Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઇ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં ૧૮મી ફેબ્રુઆરીના દિવસે ત્રિપુરામાં વોટિંગ થશે. બીજા તબક્કામાં ૨૭મી ફેબ્રુઆરીના દિવસે મેઘાલયમાં અને નાગાલેન્ડમાં મતદાન થશે. ત્રીજી માર્ચના દિવસે ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તે જ દિવસે પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી વેળા વીવીપેટનો ઉપયોગ કરાશે. દરેક વિધાનસભા સીટમાં એકએક પોલિંગ સ્ટેશન પર વીવીપેટ રાખવામાં આવશે. સ્લીપની ગણતરી કરવામાં આવશે. ચૂંટણ પંચ દ્વારા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ ત્રણેય રાજ્યોમાં આચારસંહિતા અમલી બની ગઇ છે. આ વખતે ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી રોમાંચક બને તેવી શક્યતા દેખાઈ રહી છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ ભાજપે ઉત્તર પૂર્વમાં પણ પોતાની પકડ મજબૂત બનાવવાની શરૂઆત કરી હતી. સૌથ પહેલા આસામમાં બહુમતિ સાથે સરકાર બનાવી હતી ત્યારબાદ મણિપુરમાં સત્તા હાસલ કરી હતી. હવે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ ઉપર ભાજપની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ત્રિપુરામાં ડાબેરીઓ ભાજપ માટે પડકાર સમાન છે. ભાજપ માટે અહીં સરકાર બનાવવાની બાબત સરળ નથી. છેલ્લા બે દશકથી માણેક સરકારના નેતૃત્વમાં સીપીએમ અહીં સત્તા ઉપર છે. ૬૦ સીટોની વિધાનસભામાં ભાજપ તમામ તાકાત સાથે મેદાનમાં ઉતર રહી છે. ૨૦૧૩ ચૂંટણીમાં સીપીએમને ૪૯ સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને ૧૦ સીટો મળી હતી. સીપીએમના કારણે કોંગ્રેસ પાર્ટી હવે ફેંકાઈ ગઈ છે. આ વખતે ભાજપની સીધી ટક્કર ડાબેરીઓ સાથે દેખાઈ રહી છે. નાગાલેન્ડમાં પણ પીપલ્સ ફ્રંટને લઇને રાજકીય ગણતરી ચાલી રહી છે. નાગાલેન્ડમાં વિધાનસભાની ૬૦ સીટો છે. નાગા પીપલ્સ ફ્રંટના સમર્થનથી ભાજપની સરકાર ચાલી રહી છે. નાગાલેન્ડમાં એનડીએની સરકાર રહે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેઘાલયમાં કોંગ્રેસની ચિંતા અકબંધ દેખાઈ રહી છે. હિમાચલ પ્રદેશ બાદ મેઘાલય હાથમાં ન નિકળે તેવી ચિંતા કોંગ્રેસને સતાવી રહી છે. કોંગ્રેસ પાસે હવે માત્ર પાંચ રાજ્યોમાં સત્તા રહી ગઈ છે જેમાં એક મેઘાયલ છે. મેઘાલયમાં પોતાની સરકારને બચાવી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે, ભાજપે અહીં પણ કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી દીધી છે. ડિસેમ્બર મહિનામાં ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા.

Related posts

पाक को दिए जाने वाले अनुदान कर्ज में बदलने का ट्रंप ने सुझाव दिया

aapnugujarat

केंद्रीय मंत्री रामदास अठावले हुए कोरोना संक्रमित

editor

અમિત શાહ ૯ જાન્યુઆરીએ જમ્મૂ કાશ્મીરની લેશે મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1