના પાંચ રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. સેન્ટ્રલ આઇબીએ હાઇ એલર્ટ આપતાંની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે અને સ્લીપર સેલ તેમજ ભાંગફોડિયાં તત્ત્વો પર નજર રાખવાનું શરૂ કરી દીધુ છે. એટલું જ નહી, સરહદે તંગદિલી બાદ ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ હાઇએલર્ટ પર રખાઇ છે. ખાસ કરીને અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તેની સલામતી માટે તંત્ર સજ્જ છે. વાહન ચેકીંગ, પેટ્રોલીંગ સહતના અસરકારક પગલાં અમલી બનાવી દેવાયા છે. શહેરના મોલ, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો તેમજ જાહેર જગ્યાઓ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ સિવાય પોલીસ સ્ટેશનની બહાર પણ ઇન્સાસ રાઈફલ અને બુલેટપ્રૂફ જેકેટ ધારી જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આંતકી હુમલાને લઇને દેશમાં હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં ૨૬.૭ જેવા હુમલાનું પુનરાવર્તન થાય નહીં તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. રાજ્યની તમામ બોર્ડર પર પેરામિલેટ્રી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે સુરક્ષા એજન્સીઓ જેવી કે એટીએસ, ક્રાઇમ બ્રાંચ, આઇબી, તેમજ સેન્ટ્રલ એજન્સીઓએ પણ શંકમદો અને આંતકવાદી સંગઠનોને મદદ કરતા સ્લીપર સેલ સાથે સંકળાયેલા કે જોડાયેલા તત્વો પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ભડકાઉ તેમજ ઉશ્કેરીજનક પોસ્ટ મૂકીને લોકોને ભડકાવનાર તત્ત્વો ઉપર પણ નજર રાખવાની શરૂ કરી દીધી છે. શહેરની તમામ હોટલ, ગેસ્ટહાઉસ અને લોજમાં બહાર ગામથી આવતા લોકો પર સુરક્ષા એજન્સીઓની સીધી નજર છે. વર્ષ ૨૦૧૬માં દિલ્હી સ્પેશિયલ સેલની ટીમે દિલ્હી અને આસપાસના રાજ્યોમાં દરોડા પાડીને જૈસે એ મોહમ્મદના ૧૩ શંકમદ આંતકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જૈસે એ મોહમ્મદના શાકિર સઇદ સહિતના ૧૩ આંતકીઓ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના મોટા રાજ્યોમાં આંતકી હુમલા કરવાની ફિરાકમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો એ વખતે થયો હતો. આ શખ્સોનો સંબંધ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ. આ સિવાય આંતકી સંગઠનોને મદદ કરતી કેટલીક સંસ્થાઓ પણ શહેરમાં આવીને ધર્મના નામે મિટિંગ કરીને ગયા હોવાનું સુરક્ષા એજન્સીઓના ધ્યાને આવ્યુ હતું. હાલ પીઓકે ચાલતી આંતકી પ્રવૃતિને નાશ કરવા માટે ભારતે જે એરસ્ટ્રાઇક કરી છે તેનો વળતા જવાબમાં આંતકવાદીઓ આંતક ફેલાવવા માટે હવાતિયાં મારી રહ્યા છે.
આવી સ્થિતિમાં આંતકીઓ પોતાના મનસૂબા પાર ના પાડે તે માટે સુરક્ષા એજન્સીઓ સર્તક બની છે. ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ જે.આર.મોથલિયાએ જણાવ્યુ હતું કે, શહેરમાં સ્લીપર સેલ તેમજ શંકમદો અને ભાંગફોડિયાં તત્ત્વો પર નજર રાખવામાં આવી રહી છે. તેમની તમામ એક્ટિવિટી પર સુરક્ષા એજન્સીઓ નજર રાખે છે ત્યારે કેટલાક પાકિસ્તાન ફરાર થઇ ગયેલા વોન્ટેડ આંતકીઓના પરિવારજનો ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે. આ સિવાય હોટલ, ગેસ્ટહાઉસમાં કોઇ શકમંદ રોકાયો છે કે નહીં તેના પર નજર રાખવામાં આવી રહી છે અને તમામ બાતમીદારોને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે. પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓ હાઇએલર્ટ પર છે.

Related posts

रोटरी क्लब द्वारा साक्षरता अभियान चलाया जाएगा

aapnugujarat

નર્મદા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓને ૨૦૧૬-૧૭ માં મંજૂર થયેલી ફ્રેશ અને રીન્યુઅલ મંજૂર થયેલી શિષ્યવૃત્તિની જાણકારી અંગે સૂચના

aapnugujarat

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વિવિધ ફંડ રોકાણ માટે માર્ગ ખુલશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1