Aapnu Gujarat
બ્લોગ

પુર્વોત્તરમાં ઝળહળતી સફળતા બાદ હવે મિશન સાઉથ

ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય એમ ત્રણ રાજ્ય મળીને છેલ્લાં પાંચ વર્ષમાં દેશની કેટલીય વિધાનસભામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ૧૬ રાજ્યમાં ભાજપે જીત મેળવી છે. એમાંથી મોટાભાગના પક્ષે વિપક્ષને ધોબીપછડાટ આપી ચૂંટણી જીતી છે. ત્રિપુરામાં પક્ષને ૬૦માંથી ૩૩ સીટ પર જીત મળી છે, એટલે કે ૫૫%થી વધારે સીટ ભાજપે પોતાની રીતે મેળવી છે, જ્યારે હિમાચલમાં પક્ષે ૬૮માંથી ૪૪ એટલે કે ૬૪.૭૦% બેઠક પર જીત મેળવીને રાજ્યમાં વિજયવાવટા લહેરાવ્યા હતા. કુલ મળીને ૧૬માંથી ૧૨ રાજ્ય એવાં છે જ્યાં ભાજપે ૫૦% સીટ મેળવીને જીત મેળવી હતી. સૌથી વધારે સીટ મેળવનાર ભાજપે ગુજરાતમાં ૧૮૨માંથી ૯૯ સીટ પર જીત મેળવી હતી, એટલે કે ૫૯.૩૯ ટકા સીટ પર ભાજપનું કમળ ખીલ્યું હતું.ભાજપે ઉત્તર પ્રદેશમાં ૪૦૨માંથી ૩૧૨ સીટ પર વિજય મેળવ્યો હતો. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ૭૭ ટકા પર જીત મેળવી હતી, જ્યારે મધ્ય પ્રદેશમાં પક્ષે ૭૨ ટકા સીટ પર વિજયકૂચ કરી હતી. અરુણાચલ પ્રદેશમાં ભાજપ સરકાર સત્તા પર છે. હાલમાં ૬૦માંથી ૪૭ બેઠક પર ૭૮ ટકા સીટ પર કબજો જમાવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૭માં ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યમાં થયેલી ચૂંટણીમાં ભાજપે ચાર રાજ્યમાં સરકાર બનાવી હતી. ૭૦માંથી ૫૭ સીટ મેળવીને બે તૃતીયાંશ બહુમતી મેળવી હતી, જ્યારે ૧૪ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવીને સૌથી વધારે બેઠક મેળવવાનો વિક્રમ સ્થાપિત કર્યો હતો. ઉત્તરાખંડમાં ભાજપે ૮૧ સીટ મેળવી હતી. આ પછી રાજસ્થાનનો ક્રમ આવે છે, જ્યાં ૨૦૧૩માં ૨૦૦ સીટમાંથી ૧૬૧ પર ભાજપનું કમળ ખીલ્યું હતું, એટલે કે, ૮૦ ટકા સીટ પર જીત મળી હતી.૮ રાજ્યોની ૨૫ લોકસભાની સીટોમાંથી ૨૦૧૪માં માત્ર ૮ પર ભાજપને જીત મળી હતી, ૧૭ પર કોંગ્રેસ તથા અન્ય પક્ષોને જીત મળી હતી. હવે આવનારી લોકસભા ચૂંટણીમાં મિઝોરમથી પણ ભાજપને મોટી આશા છે. પૂર્વોત્તરમાં પોતાનો પગદંડો જમાવવામાં કામિયાબ રહેલી ભાજપને હવે આ વિસ્તારના આઠ રાજ્યોમાંથી છ પર સત્તા હાંસલ કરી છે. આવી સ્થિતિ પહેલાં કોંગ્રેસની રહેતી હતી. ફિલહાલ કોંગ્રેસની સત્તા માત્ર મિઝોરમ પૂરતી સીમિત રહી ગઈ છે. આ આઠ રાજ્યોમાં લોકસભાની કુલ ૨૫ બેઠકો છે. જેમાંથી ૧૪ કોંગ્રેસ પાસે અને ૧૧ પર ભાજપનો કબજો છે. સ્વાભાવિક છે કે ૨૦૧૯ માટે આ જીત ઘણી મહત્ત્વપૂર્ણ છે.પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોએ ભાજપને રાજકીય રીતે વધુ મજબુત બનાવ્યો છે. ત્રિપુરામાં અભૂતપૂર્વ વિજય નોંધાવ્યો તો નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપનું પ્રદર્શન ઉત્સાહજનક રહ્યું. બીજી બાજુ દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસનો જનાધાર ઉખડતા તેને પડકાર મળી રહ્યો છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે પૂર્વોત્તરના ૩ રાજ્યોના ચૂંટણી પરિણામોનો ઉપયોગ ૨ મહિના બાદ કર્ણાટકમાં યોજાનારી ચૂંટણીની જમીન તૈયાર કરવામાં કરશે. એ બાબત પણ સ્પષ્ટ છે કે ભાજપના નવા મતદાતાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જે ૨૦૧૯ના લોકસભાની ચૂંટણી માટે ભાજપનો માર્ગ વધુ આસાન બનાવી શકે છે.વર્ષ ૨૦૧૭માં મણિપુર અને ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દેશનો બીજો મોટો પક્ષ બન્યો પરંતુ, ગઠબંધન સાથે બંને રાજ્યમાં સરકાર બનાવવામાં પક્ષ સફળ રહ્યો હતો. ગોવામાં પક્ષને ૪૦માંથી ૧૩ એટલે કે માત્ર ૩૨ ટકા મત મળ્યા હતા, જ્યારે મણિપુરમાં ૬૦માંથી ૨૧ એટલે કે ૩૩ ટકાથી થોડી વધારે સીટ મળી હતી. બંને રાજ્યને બાદ કરતાં પક્ષે દરેક રાજ્યમાં ૫૦ ટકાથી વધારે સીટ પર કબજો મેળવી લીધો છે.ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તિસગઠમાં પણ વર્ષનાં અંતમાં યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ સરકારે સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તાજેતરમાં આવેલા ચૂંટણી પરિણામોથી ભાજપના કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ વધશે તે પણ નિશ્ચિત છે. ત્રિપુરામાં ભાજપનો વિજય જમીન સ્તર પર કરવામાં આવેલા તેના કાર્યોને આભારી છે. ભાજપે માત્ર લેફ્ટ પાર્ટીઓને જ ઝાટકો નથી આપ્યો, જે છેલ્લા ૨૫ વર્ષથી અહીં સત્તા ભોગવી રહી હતી, પરંતુ કોંગ્રેસને પણ પાછળ ધકેલી દીધી છે અત્યાર સુધી અહીં મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં હતી.ત્રિપુરામાં શાનદાર વિજય બાદ ભાજપ હવે કેરળ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સહિત ત્રણ રાજ્યોમાં વિજય ધ્વજ પહેરાવવાનો લક્ષ્યાંક પણ નક્કી કરી લીધો છે. આ ત્રણેય રાજ્યો એવા છે જ્યાં ઘણા વર્ષોથી પાર્ટી માટે જનાધાર વધારવો એ પડકારજનક બાબત રહી છે. પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે ત્રિપુરામાં ૨૦૧૩માં યોજાયેલી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ૫૦માંથી ૪૯માં ભાજપની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી, પરંતુ આ વખતે તો ભાજપ સીધી જ સત્તાના શિખર પર પહોંચી ગઈ હતી.જોકે એ વાત ને પણ નજર અંદાજ ન કરી શકાય કે ભાજપના ત્રિપુરા વિજયમાં અસમમાં મળેલી શાનદાર જીતનું મહત્વપૂર્ણ યોગદાન છે. અહીં પહેલીવાર પાર્ટીએ વામપંથી દળોને સીધી જ ટક્કર આપી હતી. ત્રિપુરા અને નાગાલેન્ડમાં એનડીએના વિજય અને મેઘાલયમાં ત્રિશંકુ સરકારની શક્યતા સાથે પૂર્વોત્તરમાં હવે મિઝોરમ એક જ રાજ્ય બાકી રહ્યું છે જ્યાં એનડીએનો પ્રભાવ નથી.વર્ષ ૨૦૧૪માં સત્તા પર આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના રાજ્યો પર ધ્યાન કેન્દ્રિય કર્યું હતું. આ રાજ્યોને પાડોશી દેશો સાથે જોડી વ્યાપારની શક્યતાઓ પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. જે પાર્ટીને હિંન્દુત્વ સાથે જોડીને જોવામાં આવી રહી હોય, ત્રિપુરામાં તેના ઐતિહાસિક પ્રદર્શન અને ઈસાઈ બહુમતિ ધરાવતા નાગાલેન્ડ અને મેઘાલયમાં મજબુત જનાધાર તૈયાર થતાં પાર્ટીની અંદર એક નવી જ ઉર્જાનો સંચાર થયો છે. નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું પૂર્વોત્તર ક્ષેત્રમાં ૨૫ વિધાનસભાના બેઠકો છે.બીજીબાજુ કોંગ્રેસની સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જઈ રહી છે. મેઘાલય, કે જ્યાં તે સત્તામાં હતી, ત્યાં તેના પ્રદર્શનમાં ઘટાડો થયો છે અને સરકાર બનાવવા માટે તેને સંઘર્ષ કરવો પડી શકે છે. એક સમયે નોર્થ ઈસ્ટ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો તેવામાં ત્રિપુરા અને નાગાલેન્ડની ચૂંટણીના પરિણામો તેમના માટે કોઈ આંચકાથી બિલકુલ ઓછા નથી.કહેવાય છે કે ઓછા સંસાધનો અને આંતરીક મતભેદો સામે આવવાથી પાર્ટીની આવી સ્થિતિ બની ગઈ છે. નાગાલેન્ડમાં ૨૩માંથી ૫ ઉમેદવારોએ ફંડની અછતના કારણે ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જવાનો નિર્ણય લીધો હતો. પાર્ટીની નાગાલેન્ડ યૂનિટન અધ્યક્ષે ફરિયાદ કરી હતી કે તેમના ઉમેદવારો ‘અબૈન્ડેડ શિપ’ પર સવાર હતાં અને તેમને પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે કોંગ્રેસ મહાસચિવ-પ્રભારી સીપી જોશીના રાજીનામાની માંગણી કરી.આ પરિણામો કોંગ્રેસ માટે આંચકા સમાન એટલા માટે પણ છે કે જેનાથી સાબિત થઈ ચુક્યું છે કે દેશમાં હજી પણ મોદી લહેર યથાવત છે. કોંગ્રેસે મોદી સરકાર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર સહિતના અન્ય મુદ્દાઓ પર જે રીતનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો છે જેનો કોઈ જ પ્રભાવ પડ્યો નથી.

Related posts

આવનારા સમયમાં ગુજરાતમાં ભીષણ ગરમી પડશે : રિપોર્ટ

aapnugujarat

વિજય માલ્યાને ભારત લાવવાનો માર્ગ મોકળો

aapnugujarat

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી આગામી ૧૦૦ દિવસમાં ૧૦ પડકારનો કરવો પડશે સામનો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1