Aapnu Gujarat
બ્લોગ

આજે વિશ્વ પર્યાવરણ દિન : દેશમાં વધતું પ્લાસ્ટિકનું પ્રદુષણ

વિશ્વ પર્યાવરણ દિન દર વર્ષે પાંચમી જૂને મનાવવામાં આવે છે. ૧૯૭૩થી એનું સંચાલન યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા થાય છે. દર વર્ષે પર્યાવરણ દિન માટે નવી થીમ અપનાવવામાં આવે છે. ૨૦૧૩માં ‘વિચારો, ખાઓ અને બચાવો’ થીમ હતી અને આ વખતે ‘નાના ટાપુઓ અને હવામાનમાં ફેરફાર’ થીમ અપનાવીને પર્યાવરણમાં શું સુધારો લાવી શકાય એના પર ફોકસ રાખવામાં આવશે.સવાસો કરોડની વસતી ધરાવતા અને કુલ ૩૨,૮૭,૫૯૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા વિશાળ ભારત દેશમાં વર્ષોથી પર્યાવરણને લગતા અનેક પ્રશ્ર્‌નો પડકારરૂપ થઈ જતા હોય છે. હવાનું તથા પાણીનું પ્રદૂષણ, કચરો અને કુદરતી સંપત્તિનો નાશ એ બધી બાબતો દેશ માટે હંમેશાં ચૅલેન્જ બની રહેતી હોય છે. ૧૯૪૭થી ૧૯૯૫ સુધી આ બધી બાબતોમાં હાલત અત્યંત ખરાબ હતી, પરંતુ ૧૯૯૫થી ૨૦૧૦ દરમિયાન ભારતે પર્યાવરણના વિષયોમાં અને વાતાવરણમાં સુધારો લાવવામાં અભૂતપૂર્વ પ્રગતિ કરી હતી.જોકે, ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસની સાથોસાથ વાતાવરણ દૂષિત થવાની જે સમસ્યા જળવાઈ રહી છે એ અનેક પ્રકારના રોગ, આરોગ્યના પ્રશ્ર્‌નો તેમ જ ખોરાક જેવા આજીવિકાના સાધનો માટે ખતરો બની રહી છે.સવાસો કરોડની વસતી ધરાવતા ભારતની સતત વધતી જતી જનસંખ્યા પર્યાવરણના રક્ષકો માટે સતતપણ ચિંતાનો વિષય રહી છે. બીજી મોટી ચિંતા છે જંગલ અને કૃષિજન્ય જમીનનું કથળતું જતું સ્તર તેમ જ ખનિજ સંપત્તિ પર થતી માઠી અસર.ભારતમાં હવા અને પાણીના પ્રદૂષણને આમંત્રણ આપતી આ છ બાબતો સૌથી જલદ કહી શકાય : (૧) બળતણ માટે વૃક્ષોનો થતો નાશ, (૨) ગંદકી, (૩) કચરાના નિકાલ માટેની વ્યવસ્થામાં કચાશ, (૪) પૂરને કાબૂમાં લેવા માટેની વ્યવસ્થાનો તેમ જ વરસાદના પાણીના ડ્રેઇનેજ માટેની સિસ્ટમનો અભાવ, (૫) નદી તથા દરિયામાં ઠાલવવામાં આવતો માનવ વપરાશી ચીજોનો કચરો તેમ જ ઔદ્યોગિક રસાયણો અને (૬) નદીઓના કાંઠે કરવામાં આવતી અંતિમક્રિયા.વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ભારતના ૩૧૧૯માંથી માત્ર ૨૦૯ શહેરો અને નગરોમાં કચરા અને મળના નિકાલ માટેની સગવડો યા તો આંશિક છે અથવા એ જરાય ઉપલબ્ધ નથી. ૧૦૦ કરતાં વધુ શહેરોમાં કચરો અને મળ સીધો ગંગા નદીમાં ઠાલવવામાં આવે છે.શું તમે જાણો છો કે દરેક ભારતીય દર વર્ષે સરેરાશ એક કિલો જેટલું પ્લાસ્ટિક વાપરે છે. જ્યારે વિશ્વમાં દર વર્ષે સરેરાશ અઢાર કિલો જેટલું પ્લાસ્ટિક વપરાય છે. આ આંકડા ચોંકી દે તેવા છે પરંતુ તે સાચા છે.
બજારમાં જઈએ ત્યારે દરેક ફેરિયો કે દુકાનદાર પ્લાસ્ટિકની કોથળીમાં ચીજવસ્તુ મૂકીને આપે છે. ગ્રોસરીવાળા પણ અનાજ કરિયાણુ વગેરે પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને આપે છે. આપણે પણ આપણાં નાસ્તાનો ડબ્બો કે લન્ચ બોક્સ પ્લાસ્ટિક-બેગમાં મૂકીને લઈ જવાનું પસંદ કરીએ છીએ. ઘરમાં કામ કરનારા માણસો બચેલું ભોજન પ્લાસ્ટિક-બેગમાં ભરીને લઈ જાય છે. આપણે ફ્રીઝમાં પણ શાકભાજી વગેરે પ્લાસ્ટિક બેગમાં ભરીને રાખીએ છીએ આપણાં વ્યવહારનું કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં પોલિથીન બેગનો ઉપયોગ ના થતો હોય. હવે વિચારવાની વાત એ છે કે આ કોથળીઓ ફાટી જાય કે ખરાબ થઈ જાય ત્યારે તેનું શું થાય છે ? અહીંથી જ મુશ્કેલીઓનું મૂળ શરૂ થાય છે.નિષ્ણાતોના કહેવા મુજબ પ્લાસ્ટિકનું ખવાણ ધીમી ગતિએ થાય છે. પ્લાસ્ટિકની ચીજો ટુકડા કે પાઉડર બનીને લાંબો સમય પડી રહે છે. આ ટુકડા તેના અણુઓ મોટા હોવાને ખવાઈને લુપ્ત નથી. થતા પરિણામે પર્યાવરણ તેમજ આરોગ્યની અનેક સમસ્યાઓ ઊભી થાય છે. વિશ્વવિખ્યાત રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટે શોધી કાઢયું છે કે પ્લાસ્ટિકની કોથળીઓ માટી પાણી અને હવાને ખૂબ હાનિ પહોંચાડે છે.પ્લાસ્ટિક વાપરવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ નકામા પ્લાસ્ટિકનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે. તેના નિકાલના કોઈ પગલાં લેવાતા ન હોવાથી તે એક સમસ્યા બની ગઈ છે. દરરોજ આપણે આશરે એકાદ કરોડ પ્લાસ્ટિકની બેગ્સ કચરામાં નાંખીએ છીએ. આ કોથળીઓ ગટરમાં અટકીને અવરોધ, પાણીનો ભરાવો, જીવાતની વૃદ્ધિ વગેરે સર્જીને પાણીજન્ય રોગો પેદા કરે છે. પ્લાસ્કિટ નોન-ડિગ્રીડેબલ હોવાથી તે વરસાદના પાણીનું શોષણ વગેરે ક્રિયાઓને અવરોધીને પાણીના તળને નીચા લઈ જવામાં નિમિત બને છે. જમીનમાં પ્રાણવાયુનું પરિવહન ન થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. ઉડતી કોથળીઓ વનસ્પતિ અને ખેતરોમાં પડીને અનાજ-શાકના ઉત્પાદનને હાનિ પહોંચાડે છે.વપરાયેલી અને ફેંકી દેવાયેલી પ્લાસ્ટિક-બેગ્સને રિસાઇકલ કરીને વાપરવામાં આરોગ્યનું જોખમ છે. જંતુઓથી ભરેલી આવી કોથળીઓને રિસાઇકલ કરીને વાપરવાથી તે બિનઆરોગ્યપ્રદ બને છે. તેમાં ભરેલી ચીજવસ્તુઓ ખાદ્યો વગેરે પણ જંતુઓથી દૂષિત બનીને આપણાં આરોગ્યને જોખમમાં મૂકે છે.પ્લાસ્ટિકને જ્યારે ખુલ્લી જગ્યામાં આઠસો ડિગ્રી સેન્ટિગ્રેડની ગરમીમાં બાળવામાં આવે છે ત્યારે તે હાનિકારક હાઈડ્રોજન સાઈનાઈડ અને અન્ય ઝેરી વાયુઓ ઉત્પન્ન કરે છે. હવા પ્રદૂષિત થવાને કારણે ત્વચાના રોગો અને ચેપો તેમજ શ્વસનમાર્ગની સમસ્યાઓ ઊભી થાય છે. કેટલાંક પ્રકારના કેન્સર પણ તે સર્જે છે. પરિણામે દર વર્ષે મૃતકોની સંખ્યામાં વધારો થતો રહે છે.ફેંકાયેલા પ્લાસ્ટિકના કપ્સ અન્ય ખાદ્ય કચરાની સાથે મળીને ગાય વગેરે પશુઓને આકર્ષે છે. પ્લાસ્ટિક પેટમાં જવાને કારણે ઘણાં પશુઓ બીમારીઓ અને મૃત્યુના મુખમાં જાય છે.સમુદ્રકિનારાના ક્ષેત્રોમાં પણ આ પ્રદૂષણ પહોંચી ચૂક્યું છે. વર્લ્ડ વાઈડ ફોર નેચરના જણાવ્યા મુજબ દર વર્ષે એક લાખથી પણ વધુ વ્હેલ માછલીઓ, સીલ, કાચબા અને પક્ષીઓ પ્લાસ્ટિકની કોથળીઓને કારણે મરે છે. કેટલાંક સમુદ્રી જીવોના શરીરમાં પ્લાસ્ટિકના અવશેષો અને અણુઓ જોવા મળ્યા છે. કાચબા, ડોલ્ફિન્સ જેવા સમુદ્રી જીવો પ્લાસ્ટિકની કોથળીઓને જેલી-ફિશ સમજીને ખાઈ જાય છે. પણ પછી તેઓના આંતરડામાં પ્લાસ્ટિક અટકીને તેઓને મોતના મુખમાં ધકેલે છે.રિસાઇકલ કરેલી પ્લાસ્ટિકની ચીજો વાપરવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે. પ્લાસ્ટિકની કોથળીઓનું ઉત્પાદન સંગ્રહ વેચાણ-વિતરણ (૮”થી ૧૨” ઈંચથી નાની તેમજ ૨૦ માઈક્રોનથી હલકી-પાતળી) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આ કોથળીઓનો વિકલ્પ શું છે ? આ સમસ્યાને નાથવા માટે શું કરી શકાય ?એવી સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ જે મોંઘી ના પડે અને પર્યાવરણને નુકસાન ના કરે.વપરાશકર્તાઓમાં પ્લાસ્ટિકના ઉપયોગ બાબતે જાગૃતિ આણવી.શાકભાજીને બને તેટલાં પ્રોસેસ કરવા જેથી તેમને ભરવાની લઈ જવાની જરૂર ઓછી થાય અને પરિણામે પ્લાસ્ટિક-બેગ્સનો ઉપયોગ ઘટે.જાહેર ખબરો દ્વારા પરંપરાગત પ્રાચીન સામગ્રીનો ઉપયોગ કરીને રિયૂઝેબલ બેગ્સ બનાવવી તેમના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું.માનવીઓની વસતી વધે અને બીજા જીવોની પણ સંખ્યા બેકાબૂ રીતે વૃદ્ધિ પામે એમ સામાજિક વ્યવસ્થામાં પણ ધરખમ ફેરફાર જોવા મળે. સમાજને વધુ ઊર્જા, વધુ અન્ન તથા પીવાલાયક પાણી, વધુ આવાસ અને બીજી લગભગ દરેક ચીજવસ્તુની જરૂર પડે. આ બધી આવશ્યકતાઓ પૂરી કરવામાં જમીનના વપરાશમાં ફેરફાર જોવા મળે તેમ જ પર્વાવરણમાં પણ પરિવર્તન થાય. હરિયાળા પ્રદેશો તેમ જ જંગલનો ઉપયોગ કૃષિ માટે તથા વૃક્ષારોપણ માટે વાપરવામાં આવે અને દરિયા કાંઠાનો વિસ્તાર ભરણી કરીને આવાસ તથા વેપારલક્ષી વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે. આ બધા ફેરફારોને લીધે કુદરતી સૌંદર્ય પર માઠી અસર થાય. બીજી રીતે કહીએ તો કુદરતી સંપત્તિ ભયમાં મુકાઈ જાય. સૌથી ખરાબ અસર જીવસૃષ્ટિ માટે અત્યંત જરૂરી શુદ્ધ હવા અને પાણીના પુરવઠા પર થાય.આજે વિશ્વ પર્યાવરણ દિન છે અને એ મનાવવા પાછળનો મુખ્ય હેતુ ઉપર જણાવેલી બાબતોમાં પૉઝિટિવ પગલાં લેવા વિશે જાગતિક જાગૃતિ લાવવાનો છે. આપણે સૌથી પહેલાં ટૂંકમાં ૪૧ વર્ષથી મનાવવામાં આવતા આ દિન વિશે જાણી લઈશું અને પછી ભારતને સ્પર્શતા પર્યાવરણને લગતા પ્રશ્ર્‌નો પર આવીશું.વિશ્ર્‌વ પર્યાવરણ દિન દર વર્ષે પાંચમી જૂને મનાવવામાં આવે છે. ૧૯૭૩થી એનું સંચાલન યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા થાય છે. દર વર્ષે પર્યાવરણ દિન માટે નવી થીમ અપનાવવામાં આવે છે. ૨૦૧૩માં ‘વિચારો, ખાઓ અને બચાવો’ થીમ હતી અને આ વખતે ‘નાના ટાપુઓ અને હવામાનમાં ફેરફાર’ થીમ અપનાવીને પર્યાવરણમાં શું સુધારો લાવી શકાય એના પર ફોકસ રાખવામાં આવશે.સવાસો કરોડની વસતી ધરાવતા અને કુલ ૩૨,૮૭,૫૯૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા વિશાળ ભારત દેશમાં વર્ષોથી પર્યાવરણને લગતા અનેક પ્રશ્ર્‌નો પડકારરૂપ થઈ જતા હોય છે. હવાનું તથા પાણીનું પ્રદૂષણ, કચરો અને કુદરતી સંપત્તિનો નાશ એ બધી બાબતો દેશ માટે હંમેશાં ચૅલેન્જ બની રહેતી હોય છે. ૧૯૪૭થી ૧૯૯૫ સુધી આ બધી બાબતોમાં હાલત અત્યંત ખરાબ હતી, પરંતુ ૧૯૯૫થી ૨૦૧૦ દરમિયાન ભારતે પર્યાવરણના વિષયોમાં અને વાતાવરણમાં સુધારો લાવવામાં અભૂતપૂર્વ પ્રગતિ કરી હતી.જોકે, ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસની સાથોસાથ વાતાવરણ દૂષિત થવાની જે સમસ્યા જળવાઈ રહી છે એ અનેક પ્રકારના રોગ, આરોગ્યના પ્રશ્ર્‌નો તેમ જ ખોરાક જેવા આજીવિકાના સાધનો માટે ખતરો બની રહી છે.સવાસો કરોડની વસતી ધરાવતા ભારતની સતત વધતી જતી જનસંખ્યા પર્યાવરણના રક્ષકો માટે સતતપણ ચિંતાનો વિષય રહી છે. બીજી મોટી ચિંતા છે જંગલ અને કૃષિજન્ય જમીનનું કથળતું જતું સ્તર તેમ જ ખનિજ સંપત્તિ પર થતી માઠી અસર.ભારતમાં હવા અને પાણીના પ્રદૂષણને આમંત્રણ આપતી આ છ બાબતો સૌથી જલદ કહી શકાય : (૧) બળતણ માટે વૃક્ષોનો થતો નાશ, (૨) ગંદકી, (૩) કચરાના નિકાલ માટેની વ્યવસ્થામાં કચાશ, (૪) પૂરને કાબૂમાં લેવા માટેની વ્યવસ્થાનો તેમ જ વરસાદના પાણીના ડ્રેઇનેજ માટેની સિસ્ટમનો અભાવ, (૫) નદી તથા દરિયામાં ઠાલવવામાં આવતો માનવ વપરાશી ચીજોનો કચરો તેમ જ ઔદ્યોગિક રસાયણો અને (૬) નદીઓના કાંઠે કરવામાં આવતી અંતિમક્રિયા.વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ભારતના ૩૧૧૯માંથી માત્ર ૨૦૯ શહેરો અને નગરોમાં કચરા અને મળના નિકાલ માટેની સગવડો યા તો આંશિક છે અથવા એ જરાય ઉપલબ્ધ નથી. ૧૦૦ કરતાં વધુ શહેરોમાં કચરો અને મળ સીધો ગંગા નદીમાં ઠાલવવામાં આવે છે.જોકે, નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નવી સરકાર ગંગા નદીના શુદ્ધિકરણ માટે પ્રતિબદ્ધ છે એટલે આવનારા મહિનાઓમાં જળ પ્રદૂષણની સમસ્યામાં મોટો ઘટાડો થયેલો જોવા મળશે.મોદીના વડા પ્રધાનપદ હેઠળ સત્તારૂઢ થયેલા નવા પ્રધાનમંડળમાં પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તનના વિભાગનો રાજ્યકક્ષાના પ્રધાન તરીકેનો સ્વતંત્ર અખત્યાર પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવ્યો છે. તેમણે પદ સંભાળતાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘નવી સરકાર પર્યાવરણના ભોગે વિકાસ કરવામાં નહીં પણ પર્યાવરણની રક્ષાની સાથોસાથ વિકાસ સાધવામાં માને છે.’જોકે, નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નવી સરકાર ગંગા નદીના શુદ્ધિકરણ માટે પ્રતિબદ્ધ છે એટલે આવનારા મહિનાઓમાં જળ પ્રદૂષણની સમસ્યામાં મોટો ઘટાડો થયેલો જોવા મળશે.મોદીના વડા પ્રધાનપદ હેઠળ સત્તારૂઢ થયેલા નવા પ્રધાનમંડળમાં પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તનના વિભાગનો રાજ્યકક્ષાના પ્રધાન તરીકેનો સ્વતંત્ર અખત્યાર પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવ્યો છે. તેમણે પદ સંભાળતાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘નવી સરકાર પર્યાવરણના ભોગે વિકાસ કરવામાં નહીં પણ પર્યાવરણની રક્ષાની સાથોસાથ વિકાસ સાધવામાં માને છે.’

Related posts

સ્ત્રીઓ જલેબીના ગુંચળા જેવી હોય….લગનના વર્ષો વીતી જાય તો ય સમજાય જ નહી કે એને શું ગમશે ને શું નહી ગમે ?એને ક્યારે કઈ વાત ઉપર ખોટું લાગી જશે એ ખબર જ ના પડે….ને આપણે પુરુષો બધી વાતમાં ફાફડા જેવા સીધા….એટલે જ જલેબીની સાથે ફાફડા ખવાય.એક ગરબડ તો બીજું સીધું પેટમાં નડે નહી

editor

ભારતમાં પૂર પાછળ નદીઓનું રાજકારણ

aapnugujarat

પુર્વોત્તરમાં ઝળહળતી સફળતા બાદ હવે મિશન સાઉથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1