Aapnu Gujarat
બ્લોગ

હવે તો કોંગ્રેસનાં હાથમાંથી કર્ણાટક પણ ગયું

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. ભાજપ માટે કર્ણાટકમાં જીત ૨૦૧૯ની દ્રષ્ટિથી પણ ખૂબ જ અગત્યની મનાઇ રહી છે. દક્ષિણ ભારતમાં ભાજપને આગળ વધારવાની શરૂઆત કહેવાઇ રહી છે તો કૉંગ્રેસ માટે આવનારા દિવસોમાં પડકારો વધુ મોટા થઇ રહ્યાં છે.કર્ણાટક રાજ્યમાં એન્ટી ઇન્કમબેસી ફેકટરનો સામનો કરવો પડ્યો. સીએમ સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કૉંગ્રેસ સરકાર ઇન્દિરા કેન્ટીન જેવી યોજનાઓ છતાંય લોકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું. કોંગ્રેસ અને ભાજપ બંનેના મેનિફેસ્ટોમાં મહિલાઓના આરક્ષણ, યુવાનોના શિક્ષણ અને રોજગારના ભરોસા જેવા તમામ વચન લગભગ એક જેવા જ હતા. જો કે ભાજપે કોંગ્રેસના શાસનકાળમાં ભ્રષ્ટાચાર અને કેન્દ્રની યોજનાઓ અને ફંડાને લાગૂ ન કરવા જેવી બાબતો પર રાજ્યની સરકારને ઘેરવાનું કામ કર્યું અને તેમાં સફળ પણ થયું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચૂંટણીમાં ભાજપની તરફથી પ્રચારની કમાન સંભાળી. આ દરમ્યાન પાર્ટી અધ્યક્ષ અમિત શાહે તેમના કદમ-દર-કદમ સાથ આપ્યો. મોદી પોતાના પ્રચારમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઇ સીએમ સિદ્ધારમૈયા સામે જુબાની જંગમાં એકલા હાથે લડતા દેખાયા. કોંગ્રેસની તરફથી રાહુલ ગાંધીએ જોરદાર કેમ્પેનિંગ કર્યું, પરંતુ પીએમ મોદી પોતાની કેબિનેટના મંત્રીઓ, કેટલાંક રાજ્યોના સીએમની સાથે ચૂંટણી પ્રચાર દરમ્યાન ઉતર્યા અને લોકોને પોતાના વચનો આપવામાં સફળ રહ્યાં.પરંપરાગત રીતે દલિત વોટર્સને કોંગ્રેસનો સાથ મનાય છે. આ ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી જેડીએસની સાથે મળી ચૂંટણી લડયું તે પણ કોંગ્રેસ માટે નુકસાનદાયક રહ્યું. આ સિવાય કોંગ્રેસને સેક્યુલર વોટના ભાગલાનું પણ નુકસાન ઉઠાવું પડ્યું. ભાજપ સામે મુકાબલાના નામ પર આ વોટર્સ કૉંગ્રેસ, એનસીપી અને જેડીએસમાં વહેંચાઇ ગયા. બહુજન સમાજ પાર્ટી અને એનસીપી ૨૦૧૯ના લોકસભા ચૂંટણી માટે નોન ભાજપ, નોન કોંગ્રેસી થર્ડ ફ્રન્ટ બનાવા માટ કોંગ્રેસથી છટકી રહ્યાં છે આ વસ્તુ કૉંગ્રેસને ભારે પડી.કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસમાં ખેમેબાજી પણ જોવા મળી. પાર્ટીમાં સીએમ સિદ્ધારમૈયાને ખુલી છૂટ આપ્યાનો વિરોધ કોંગ્રેસના કેટલાંય નેતાઓએ છૂપી રીતે કર્યો. ટિકિટ વહેંચણીમાં પણ સિદ્ધારમૈયાનું જ ચાલ્યું. આવનારા દિવસોમાં પાર્ટીની હારનું એક કારણ ટિકિટ વહેંચણીમાં પણ શોધાશે. કેટલીય જગ્યાઓ પર એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના યુવા નેતાઓને ટિકિટ મળી તો કેટલીય મોટી સીટો પર કૉંગ્રેસના જિલ્લા અને બ્લોક સ્તરના નેતાઓને ટિકિટ અપાઇ. કોંગ્રેસે ચૂંટણીની ઠીક પહેલાં લિંગાયત મતદારોને આકર્ષવા માટે તેને અલગ ધર્મની માન્યતા આપવાનું કાર્ડ રમી હતી. ભાજપે તેને સમાજને તોડનાર પગલું ગણાવ્યું હતું. રાજ્યનીઅંદાજે ૭૬ સીટો પર દખલ રાખનાર લિંગાયત સમુદાયને આકર્ષવાની આ કોશિષ કોંગ્રેસને ભારે પડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના બીજા નેતા મતદાતાઓને એ સમજાવામાં સફળ રહ્યાં કે કોંગ્રેસનું આ પગલું હિન્દુ ધર્મને વહેંચવાનું અને સમાજને તોડનારું છે. કોંગ્રેસહવે માત્ર ૩ રાજ્યોમાં જ સત્તા પર છે. જેમાં એક રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી થવા જઈ રહી છે. જે જોતાં હાલમાં માત્ર પંજાબ અને કેન્દ્રશાસિત પુડ્ડુચેરીમાં જ કોંગ્રેસ સરકાર છે. જ્યારે પૂર્વોત્તરમાં મિઝોરમાં કોંગ્રેસ છે જ્યાં આ વર્ષના અંતમાં શાસન સમાપ્ત થવા જઇ રહ્યું છે. આ જોતાં દેશની સૌથી જુની પાર્ટી દેશની સૌથી ઓછી જનતા પર શાસન કરી રહી છે.આ પ્રમાણે જો વસ્તીના હિસાબે જોવામાં આવે તો કુલ વસ્તી માત્ર દેશની ૨.૫ ટકા છે. આ રીતે વસ્તીને ધ્યાનમાં લઈએ તો હાલ કોંગ્રેસથી વધુ મોટી પાર્ટી દેશમાં તૃણમૂલ કોંગ્રેસ અને નવીન પટનાયકની બીજેડી છે. આ પાર્ટીઓ કરતા પણ કોંગ્રેસનું કદ ઘટી ગયું છે.કોંગ્રેસના મુકાબલે ઘણાં રાજ્યોમાં ક્ષેત્રીય પક્ષોની સરકાર બનેલ છે. જેમાં ્‌સ્ઝ્ર, એઆઇએડીએમકે , ટીડીપી અને ટીઆરએસ જેવા પક્ષનો સમાવેશ થાય છે. કોંગ્રેસ માટે મોટી ચેલેન્જ હવે ૨૦૧૯ની ચૂંટણી બની રહેશે. કોંગ્રેસ આ તમામ વચ્ચે ક્યા સમીકરણોથી આગળ વધે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાનો પરચો લહેરાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની દેશની કુલ ૨૧ રાજ્યોમાં સરકાર અથવા સરકારમાં ભાગીદારી થઇ જશે. ભાજપે આ રાજ્ય કોંગ્રેસ પાસેથી છીનવી લીધું છે. ૨૦૧૪માં કેન્દ્રમાં સરકાર બનવાના સમયે ભાજપે એનડીએની માત્ર ૮ રાજ્યોમાં સરકાર હતી. ત્યારે કૉંગ્રેસ ૧૪ રાજ્યોમાં હતા. આપને જણાવી દઇએ કે ભારતમાં કુલ ૨૯ રાજ્યા અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશ છે.આપને જણાવી દઇએ કે ૨૦૧૪માં કેન્દ્રમાં સરકાર આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ૨૧ રાજ્યોમાં ચૂંટમી થઇ. તેમાંથી ભાજપ ૧૪માં સરકાર બનાવામાં સફળ રહ્યું.૨૦૧૪માં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થઇ. ૨૦૧૫માં દિલ્હી અને બિહારમાં ચૂંટણી થઇ. ૨૦૧૬મા અસમ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં ચૂંટણી થઇ. ૨૦૧૭મા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી થઇ. ૨૦૧૮માં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણી થઇ.તેમાંથી ૧૪ રાજ્યો – મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, અસમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપે સરકાર બનાવી. જ્યારે કૉંગ્રેસની વાત કરીએ તો હવે આ પાર્ટી માત્ર પંજાબ, પુડ્ડુચેરી અને મિઝોરમમાં બચી છે.મોદી મેજિક અને યેદિયુરપ્પા દ્વારા લિંગાયત કાર્ડની મદદથી ભાજપે કર્ણાટકમાં સૌથી મોટો દાવ રમ્યો છે જેના માટે ભાજપની જીત ખૂબજ જરૂરી માનવામાં આવે છે.
કર્ણાટક ચૂંટણીની સાથે જ ભાજપે ૨૦૧૯ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ તરફથી કોંગ્રેસના ૪૮ વર્ષની સામે ભાજપના ૪૮ મહિનાનો નારો આપ્યો છે. ગુજરાતમાં થયેલ મુશ્કેલીને જોતાં કર્ણાટકમાં વિજય ભાજપ માટે ૨૦૧૯ની સેમીફાઇનલથી ઓછી નથી જે પછી આગામી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ચૂંટણી આવી રહી છે જેના પર આ પરિણામની અસર જોવા મળી શકે છે.કર્ણાટક જીતમાં ભાજપના ગુજરાત મોડલ કોંગ્રેસના કર્ણાટક મોડલની સામે મજબૂત સાબિત થશે. ૨૦૧૪ની લોકસભા જીત પછી મોદીની જીતનું રથ સતત આગળ વધી રહ્યું છે. ૨૦ રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગીની સરકાર જોવ મળી રહી છે. જેને જોતાં કર્ણાટકમાં મોદી બ્રાન્ડની મોટી પરીક્ષા માનવામાં આવી રહી છે. જ્યારે કોંગ્રેસ માટે સિદ્ઘારમૈયા પાસે કેન્દ્રના નેતાની વધુ જરૂર પડી હતી.ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસનો વળતો પ્રહાર જોતાં ભાજપ મુશ્કેલીમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ જો કર્ણાટકમાં કોંગ્રેસની હાર થઈ છે તો તેના માટે સૌથી મોટી હાર હશે કારણ કે તે અહીં પોતાની સત્તા બચાવવામાં નિષ્ફળ જતું લાગશે. કર્ણાટકની જીત બીજી તરફ લાંબા સમયથી બેકફૂટ પર ચાલી રહેલી ભાજપ માટે પણ સંજીવની સાબિત થશે.૨૦૦૮માં યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપ કર્ણાટકમાં મેદાનમાં ઉતરી હતી અને દ.ભારતમાં પોતાની શરૂઆત કરી હતી. આ વખતે પણ યેદિયુરપ્પાને જ પાર્ટીએ આગળ કરેલ છે. અગાઉ ૨૦૧૪માં દક્ષિણ ભારતમાં ભાજપ કમાલ કરી શકી ન હતી જે પછી હાલની સ્થિતિને જોતાં કર્ણાટકથી તેની રણનીતિનું ભવિષ્ય પણ નક્કી કરશે. આ પછી ભાજપ તમિલનાડુ, કેરળ અને તેલંગાણા-હૈદરાબાદમાં પણ પોતાની મજબૂતી સાબિત કરશે.ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતના નારાને કર્ણાટકમાં પરિણામથી મોટી અસર જોવા મળશે. કોંગ્રેસ પાસે પંજાબ અને કર્ણાટક સિવાય અન્ય ક્યાંય પણ પોતાનો મજબૂતી જોવા મળી રહી નથી. જેની સાથે સીધી અસર ત્રીજા મોર્ચા પર પણ જોવા મળી શકે છે. કર્ણાટકની જીતથી તમામ વિપક્ષ બેકફૂટ પર પહોંચી શકે છે અને ભાજપ માટે મજબૂત રીતે આગળ વધી શકે છે.

પશ્ચિમ બંગાળમાં ટીએમસી
પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકાર છે. રાજ્યની ૯.૧૪ કરોડ વસ્તી છે અને જ્યાં દેશની કુલ વસ્તીના ૭.૫૫ ટકા લોકો રહે છે. એટલે કે દેશની ૭.૫૫ ટકા જનતા પર ટીએમસી શાસન કરે છે જે કોંગ્રેસથી પણ પાછળ છે.
તમિલનાડુમાં એઆઇએડીએમકે
એઆઇએડીએમકે હાલમાં તમિલનાડુમાં સત્તા પર છે. જ્યાંની કુલ વસ્તી ૭.૨૨ કરોડ છે જ્યાંની કુલ વસ્તીના ૫.૯૭ ટકા પર શાસન કરી રહી છે.
આંધ્ર પ્રદેશમાં ટીડીપી
આંધ્ર પ્રદેશમાં ટીડીપીની સરકાર છે અને ત્યાં રાજ્યની કુલ વસ્તી ૪.૯૪ કરોડ છે અને તે વસ્તીની દ્રષ્ટિએ દસમું રાજ્ય છે. જેને જોતાં કુલ વસ્તી પર ૪.૦૯ ટકા પર તેનું શાસન છે.
તેલંગાણામાં ટીઆરએસ
તેલંગાણામાં ટીઆરએસ સત્તા પર છે જ્યાં કુલ વસ્તી ૩.૫૨ કરોડ છે જે કુલ દેશની વસ્તીના ૨.૯૧ ટકા છે. જ્યાં પણ શાસન કોંગ્રેસનું નથી.
એનડીએના શાસનવાળા રાજ્યો
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા.

Related posts

MORNING TWEET

aapnugujarat

ચમત્કાર : નર વગર એનાકોન્ડાએ ૧૮ બાળકોને જન્મ આપ્યો

aapnugujarat

વિપક્ષી એકતાનો ફૂગ્ગો, ટાંચણીથી દૂર રાખવો રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1