Aapnu Gujarat
રાષ્ટ્રીય

છોકરી સાથે ફ્રેન્ડશિપ રાખવા બદલ ત્રણ તરુણોએ ૧૪ વર્ષના તરુણની હત્યા કરી

દિલ્હીમાં એક ૧૪ વર્ષના તરુણની ત્રણ જેટલા તરુણો અને અન્ય એક યુવકે છરીના ઘા મારીને હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓમાંથી એકની ગર્લફેન્ડ સાથે મૃતક તરુણને મિત્રતા હોવાને કારણે ચારેય લોકોએ હત્યાકાંડનો અંજામ આપ્યો હતો. બનેલા આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલ તમામ કિશોરવયના છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે શુક્રવારે મૃતક કિશોર જ્યારે તેના ઘરની નજીક ઉભી હતો ત્યાર ચારેય લોકોએ તેને વાતચીત માટે બોલાવ્યો હતો. બાદમાં આ વાતચીતે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ચારેય લોકોએ કિશોરને છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા હતા.
પીડિત કિશોરે બચાવો બચાવોની બૂમો પાડતા ચારેય લોકો ભાગી ગયા હતા. કિશોરની માતાએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ઈજાને કારણે કિશોરનું મોત થઈ ગયું હતું. ગુસ્સે ભરાયેલા એક યુવકે પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે મિત્રતા રાખનાર કિશોરની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગુનામાં ત્રણ તરુણોની ધરપકડ કરવામાં આવી છે, જયારે એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

Related posts

ચીન સીમા પર એરફોર્સે રાત્રે મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક-અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કર્યું

editor

વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ ગઠબંધન કરવા દેવગૌડાએ સંકેત આપ્યો

aapnugujarat

ડોન રવિ પુજારીને ભારત લાવવા માટે પ્રયાસો તીવ્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1