Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નવી પાર્ટી બનાવવા રજનીકાંતની જાહેરાત

તમિળનાડુ સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે રાજનીતિમાં એન્ટ્રી કરવાની આજે પોતાની જાહેરાત કરી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવ્યો હતો. રજનીકાંતે કહ્યું હતું કે, તેઓ પોતાની નવી પાર્ટી બનાવશે. એક કાર્યક્રમમાં પોતાના ચાહકો સાથે વાતચીત કરતા રજનીકાંતે આ જાહેરાત કરતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. રજનીકાંતના ચાહકો ઘણા દિવસથી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. ચેન્નાઈમાં કદમ બકમમાં એક લગ્ન હોલમાં રજનીકાંતે આ મુજબની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ ૨૦૨૧ વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે. તમિળનાડુમાં તમામ ૨૩૪ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ કોઇ પોસ્ટ અથવા પોઝીશન માટે રાજનીતિમાં પ્રવેશ કરી રહ્યા નથી. જો આવી ઇચ્છા રહી હોત તો ૧૯૯૬માં જ સફળતા મળી ગઇ હોત તે વખતે તેઓ ૪૫ વર્ષના હતા. હવે તેઓ ૬૮ વર્ષના થયા છે. રજનીકાંતે કહ્યું હતું કે, તેમની રાજનીતિ આધ્યાત્મ ઉપર આધારિત રહેશે. કોઇ ધર્મ અથવા જાતિ પર આધારિત રહેશે નહીં. વ્યવસ્થામાં બદલાવ લાવવાની તેમની ઇચ્છા છે. વ્યવસ્થામાં ભ્રષ્ટાચારને દૂર કરવાની તેમની યોજના છે. રાજા મહારાજાના દિવસોના ગાળાથી દેશમાં લૂંટ ચલાવવામાં આવી છે. અમે એવી જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં શાસકોની વ્યવસ્થા ખતમ થઇ ચુકી છે. અમારા પોતાના દેશમાં પણ શાસકો લૂટ ચલાવતા હતા. બીજી બાજુ રજનીકાંતે નવી પાર્ટી રચવાની જાહેરાત કર્યા બાદ સાથી અભિનેતા કમલ હસને રજનીકાંતને શુભેચ્છા પાઠવી છે. કમલ હસને પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે, ફિલ્મોની જેમ જ રજનીકાંતને રાજનીતિમાં પણ મોટી સફળતા મળે તેવી અમારી ઇચ્છા છે. તેમના ચાહકો છેલ્લા ઘણા સમયથી આ ઇચ્છા રાખી રહ્યા હતા જે પુરી થઇ છે.

Related posts

महाराष्ट्र पुलिस पर कोरोना का कहर

editor

153 देशों की GDP से ज्यादा बड़ी है मुकेश अंबानी की RIL

aapnugujarat

ઇવીએમ મશીન ચૂંટણી પંચની દેખરેખમાં છે, તેમની રક્ષા-સુરક્ષા પંચની જવાબદારી છે : પ્રણવ મુખર્જી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1