Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય લોકસભા ચૂંટણી નહીં લડે

ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવિર્ગીયએ લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે ટ્‌વીટ કરી આ જાહેરાત કરી હતી. વિજયવર્ગીયએ લખ્યું છે કે ઈન્દોરની જનતા, કાર્યકર્તા અને દેશભરના શુભચિંતકોની ઇચ્છા છે કે હું લોકસભા ચૂંટણી લડું. પરંતુ આપણા બધાની પ્રાથમિકતા સમર્થ અને સમૃદ્ધ ભારત માટે નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાની છે. પશ્ચિમ બંગાળની જનતા મોદીજી સાથે ઊભી છે. બંગાળમાં રહેવું એ મારી ફરજ છે. તેથી મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.
અગાઉ ટ્‌વીટમાં તેમણે લખ્યું હતું કે ભાજપના દરેક કાર્યકર્તાનો સિદ્ધાંત છે. નેશન ફર્સ્ટ પાર્ટી સેકન્ડ-સેલ્ફ લાસ્ટ. જ્યાં સુધી દેશહિત અને પાર્ટીના હિતનો પ્રશ્ન છે ત્યાં પોતાનું કોઈ પણ મહત્વ રહેતું નથી. અમારી સામે પશ્ચિમ બંગાળમાં પાર્ટીને વધુ અધિકૃત બેઠકથી જીતાડવાનો લક્ષ્ય છે. આ લક્ષ્ય જેટલું મોટું છે તેટલો જ મોટો પડકાર પણ છે. સમગ્ર દેશના મતદારોને વિનંતી છે કે એનડીએ જેવી મજબૂત સરકાર અને મોદીજી જેવા મજબૂત વડાપ્રધાન માટે મતદાન કરે.

Related posts

११ जून से आंदोलन कर सकते हैं छत्तीसगढ़ के किसान

aapnugujarat

ઘુસણખોરી કરવા ત્રાસવાદીઓ લોંચ પેડ પર એકઠા

aapnugujarat

૨૦૨૨ સુધી ૪ કરોડ ઘરના નિર્માણનું મોટું લક્ષ્ય : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1