Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત – ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી-ટ્‌વેન્ટી મેચ ખેલાશે

ઓકલેન્ડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે બીજી ટ્‌વેન્ટી મેચ રમાનાર છે. શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય ટીમને આ મેચ જીતવી પડશે. પ્રથમ મેચ ગુમાવી દીધા બાદ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ બીજી મેચમાં જોરદાર દેખાવ કરીને વાપસી કરવા તૈયાર છે. શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય ટીમ પર દબાણ છે. રોહિત શર્મા, શિખર ધવન અને એમએસ ધોની પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ન્યુઝીલેન્ડ ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ટ્‌વેન્ટી શ્રેણી જીતીને સંતોષ માનવાના હેતુ સાથે મેદાનમાં ઉતરશે.વેલિંગ્ટન ખાતે અગાઉ રમાયેલી પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને ૮૦ રને કારમી હાર આપીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડે ટ્‌વેન્ટી ક્રિકેટમાં જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૧૯ રન ખડક્યા હતા જેમાં શેફર્ટે ૪૩ બોલમાં ઝંઝાવતી ૮૪ રન બનાવ્યા હતા તે પહેલા પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી.
આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી.ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી.

Related posts

ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઇ

aapnugujarat

विश्व कप : बारिश के कारण 20-20 ओवर का होगा पाक-श्रीलंका मुकाबला

aapnugujarat

આવતીકાલે આફ્રિકા-ભારત વચ્ચે બીજી વનડે મેચને લઇ ઉત્સુકતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1