Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચીન સીમા પર એરફોર્સે રાત્રે મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક-અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કર્યું

ભારતીય વાયુસેના લદ્દાખમાં ચીન સીમા પર સતત તાકાત દેખાડી રહ્યું છે. અને હવે રાત્રે પણ અહીં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સોમવારે રાતે ફોરવર્ડ એરબેઝ પર મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક, અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં 3 દિવસ પહેલાં પણ સુખોઈ-30, MKI અને મિગ-29 ફાઈટર પ્લેનથી ઉડાન ભરી હતી.

આ દરમિયાન સીનિયર ફાઈટર પાઈલટ અને ગ્રૂપ કેપ્ટનએ કહ્યું કે, રાતનું ઓપરેશન થોડું આશ્ચર્ય પમાડે તેવું હોય છે. ભારતીય વાયુસેના આધુનિક સાધનો અને હિંમતવાળા જવાનો સાથે દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ફોરવર્ડ એરબેઝથી લડાકુ વિમાન સિવાય ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ સતત ઉડાન ભરી રહ્યા છે. તેમાં રશિયાના ઈલ્યૂશિન-76 અને ઈન્ટોનોવ-32 સાથે અમેરિકન C-17, C-130 સામેલ છે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી જવાનોને અલગ અલગ જગ્યાઓએ પહોંચાડવામાં આવી રહ્યા છે. તે સિવાય હથિયાર LAC પાસે પહોંચાડવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 15 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા અને ચીનના 40થી વધારે સૈનિકોના મોત થયા હતા. જો કે ચીને અત્યાર સુધી મૃત્યુ પામેલા સૈનિકોની સંખ્યા જણાવી નથી.

Related posts

પ્રવિણ તોગડિયાએ કહ્યું રામજન્મભૂમિ આંદોલન શરુ કરનાર એક કોંગ્રેસી નેતા હતા

aapnugujarat

राहुल गांधी की ताजपोशी की तैयारियां तेज हुई : शहजाद पूनावाला ने सवाल उठाए

aapnugujarat

दिल्ली में जहरिली हवा से प्रतिदिन ८ मौतें हो रही है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1