Aapnu Gujarat
બ્લોગ

વિજય માલ્યાને ભારત લાવવાનો માર્ગ મોકળો

બૅન્કોના કરોડો રૂપિયા મામલે જેમના ઉપર છેતરપિંડી આરોપો છે તે વિજય માલ્યાને ભારતમાં લાવવા માટે યૂકે સરકારની મંજૂરી મળી ગઈ છે.આ દરમિયાન વિજાય માલ્યાને આ મામલે અપીલ માટે ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો છે.આમ છતાંય પ્રત્યાર્પણ પ્રક્રિયામાં મહિનાઓથી માંડીને એક વર્ષથી વધુનો સમય લાગી શકે છે.વૅસ્ટમિનસ્ટર કોર્ટના પ્રત્યાર્પણ સંબંધિત ચુકાદની ફાઈલ હોમ સેક્રેટરી સાજીદ જાવીદને મોકલી આપવામાં આવી હતી, જેની ઉપર તેમણે મંજૂરીની મહોર મારી હતી.વિજય માલ્યાના કહેવા પ્રમાણે, તેઓ નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં અપીલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે.વિજય માલ્યા પર ભારતની બૅન્કો સાથે હજારો કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે. માલ્યા માર્ચ ૨૦૧૬માં ભારત છોડી લંડન જતા રહ્યા હતા.માલ્યાને ભારત પરત લાવવા માટે કેન્દ્રની એજન્સીઓએ કાનૂની લડાઈ શરૂ કરી હતી.બ્રિટનના ગૃહ વિભાગના પ્રવક્તાના કહેવા પ્રમાણે, તમામ મુદ્દે સાવચેતીપૂર્વક અવલોકન કર્યા બાદ ગૃહપ્રધાને પ્રત્યાર્પણ હસ્તાક્ષર કર્યા હતા.તેમની ઉપર ખોટી નિવેદનબાજી કરવાના, છેતરપિંડી કરવાના તથા મની લૉન્ડ્રિંગના આરોપ છે.
આ અંગે અમારા બ્રિટનની લો-ફર્મ પિટર્સ ઍન્ડ પિટર્સના પાર્ટનર નિક વમોસે બીબીસી સાથે વાત કરી.તેમના કહેવા પ્રમાણે, એક વખત કોર્ટ પ્રત્યાર્પણ ઉપર મંજૂરીની મહોર મારે એટલે તેને નકારવાનો ગૃહ પ્રધાન પાસે કોઈ વિવેકાધિકાર નથી હોતો, એટલે તેમનો નિર્ણય આશ્ચર્યજનક નથી.ગત વર્ષે જ માલ્યાએ જાહેરાત કરી દીધી હતી કે તેઓ કોર્ટના ચુકાદા સામે અપીલ કરશે. તેમની પાસે ૧૪ દિવસની મુદત છે. મને લાગે છે કે તેમના વકીલોએ આ અંગેની તૈયારી કરી લીધી હશે.તથ્યાત્મક તથા કાયદાકીય દૃષ્ટિએ આ કેસ જટિલ છે એટલે કોર્ટ દ્વારા તેમની અપીલ ગ્રાહ્યા રાખવામાં આવશે, એમ લાગે છે.અપીલ પ્રક્રિયામાં બે-ત્રણ મહિના નીકળી જશે, આ દરમિયાન તેઓ જામીન ઉપર બહાર રહેશે. હાઈકોર્ટમાં કેસની ’પુનઃસુનાવણી’ નહીં થાય, પરંતુ નીચલી કોર્ટે બરાબર ચુકાદો આપ્યો હતો કે કેમ, તે બાબતને જ ધ્યાને લેશે.ઝરીવાલા ઍન્ક કંપનીના સ્થાપક સરોશ ઝરીવાલાના કહેવા પ્રમાણે, ઉચ્ચ કોર્ટ પાસે અનેક અપીલ પડતર હોવાથી પાંચથી છ મહિના લાગી શકે છે.જો ત્યાં માલ્યાની વિરુદ્ધ ચુકાદો આવે તો તેઓ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.સર્વોચ્ચ અદાલતમાં વધુ પાંચ છ મહિનાથી માંડીને એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે.વિજય માલ્યા અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે.આઈપીએલ (ઇંડિયન પ્રિમિયર લીગ) માં પોતાની ટીમ ખરીદીને ક્રિકેટ અને ફૉર્મ્યૂલા વન રેસિંગમાં ભાગ્ય અજમાવતા પહેલાં તેમણે કિંગફિશર બિયર નામે બ્રાન્ડ ઊભી કરી છે.તેમણે ૨૦૦૫માં કિંગફિશર ઍરલાઇન્સ પણ શરૂ કરી હતી, જે હાલ બંધ પડી છે.તેમના પર કિંગફિશર ઍરલાઇન્સમાં નાણાંની ગેરરીતિ આચરવાના અનેક આરોપો છે.આ આરોપોની તપાસ ભારતની એજન્સીઓ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) અને ઈડી (ઍન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટ્રેટ) કરી રહી છે.૨૦૧૨માં માલ્યાએ યુનાઇટેડ સ્પિરિટ્‌સ ગ્રૂપનો પોતાનો મોટાભાગનો સ્ટેક યૂકેની લિકર જાયન્ટ ડિયાગોને વેંચી દીધો હતો.આ ડિલ માલ્યાને યુનાઇટેડ સ્પિરિટ્‌સને દેવાંમાંથી બહાર કાઢવા અને કિંગફિશર ઍરલાઇન્સ માટે નાણાં છૂટા કરવા માટે મદદરૂપ થવાની હતી એવું મનાય છે.૨૦૧૨માં બંધ થયેલી ઍરલાઇન્સનું તેના આગળના વર્ષે ફ્લાઇંગ લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું.જે બાદ ઍરલાઇન્સ નુકસાનમાં ગઈ અને ઋણદાતાઓએ તેમને નવી લોન આપવાની ના પાડી દીધી.એક અંદાજ મુજબ માલ્યાએ જ્યારે દેશ છોડ્યો ત્યારે તેમની ઉપર અંદાજે રૂ. નવ હજાર કરોડનું દેવું હતું.યૂકેના ગૃહસચિવ સાજિદ જાવિદે ૪ ફેબ્રુઆરીએ છેતરપિંડીના આરોપી ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલે મંજૂરીની મહોર મારી દીધી હતી.જોકે, ભારત પ્રત્યાર્પણનો આ પ્રથમ મામલો નથી. યૂકેમાંથી ભારતના પ્રત્યાર્પણનો એક લાંબો ઇતિહાસ રહેલો છે.રસપ્રદ વાત એ છે કે પ્રત્યાર્પણના આવા કેસોમાં અત્યારસુધી એક ગુજરાતી આરોપીને જ સ્વદેશ લાવવામાં સફળતા મળી છે.૨૦૦૨માં ગોધરાકાંડ બાદનાં રમખાણોના આરોપી સમીરભાઈ વિનુભાઈ પટેલ નામની ગુજરાતી વ્યક્તિનું ભારત પ્રત્યાર્પણ સફળતાપૂર્વક પાર પાડી શકાયું હતું.સમીરભાઈ પટેલનું ૧૮ ઑક્ટોબર ૨૦૧૬ના રોજ ભારત માટે પ્રત્યાર્પણ કરાયું હતું.૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં હુલ્લડો દરમિયાન પહેલી માર્ચે ઓડ ગામમાં ૨૩ મુસ્લિમોને જીવતા સળગાવી દેવાયા હતા.લોકોને જીવતા સળગાવનારાં ટોળાંમાં પટેલની કથિત સંડોવણી બહાર આવી હતી. જોકે, પટેલ પોલીસની પકડથી દૂર નીકળીને લંડન પહોંચી ગયા હતા.ભારતીય તંત્ર દ્વારા તેમના વિરુદ્ધ ’રૅડ કૉર્નર નોટિસ’ બહાર પડાઈ હતી. આખરે સ્કૉટલૅન્ડ યાર્ડ દ્વારા તેની ધરપકડ કરી લેવાઈ હતી.એ વખતના યૂકેના ગૃહસચિવ ઍમ્બર રુડે તેમના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કર્યાં હતા.ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લાના ઓડ ગામમાં થયેલી આ ઘટનામાં પટેલ ’વૉન્ટેડ’ હતા.૧૯૯૨માં ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ અમલમાં આવ્યા બાદ સૌથી પહેલાં ઇકબાલ મેમણ ઉર્ફે ઇકબાલ મિર્ચીનું ભારત પ્રત્યાર્પણ કરવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા.ઇકબાલ પર ૧૯૯૩માં મુંબઈમાં કરાયેલા વિસ્ફોટોની સંડોવણીનો આરોપ હતો.જોકે, બાદમાં આ કેસ પડતો મૂકાયો હતો અને ઇકબાલ મામલે ભારતને કાયદાકીય ખર્ચ ચૂકવવો પડ્યો હતો.વર્ષ ૧૯૯૫ના એપ્રિલ માસમાં સ્કૉટલૅન્ડ યાર્ડ દ્વારા ઇકબાલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને આતંકવાદ તેમજ ડ્રગ્સના આરોપમાં તેમની ધરપકડ કરાઈ હતી.જોકે, એ જ વખતે આ મામલો કોર્ટ પહોંચ્યો હતો, જ્યાં ઇકબાલ પરથી સંબંધિત આરોપો હટાવી લેવાયા હતા.અલબત્ત, લંડનમાં આવેલી ઇકબાલની રાઇસ મિલના મૅનેજરની નોકરી છોડ્યા બાદ મુંબઈમાં કરાયેલી હત્યાનો આરોપ ઇકબાલ પર લગાવાયો હતો.જોકે, આ મામલે બૉ સ્ટ્રીટ કોર્ટના મૅજિસ્ટ્રેટે પ્રત્યાર્પણની અરજી ફગાવી દીધી હતી.બાદમાં ભારત દ્વારા સંબંધિત મામલે કોઈ અરજી નહોતી કરાઈ અને ઇકબાલ મિર્ચી મામલે કાયદાકીય ખર્ચ ભોગવવાનો વારો આવ્યો હતો.આવો જ વધુ એક હાઈ પ્રોફાઇલ મામલો ઉમરજી પટેલ ઉર્ફે હનિફ ટાઇગરનો પણ છે.વર્ષ ૧૯૯૩ના જાન્યુઆરી માસમાં હનિફ પર સુરતની બજારમાં હાથગોળો ફેંકવાનો આરોપ હતો. આ ઘટનામાં શાળાએ જતી એક બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.વર્ષ ૧૯૯૩ના જ એપ્રિલ માસમાં એક ભીડભાડવાળા રેલવેસ્ટેશન પર હાથગોળો ફેકવાના કિસ્સામાં પણ હનિફની કથિત સંડોવણી બહાર આવી હતી. આ હુમલામાં ૧૨ પ્રવાસીઓને ઈજા પહોંચી હતી.મીડિયા રિપોટ્‌ર્સ જણાવે છે કે બ્રિટિશ ગૃહસચિવ સમક્ષ વર્ષ ૨૦૧૩માં હનિફે અંતિમ આવેદન કર્યું હતું.જેને પગલે હનિફનો પ્રત્યાર્પણનો મામલો ’હજુ પણ વિચારણા હેઠળ’ હોવાનું જાણવા મળી રહ્યું છે.તો ’૧૯૯૩ ભારત-યૂકે પ્રત્યાર્પણ સંધિ’ અંતર્ગત અત્યાર સુધી ત્રણ આરોપીનું સફળતાપૂર્વ બ્રિટન પ્રત્યાર્પણ કરી શકાયું છે.જેમાં મનિંદરપાલસિંઘ કોહલી, કુલવિંદરસિંઘ ઉપ્પલ અને સોમૈયા કેતન સુરેન્દ્રનો સમાવેશ થાય છે.મનિંદરપાલસિંઘ પર ૨૯ જુલાઈ ૨૦૦૭માં હૅન્ના ફૉસ્ટરની હત્યાનો આરોપ હતો.સોમૈયા પર ૮ જૂલાઈ ૨૦૦૯ના રોજ છેતરપિંડીનો આરોપ હતો. સોમૈયા કેન્યાની નાગરિકતા ધરાવે છે.જ્યારે કુલવિંદરસિંઘ પર ૧૪ નવેમ્બર ૨૦૧૩ના રોજ અપહરણ અને બનાવટી કેદનો કેસ હતો.લંડનનાં મુખ્ય મૅજિસ્ટ્રેટ ઍમ્મા આર્બથનૉટ દ્વારા માલ્યાને ભારત મોકલવાનો આદેશ આપ્યાના બે મહિના બાદ ગૃહ સચિવ સાજિદ જાવિદે આ મામલે મંજૂરીની મહોર મારી છે.
માલ્યાને આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે ૧૪ દિવસનો સમય અપાયો છે.
માલ્યાએ આ મામલે ટ્‌વીટ કરીને જણાવ્યું છે, ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ વૅસ્ટમિનિસ્ટર મૅજિસ્ટ્રેટ દ્વારા આદેશ અપાયા બાદ મેં અરજી કરવાની મારી ઇચ્છા વ્યક્ત કરી હતી. ગૃહ સચિવના નિર્ણય પહેલાં હું અરજી કરવાની પહેલ ના કરી શકું. હવે હું અરજી માટેની પ્રક્રિયા હાથ ધરીશ.’કિંગફિશર’ જેવી બ્રાન્ડના ઉદ્યોગ સામ્રાજ્યના માલિક વિજય માલ્યાએ માર્ચ ૨૦૧૬માં ૭ હજાર કરોડ કરતાં વધુનું દેવું ના ચૂકવી શકવાને કારણે ભારત છોડી દીધું હતું.જોકે, ભારતમાંથી ’ભાગી આવવા’નો આરોપ ફગાવતા માલ્યાએ દાવો કર્યો છે ગત વર્ષ જુલાઈમાં તેમણે તમામ રકમ ’બિનશરતી’ રીતે ચૂકવી આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

Related posts

હવે તો કોંગ્રેસનાં હાથમાંથી કર્ણાટક પણ ગયું

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

આકાશમાં પણ હવે ઉબેર જેવી સર્વિસ શરૂ થઇ જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1