Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એલઆઈસી હવે આઈડીબીઆઈમાં ૫૧ ટકા હિસ્સો ખરીદવા ઈચ્છુક

લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) દ્વારા આઈડીબીઆઈ બેંકમાં ૫૧ ટકા હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી છે ત્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં તેના મૂડીરોકાણના રેકોર્ડ નિરાશાજનક રહ્યા છે. છેલ્લા અઢી વર્ષની વાત કરવામાં આવે તો એલઆઈસીએ ૨૧ જાહેર ક્ષેત્રની બેંકો પૈકી ૧૮ બેંકોમાં નાણા ગુમાવી દીધા છે. આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં સરકારની માલિકીની વિમા કંપનીએ ૨૧ પીએસબીમાં એક ટકાથી વધુની ઇક્વિટી રોકાણની રકમ મેળવી હતી પરંતુ હાલમાં ડિસેમ્બર ૨૦૧૫ના અંતમાં તેમની કિંમત કરતા ઉંચી કિંમતમાં માત્ર ત્રણ શેર ચાલી રહ્યા છે. દેશની સૌથી મોટી વિમા કંપનીનો ત્રણ નફાની યોજના સતત આગળ વધી રહી છે. એલઆઈસી દ્વારા આઈડીબીઆઈમાં જંગી હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરવામાં આવી છે.
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર આઈઆરડીએઆઈ દ્વારા તેની હિસ્સેદારીને વધારવા માટે એલઆઈસીને લીલીઝંડી આપી દેવામાં આવ્યા બાદ તેમાં તેજી જામી છે. શુક્રવારે કારોબારના દિવસે આઈડીબીઆઈ ડેરિવેટિવ્ઝમાં લેવાલીનો દોર જામ્યો હતો. એલઆઈસીને તેની હિસ્સેદારી વિવાદોમાં અને મુશ્કેલમાં મુકાયેલી આઈડીબીઆઈ બેંકમાં ૧૦.૮૨ ટકાથી વધારીને ૫૧ ટકા કરવાની મંજુરી આપી હતી. એલઆઈસી દ્વારા છેલ્લા ઘણા સમયથી આની તૈયારી પણ કરવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આઈડીબીઆઈના કાઉન્ટરોમાં આ હિલચાલથી તેજી જોવા મળી શકે છે. શુક્રવારના દિવસે તેજીનો માહોલ જામ્યો હતો. કોર્પોરેટ જગતમાં આ સોદાબાજીને લઇને તીવ્ર ચર્ચા જોવા મળી રહી છે. આઈઆરડીએ દ્વારા ઓપન હિતોમાં ખરીદીને વધારવા માટે એલઆઈસીને મંજુરી આપી દીધી છે. જો કે, જોખમને લઇને તમામ લોકો વિચારી રહ્યા છે.

Related posts

નવી પાર્ટી બનાવવા રજનીકાંતની જાહેરાત

aapnugujarat

राजधानी, शताब्दी ट्रेनों का हुलिया बदलने की कवायद

aapnugujarat

રાષ્ટ્રપતિની ચૂંટણીની ગરમી વચ્ચે અમિત શાહની ઉદ્ધવની સાથે ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1