Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અરૂણ જેટલીએ રાહુલ ગાંધીને નાપાસ વિદ્યાર્થી ગણાવ્યા

અમેરિકાથી પોતાની બિમારીનો ઇલાજ કરાવીને ભારત પરત ફરેલા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ સોશ્યલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટી અને તેના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.
તેમણે પોતાના સત્તાવાર ટ્‌વીટર એકાઉન્ટ પર રવિવારે ટ્‌વીટ કરીને રાફેલ કૌભાંડ, જીએસટી, સર્જિકલ સ્ટ્રાઇક, ગૌ હત્યા જેવા વિવાદોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આડકતરી રીતે રાહુલ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
ટ્‌વીટર પર પોતાના વિચારો રજૂ કરતા જેટલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ખોટા આંદોલન ચલાવીને સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહીં છે. જૂઠાણ લાંબા સમય સુધી ચાલતું નથી, પરંતુ વિપક્ષ વારંવાર જૂઠું બોલે છે. રાફેલને કેન્દ્રમાં રાખીને જેટલી જણાવે છે કે આ ડીલ ભારતની લડવા માટેની ક્ષમતામાં વધારો કરે છે અને આ ડીલ વડે દેશને નાણાકીય રીતે પણ ઘણો ફાયદો થયો છે. જોકે કોંગ્રેસ આ ડીલને ખોટી સાબીત કરવા માટે ખોટા પત્રો પણ રજૂ કરી ચૂક્યા છે.
આ સાથે જ મોદી સરકાર સત્તામાં આવ્યા પછીની સરકારની ઉપલબ્ધિ ગણાવતા જેટીલે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારત પર લાવવા પરની સરકારની સૌથી મોટી સફળતા ગણાવી હતી. તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસીક સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પણ વિપક્ષને જવાબ આપ્યો હતો.જીએસટીને લઇને ફેલાવવામાં આવેલુ જૂઠાણ માત્ર ૧૮ મહિના સુધી ચાલ્યું હતું. જોકે ત્યાર પછી ધીરેધીરે ઉપભોક્તાને અનુરૂપ થઇ ગયું, જેટલીના મત અનુસાર જીએસટીની મદદથી ટેક્સમાં ભારે કાપ મૂકાયો છે. નાના વેપારીઓને જીએસટીમાં બાહાર લાવવાથી ભ્રષ્ટાચાર અને તેમને થઇ રહેલી મૂશ્કેલીઓ પણ ઘણી ઓછી થઇ ગઇ છે.
આગળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આડેહાથ લેતા તેમણે પોતાના સત્તાવાર ટ્‌વીટર પર ટ્‌વીટ કરતા લખ્યું હતું કે રાફેલને લઇને રાહુલ ગાંધીના બે અલગ-અલગ નિવેદન સાંભળશો તો તમને લાગશે કે આ નિવેદન પ્રધાનમંત્રી મોદી સાથે પોતાની અંગત દુશ્મની કાઢવા માટે આપ્યા છે. આ પેલા જેવું છે કે હંમેશાં એક ફેલ વિદ્યાર્થી જે હોય તે ક્લાસના ટોપર વિદ્યાર્થીને પસંદ કરતો નથી.

Related posts

સસંદમાં મોદી સાંભળતા રહ્યા અને સોનિયાએ સંઘ પર આડકતરો પ્રહાર કર્યો

aapnugujarat

महाराष्ट्र में चोरों ने किसान के गोदाम से उड़ाए १ लाख के प्याज

aapnugujarat

Trade differences with US are narrowing, hope for agreements expected soon : Sitharaman

aapnugujarat

Leave a Comment

UA-96247877-1