Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિની ચૂંટણીની ગરમી વચ્ચે અમિત શાહની ઉદ્ધવની સાથે ચર્ચા

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને જોરદાર રાજકીય ગરમી જારી છે ત્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઇને સર્વસંમતિ સાધવાના પ્રયાસ ભાજપ દ્વારા કરાઈ રહ્યા છે. આના ભાગરુપે જ આજે ભાજપ પ્રમુખ અમિત શાહે શિવસેનાના વરિષ્ઠ નેતા સાથે વાતચીત કરી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના આવાસ ઉપર બંધ બારણે ૭૫ મિનિટ બેઠક યોજી હતી. અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ઉદ્ધવ ઠાકરેના આવાસ માતુશ્રી પહોંચ્યા હતા. ત્યારબાદ બેઠક શરૂ થઇ હતી. આ બેઠક સવારે ૧૦ વાગે શરૂ થઇ હતી અને ૭૫ મિનિટ સુધી ચાલી હતી. આ મુલાકાત એવા સમયે થઇ છે જ્યારે અમિત શાહે એક દિવસ પહેલા જ કહ્યું હતું કે, તેમની પાર્ટી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કરતા પહેલા પોતાના સાથી પક્ષો સાથે વાતચીત કરશે. અમિત શાહ ત્રણ દિવસ માટે મહારાષ્ટ્રના પ્રવાસમાં છે. શિવસેનાએ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ગ્રીન ક્રાંતિના જનક એમએસ સ્વામીનાથનના નામનું સૂચન કર્યું હતું. ઠાકરેની પાર્ટી પહેલાથી જ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તે સ્વતંત્ર રસ્તો પસંદ કરી શકે છે. અગાઉની બે ચૂંટણીમાં શિવસેનાએ એનડીએને ચોંકાવી દઇને પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખર્જીને ટેકો આપ્યો હતો. મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર છે તેવા ફડનવીસના નિવેદન અંગે અમિત શાહે કહ્યું હતું કે, તેમનો મતલબ એ હતો કે, જો મધ્યસત્ર ચૂંટણી લાદવામાં આવશે તો ચૂંટણી લડવા માટે અમે તૈયાર છીએ. મહારાષ્ટ્ર સરકાર તરફથી હાલમાં જ જાહેર કરવામાં આવેલી દેવા માફીની યોજના અંગે શાહે કહ્યું હતું કે, આના મારફતે સરકાર ખેડૂતોને રાહત આપી રહી છે. અમિત શાહ અને ફડનવીસ પહોંચ્યા ત્યાર ઉદ્ધવ ઠાકરેની સાથે તેમના પુત્રની પણ હાજરી હતી. તેમની વચ્ચે કયા મુદ્દે વાતચીત થઇ તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉદ્ધવ ઠાકરેની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ બેઠકમાં ભાગ લીધો હતો અને ભાજપ પ્રમુખ અમિત શાહનું આવાસ ઉપર સ્વાગત કર્યું હતું. જો કે, મહારાષ્ટ્ર ભાજપ એકમના અધ્યક્ષ રાવસાહેબ દાનવે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને સર્વસંમતિના તમામ પ્રયાસ હાથ ધરાયા છે. ૭૫ મિનિટ સુધી ચાલેલી લાંબી બેઠકમાં રાષ્ટ્રપતિ પદના મુદ્દે સર્વસંમતિ સાધવાના ખાસ પ્રયાસ થયા હતા સાથે સાથે બંને પક્ષો વચ્ચે પડેલી તિરાડને દૂર કરવાના મુદ્દે પણ ચર્ચા થઇ હતી. શિવસેના દ્વારા હાલમાં જ ભાજપ અને મોદી સરકારની જુદા જુદા વિષયો ઉપર ટિકાટિપ્પણી કરવામાં આવી છે. ફડનવીસ પણ શિવસેના ઉપર પ્રહાર કરી ચુક્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો તખ્તૌ તૈયાર થઇ ચુક્યો છે. આ વર્ષે જુલાઈ મહિનામાં પ્રવણ મુખર્જીની અવધિ પૂર્ણ થવા જઈ રહી છે. ૧૭મી જુલાઈના દિવસે ચૂંટણી યોાજનાર છે. ભાજપ દ્વારા સાથી પક્ષો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. અમિત શાહે થોડાક દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ પદના મુદ્દે સર્વસંમતિ સાધવાના ઇરાદાથી ખે ખાસ પેનલની રચના કરી હતી. આ પેનલમાં રાજનાથસિંહ, અરુણ જેટલી અને વેંકૈયા નાયડુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વેંકૈયા નાયડુને દક્ષિણ ભારતના રાજકીય પક્ષો, જેટલીને સમાજવાદી પાર્ટીઓ તથા રાજનાથસિંહને શિવસેના, ટીએમસી અને ઉત્તર પૂર્વના રાજકીય પક્ષો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપાઈ હતી. ા પદના ઉમેદવાર મુદ્દે સર્વસંમતિ સાધવાના પ્રયાસ : અમિત શાહની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તેમજ અન્યો પણ હાજર રહ્યા

Related posts

કેન્દ્ર સરકારે ટેક્સ વસૂલવામાં પીએચડી કરેલી છે : રાહુલ ગાંધી

editor

भारतीय रेल निजी कंपनियों की पटरी पर दौड़ सकती है

aapnugujarat

असम में बाढ़ से स्थिति भयावह, 129 की मौत

editor

Leave a Comment

URL