Aapnu Gujarat
બ્લોગ

આવનારા સમયમાં ગુજરાતમાં ભીષણ ગરમી પડશે : રિપોર્ટ

જે રીતે ગુજરાત સહિત દેશમાં અને દુનિયાભરમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે તે જોતા એવું લાગે છે આવનારા સમયમાં હાલત ખરાબ થવાની છે. સતત વધી રહેલા પ્રદૂષણથી જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે અને તેનાથી વધી રહી છે વૈશ્વિક ગરમી. એવા પણ રિપોર્ટ છે કે આવનારા સમયમાં એટલે કે ૨૦૫૦ સુધી પહોંચતા સુધીમાં તો હાલત ખરાબ થઈ જશે. તેમાં પણ યુપી, રાજસ્થાન અને ગુજરાતની હાલત તો વધુ ખરાબ થવાની હોવાના એંધાણ છે. પાણી સૂકાઈ જશે પરંતુ પરસેવો નહીં સૂકાય. આ ત્રણ રાજ્યોમાં તો વધુ તાપમાનનો માર જાણે સામાન્ય પરિસ્થિતિ જેવું બની જશે. લોકોને પણ કદાચ ૫૧ ડિગ્રી સેલ્સિયસમાં રહેવાની આદત પડવા લાગશે. ૨૦૫૦ સુધીમાં યુપી, રાજસ્થાન, ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં વધુ ગરમી જોવા મળી શકે છે. અહીં ચોંકાવનારી વાત એટલા માટે છે કે ગત વર્ષે કેલિફોર્નિયામાં જ્યારે પારો ૫૪ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો હતો ત્યારે હાલત બગડી ગઈ હતી. જંગલોમાં આગ લાગી હતી, કેલિફોર્નિયામાં આગ લાગી રહી હતી. કેનેડામાં તો એક કસ્બો બળીને ખાખ થઈ ગયો. હવે જો ભારતના આ રાજ્યોમાં પારો ૫૦ કે તેથી ઉપર ગયો તો આ ગરમીને સહન કરી શકાશે ખરા? ચીનમાં રસ્તાઓ અને છતો પીગળી ગયા હતા. બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ ગઈ. અને તાપમાન ૫૧ ડિગ્રી ઉપર જવાની આશંકા છે. ’ડાઉન ટુ અર્થ’એ જર્નલ કમ્યુનિકેશન્સ અર્થ એન્ડ એનવાયરોનમેન્ટ જર્નલમાં છપાયેલા રિપોર્ટના હવાલે આ ખબર લખી છે. આ રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી છે કે જો બહુ ખરાબ સ્થિતિ ઊભી થઈ, તાપમાન વૃદ્ધિને રોકવામાં ન આવ્યું તો યુપી, રાજસ્થાન અને ગુજરાતને અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી ભયાનક ગરમીનો સામનો કરવો પડી શકે છે. એટલે કે હવાનું તાપમાન, અને ભેજ વધશે. તાપમાન ૫૧ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉપર પણ જઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી ઉચ્ચારવી પડશે કે આ દરમિયાન લોકો ઘરની બહાર ન નીકળે. અમેરિકાના નેશનલ વેધર સર્વિસના જણાવ્યાં મુજબ જ્યારે હીટ ઈન્ડેક્સ એટલે કે પારો ૩૯.૪ ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાનું શરૂ કરે છે ત્યારે ખતરનાક ગરમીવાળા દિવસો શરૂ થાય છે. આ એજન્સી અમેરિકા અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન, પાણીની સ્થિતિ અને જળવાયુ મામલે ભવિષ્યવાણી કરે છે. તેના જણાવ્યાં મુજબ ભારતના કેટલાક વિસ્તારો ૨૦૫૦ સુધીમાં ૧૦૦ દિવસ જેટલો સમય ગરમીનો પારો સહન કરશે. વર્ષ ૨૧૦૦ સુધીમાં આ અત્યંતવધુ ગરમીનો પીરિયડ ભારતના અનેક ભાગોને પોતાની ચુંગલમાં લઈ લેશે. તે ૧૦૦ દિવસથી વધીને ૧૫૦ દિવસ સુધી પણ જઈ શકે છે. આવામાં સમગ્ર ભારતની હાલાત ખરાબ થવાની નક્કી છે. હાર્વડ યુનિવર્સિટીના પોસ્ટ ડોક્ટોરલ રિસર્ચર વરગાસ જેપેટેલોએ જણાવ્યું કે આ પ્રકારની અત્યંત વધુ ગરમીવાળા હવામાન માટે ભારત એક હોટસ્પોટ છે. આ વર્ષ માર્ચ-એપ્રિલમાં પડેલી ગરમી એક્સ્ટ્રીમ હીટ નજીક પહોંચી ગઈ હતી. વરગાસ જેપેટેલો અને તેમની ટીમે વર્ષ ૨૦૫૦ અને ૨૧૦૦ સુધીની ભવિષ્યવાણી કરી છે. આ માટે તેમણે ગત દાયકાઓના તાપમાનનો ડેટા, જળવાયું, વસ્તી, આર્થિક વિકાસ અને કાર્બન ઈન્ટેન્સિટીના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. વરગાસ જેપેટેલોએ પોતાના સ્ટડીમાં ૫, ૫૦, અને ૯૫ના પર્સેન્ટાઈલ પર બેસ્ટ કેસ, મોસ્ટ લાઈક્લી કેસ અને સૌથી ખરાબ પરિસ્થિતિનું આકલન કર્યું છે. જેપેટેલો કહે છે કે જો સમાજ કાર્બન ઉત્સર્જન સંપૂર્ણ રીતે સિમિત કરી દે તો ૫ પર્સેન્ટાઈલવાળી સ્થિતિને હાંસલ કરી શકાય છે. સૌથી ખરાબ સ્થિતિ ૫૦ પર્સેન્ટાઈલવાળી છે. એટલે કે માણસ સંપૂર્ણ રીતે ગરમી વધતી રોકી શકશે નહીં કે પ્રદૂષણને પણ નહીં. જેપેટેલો અને તેમની ટીમે સૌથી પહેલા એ માહિતી મેળવી કે તે સમય સુધી કેટલું કાર્બન ઉત્સર્જન થશે. ત્યારબાદ એ તારણ નીકળ્યું કે તેનાથી કેટલું તાપમાન વધશે. તેનાથી હવામાન પર શું અસર થશે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રોફેસર અને આ સ્ટડીમાં સામેલ એડ્રિયન સાફ્ટેરીએ કહ્યું કે અમારી ગણતરી મુજબ જે કાર્બન ઉત્સર્જન થવાનું છે, તેની અસરથી તાપમાન વધશે. રાજસ્થાન તો પહેલેથી જ ગરમીનો માર સહન કરતું આવ્યું છે પરંતુ તાપમાન વધ્યું તો હાલત વધુ ખરાબ થશે. એડ્રિયને કહ્યું કે વર્ષ ૨૦૫૦ સુધીમાં ઉત્તર ભારત અને તેના પૂર્વ કાંઠા વિસ્તારોમાં ૧૦૦થી ૧૫૦ દિવસ સુધી ભયાનક ગરમી પડશે. ખરાબ સ્થિતિમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની થવાની છે. અહીં ૧૫૦ દિવસ સુધી ભયાનક ગરમીની સ્થિતિ જોવા મળશે. તેનાથી પણ વધુ ખરાબ એ હશે કે વર્ષ ૨૧૦૦ સુધીમાં ભારતનો ઘણો મોટો હિસ્સો એ સ્થિતિ ઝેલશે જે આ ત્રણ રાજ્યો ૨૦૫૦થી ઝેલવાનું શરૂ કરશે. વર્ષ ૨૦૧૯માં ભારતમાં થયેલા એક સ્ટડીમાં પણ બે હીટવેવની ભવિષ્યવાણી કરાઈ હતી. જેમાં વર્ષ ૨૦૨૦થી ૨૦૬૪ સુધીમાં અત્યંત વધુ ગરમીના દિવસ ૧૨થી ૧૮ વચ્ચે હતા. ભારતના દક્ષિણી ભાગ એટલે કે કાંઠા વિસ્તારોએ આ સમસ્યા સામે ઝઝૂમવું પડશે એવું કહેવાયું હતું. નવા સ્ટડી મુજબ વર્ષ ૨૧૦૦ સુધીમાં ગરમીના ભયાનક દિવસ બમણા થવાના છે. એ પણ ત્યારે કે જ્યારે સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગને ૨ ડિગ્રી સેલ્સિયસ પર રોકવામાં સફળ થાય. એટલે કે આ સફળતા મળે તો પણ ૨૧૦૦ સુધીમાં ગરમીના ભયાનક દિવસો તો વધવાના છે. પરંતુ આ દરમિયાન અમેરિકા, પશ્ચિમી યુરોપ, ચીન, અને જાપાનમાં અત્યંત વધુ ગરમીના દિવસો ૩થી ૧૦ ગણા વધશે.

Related posts

બકાના ગતકડાં

editor

આજનું જ્ઞાન

aapnugujarat

રોહિંગ્યા શરણાર્થી : ઓળખ શોધતા લોકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1