Aapnu Gujarat
બ્લોગ

આકાશમાં પણ હવે ઉબેર જેવી સર્વિસ શરૂ થઇ જશે

ઉબેર જેવી હવાઈ સેવા પણ હવે શરૂ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ટૂંક સમયમાં જ આ વાસ્તવિકતા બની જશે. ઇન્ટેલ કોર્પના નેતૃત્વમાં જર્મનની સ્ટાર્ટઅપ કંપની વોલોકોપ્ટર અને અન્ય મળીને હવે ડ્રોન જેવા ઇલેક્ટ્રીક હેલિકોપ્ટર બનાવવા જઈ રહ્યા છે જે શહેરના અવકાશમાં યાત્રીઓને પ્રવાસ કરાવશે આના કારણે સસ્તામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની તક મળશે. હવે આકાશમાં પણ ઉબેર જેવી સેવા લોકોને મળી શકશે. કંપની માને છે કે, આગામી ત્રણથી પાંચ વર્ષમાં કંપની તેની પ્રથમ કોમર્શિયલ ટ્રીપની શરૂઆત કરશે. દુબઈ અને લાસવેગાસમાં ટેસ્ટ ફ્લાઇટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ આની શરૂઆત કરવામાં આવશે. લાઈન ટેક્સીના નિર્માણને ગતિ આપવા માટે ૧૦૦ મિલિયન ડોલર ઉભા કરવાની તૈયારી ચાલી રહી છે. વોલોકોપ્ટરની ફંડ એકત્રિત કરવા માટે હાલના રોકાણકારો અને નવા રોકાણકારો સાથે વાતચીત ચાલી રહી છે. ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ફ્લોરિયને કહ્યું છે કે, અમે આ દિસામાં આગળ વધી રહ્યા છે. અમે વિશ્વમાં પ્રથમ કોમર્શિયલ એર ટેક્સી સેવા શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પૈસા ઉભા કરવાની બાબત એક પાસા તરીકે છે જ્યારે લોકલ આકાશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે ઉબેર જેવી સેવાઓ શરૂ કરવામાં આવશે. લેરીપેજના ટેકામાં સ્ટાર્ટઅપની યોજના ચાલી રહી છે. વિમાન બનાવતી મહાકાય કંપની બોઇંગમાંથી પણ લોકોની મદદ લેવામાં આવી છે. રોબોટિક ટેક્સી તરીકે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. યાત્રીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ આનાથી પહોંચવામાં સરળતા મળશે. શહેરી છતો ઉપર આ રોબોટિક ટેક્સી ઉતરાણ કરી શકશે. ટ્રાફિકને ટાળવા ઇચ્છુક લોકોને ફાયદો થશે. અન્ય ભરચક વિસ્તારોમાં નહીં જવા ઇચ્છુક લોકોને પણ આનાથી ફાયદો થશે. વોલોકોપ્ટર સ્ટેરોઇડ ઉપર ડ્રોન જવા વિમાન તરીકે છે. તેમાં ૧૮ રોટર્સ અને બે સીટો છે. વોલોકોપ્ટર ચાર સીટો સાથે આગળ વધશે. ઓટોમેટિક પરિવહનના પાર્સલ તરીકે આ રહેશે.

Related posts

लाल किले से नया मोदी

aapnugujarat

Miss you

aapnugujarat

ચા ઉપર એક હાસ્ય રચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1