Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીબીઆઈ બાદ ઇડી પણ હવે કાર્તિની પુછપરછ કરવા તૈયાર

કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે. કાર્તિની સામે મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ દાવો કર્યો છે કે કાર્તિએ એક પ્રભાવશાળી નેતાના બેંક ખાતામાં ૧.૮ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. રાજકીય રીતે ખુબ સંવેદનશીલ મામલાની તપાસને લઇને વાકેફ રહેલા સુત્રોએ તથા ઇડીના અધિકારીઓએ આક્ષેપ કરતા કહ્યુ છે કે કાર્તિએ આ રૂપિયાને રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડની ચેન્નાઇ સ્થિત શાખામાં પોતાના એકાઉન્ટમાંથી આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યુ છે કે જે શખ્સને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે શક્તિશાળી નેતા છે. આ નેતાએ પોતાના દશકની રાજકીય કેરિયરમાં કેન્દ્ર સરકારમાં અનેક મોટી જવાબદારી અદા કરી હતી. અધિકારીઓએ આ નેતાનુ નામ હાલમાં જાહેર કર્યુ નથી પરંતુ આના કારણે તપાસને માઠી અસર થઇ શકે છે. ઇડીના અધિકારીઓએ રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ સાથે થયેલી લેવડદેવડના ખુલાસાને આ મામલામાં મોટા ટર્નિંગ પોઇન્ટ તરીકે ગણાવ્યો છે અને કહ્યું છે કે, ઇડી દ્વારા આ દિગ્ગજ નેતા સામે હવે સમન્સ જારી કરવામાં આવી શકે છે. ૧૬મી જાન્યુઆર ૨૦૦૬થી લઇ સપ્ટેમ્બર ૨૦૦૯ વચ્ચે આ નેતાને પાંચ ઇન્સ્ટોલમેન્ટમાં નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઇડી દ્વારા પણ કાર્તિની પુછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં કાર્તિ સીબીઆઈની કસ્ટડીમાં છે. ઇડી દ્વારા કસ્ટડી ખતમ થાય તેનો ઇન્તજાર છે. ત્યારબાદ તે પુછપરછ માટે રિમાન્ડની માંગ કરશે. ઇડીના એક અધિકારીએ કહ્યું ચે કે, તેમની પાસે કાર્તિની સામે નક્કર પુરાવા છે. તમામ લોકોએ દાવો કર્યો છે કે, તેઓએ કાર્તિને પૈસા આપ્યા છે. કારણ કે તેમની પાસે સંપર્કો હતા અને તેઓ તમામ મામલાઓને ગોઠવી શકવાની સ્થિતિમાં હતા. સીબીઆઈનો આક્ષેપ છે કે, કાર્તિએ આના માટે ૧૦ લાખ ડોલરની માંગ કરી હતી. આ મામલો ૨૦૦૭નો છે. તે વખેત કાર્તિના પિતા પી ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. એવો આક્ષેપ છે કે, પી ચિદમ્બરમે કાર્તિનું કામ સરળ બનાવ્યું હતું. મુંબઈ સ્થિત આઈએનએક્સ મિડિયા પાસેથી ૩૫ મિલિયન રૂપિયા અથવા તો ૩.૫ કરોડ રૂપિયા લેવાનો તેમના ઉપર આક્ષેપ છે. પૂર્વ કેન્દ્રિય નાણાં પ્રધાન ચિદમ્બરમના પુત્ર કાર્તિની સીબીઆઇ દ્વારા ૨૮મી ફેબ્રુઆરીએ ધરપકડ કરાઇ હતી. અત્રે નોંધનીય છે કે આઇએનએક્સ મિડિયા કેસમાં આરોપી કાર્તિ ચિદમ્બરમની ગઇકાલે કલાકો સુધી પુછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈની ટુકડી તેમને પુછપરછ કરવા માટે લઇને મુંબઈ પહોંચી હતી જ્યાં સીબીઆઈના અધિકારીઓએ તપાસની હદ વધારીને કાર્તિ અને આઈએનએક્સ મિડિયાના ડિરેક્ટર પીટર અને ઇન્દ્રાણીની સાથે બેસાડીને પુછપરછ કરી હતી. સીબીઆઈ કાર્તિને લઇને મુંબઇના ભાઈકુલ્લા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં જેલમાં લઇ ગયા બાદ ઇન્દ્રાણીને આમને સામને બેસાડીને પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્તિને આર્થર રોડ જેલમાં પણ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પીટરને રાખવામાં આવ્યો છે. ઇન્દ્રાણીએ સીબીઆઈ સમક્ષ એવી જુબાની આપી હતી કે, કાર્તિ ચિદમ્બરમે એફઆઈપીબી મંજુરી માટે આશરે છ કરોડ રૂપિયાની માંગ કરી હતી.

Related posts

જમ્મુ અને કાશ્મીરમાં ખૂનની હોળી રમાઈ રહી છે : મહેબુબા મુફ્તી

aapnugujarat

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય લોકસભા ચૂંટણી નહીં લડે

aapnugujarat

जीएसटी लॉन्च करने तैयार है केन्द्र की मोदी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1