Aapnu Gujarat
બ્લોગ

કટોકટીએ દાઉદને ડૉન બનાવ્યો

ભારતમાંથી ભાગેડૂ જાહેર કરવામાં આવેલા ડૉન દાઉદ ઈબ્રાહિમ હવે અમેરિકાને પણ આંખના કણાની જેમ ખુંચવા લાગ્યો છે. અમેરિકાએ દાઉદ ઈબ્રાહિમના ધંધાઓ અને તેની પહોંચ દુનિયાના કયા કયા દેશોમાં ફેલાઈ છે તેને લઈને ઘટસ્ફોટ કર્યો છે. એટલુ જ નહીં ઓસામા બિન લાદેનની માફક દાઉદ ઈબ્રાહિમ પણ પાકિસ્તાનમાં જ હોવાનું અમેરિકાએ કહ્યું છે.અમેરિકાના જ્યોર્જ મૈસન યૂનિવર્સિટીના સેચાર સ્કૂલ ઓફ પૉલિસીમાં પ્રોફેસર ડૉ, લુઈસ શેલીએ અમેરિકાના સાંસદોને જણાવ્યું હતું કે, પાકિસ્તાન સ્થિત અંડરવર્લ્ડ અને આતંકી સંગઠન ડી-કંપની નશીલા પદાર્થોની હેરાફેરી કરે છે. ડી-કંપનીએ નશીલા પદાર્થોની હેરાફેરી માટે અનેક દેશોમાં ફેલાવ્યો કર્યો છે. તે એક શક્તિશાળી સંગઠનના રૂપમાં બહાર આવ્યું છે.આતંકવાદ અને ગેરકાયદેસર નાણાંની હેરાફેરી મામલે સદનની નાણાંકિય સેવાઓ સંબંધી સમિતિ દ્વારા આયોજીત સુનાવણી દરમિયાન લુઈસ શેલીએ કહ્યું હતું કે, મેક્સિકોના નશીલા પદાર્થોની ગેંગની માફક ડી-કંપનીની જાળ પણ દુનિયાના જુદા જુદા દેશોમાં ફેલાયેલી છે. પાકિસ્તાન સ્થિત ડી-કંપનીએ અનેક દેશોમાં પોતાના પગ પસાર્યા છે.ડી-કંપની નશીલા પદાર્થો ઉપરાંત હથિયારો અને નકલી ડીવીડી તેમજ હવાલા રેકેટ પણ ચલાવતું હોવાનું પણ હોવાનું અમેરિકાના એક પ્રોફેસરે કહ્યું હતું.ડી-કંપની માત્ર નશીલા પદાર્થો જ નહીં પણ હથિયારો, નકલી ડીવીડીની પણ દાણચોરી કરે છે. ડી કંપની હવાલા સંચાલકોની વ્યાપક વ્યવસ્થા મારફતે નાણાંકિય સેવાઓ પુરી પાડે છે તેમ પણ તેમણે કહ્યું હતું.અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે દાઉદ ઈબ્રાહીમના સંબંધો આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે હોવાના આરોપસર વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. તે દરમિયાન જ અમેરિકાએ દાઉદ વિરૂદ્ધ ભારતના અભિયાનનો વર્ષ ૨૦૦૩માં સ્વિકાર કર્યો હતો. દાઉદ ઈબ્રાહિમ પર સંયુક્ત રાષ્ટ્રએ પણ પ્રતિબંધ લગાવી દીધો છે.પાકિસ્તાન દાઉદ ઈબ્રાહિમને સંરક્ષણ આપતુ હોવાના ભારતના દાવાનું સમર્થન કરતા અમેરિકાના ટ્રેઝરી વિભાગે કહ્યું હતું કે, દાઉદ કરાંચીમાં છે અને તેની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ પણ છે.અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ડી કંપની ભારતમાં સક્રિય ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાના આતંકવાદીઓના નેટવર્કમાં એક સતાવાર ભાગ તરીકે બની ગઈ છે. પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ દાઉદ ઈબ્રાહીમને કટ્ટરપંથી આતંકવાદી સંગઠન સાથે તેની મર્જ કરી દેવા સમજાવી લીધા હોવાના સમાચાર મળ્યા છે.ભારત વિરોધી જેહાદને ઉગ્ર સ્વરૂપ આપવા માટે પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે દાઉદ એન્ડ કંપનીને આતંકવાદી જૂથ લશ્કરે તોઈબા સાથે ભેળવી દેવામાં આવી છે. આઈએસઆઈ પર નજર રાખી રહેલી ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ વાતને સમર્થન આપ્યું છે અને તેઓ જણાવી રહ્યાં છે કે આ બે કુખ્યાત દળોએ એકબીજા સાથે હાથ મીલાવવાથી ભારત સામે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.ભારતીય ગુપ્તચર એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે લશ્કરે તોઈબા અને ડોને હાથ મીલાવ્યાં છે અને તેઓ એક જ સંગઠનની જેમ કામ કરશે, કે જે ભારતની સુરક્ષા માટે હાનિકારક બાબત છે.આઈએસઆઈ અને ડોન દાઉદ વચ્ચેના સંબંધો જુના છે. આઈએસઆઈએ જ દાઉદને મુંબઈમાં ૧૯૯૩માં શ્રેણીબધ્ધ વિસ્ફોટો કરવા કહ્યું હતું. આ મુંબઈ વિસ્ફોટો બાદ દાઉદ તેના સાથીઓ છોટા શકીલ અને ટાઈગર મેમન સાથે પાકિસ્તાન જતો રહ્યો હતો.દાઉદે મુંબઈમાં વિસ્ફોટો કરતાં રાજ શેટ્ટી અને છોટા રાજને દાઉદ સાથે છેડો ફાડ્યો હતો, કેમ કે બાબરી મસ્જીદ વિધ્વંસના બદલાની ભાવનારૂપે આ વિસ્ફોટો કરવામાં આવ્યાં હતાં. લશ્કરે તોઈબા સાથે હાથ મીલાવતા દાઉદની શક્તિમાં વધારો થયો છે અને તે હવે ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવશે. જમ્મુ-કાશ્મીરમાં લશ્કરે તોઈબાએ અનેક હિન્દુઓની હત્યા કરી છે. લશ્કર સાથે જોડાવાના કારણે દાઉદને નાણાકીય સહાય તો મળશે પણ સાથે સાથે તેની ડી કંપનીમાં જોડાવા માટે અનેક યુવાનો પણ મળશે. કટોકટી વખતે મુંબઈ અન્ડરવર્લ્ડ પણ અડફેટે ચઢી ગયું હતું એના વિશે ખાસ લખાયું નથી. કરીમ લાલા અને હાજી મસ્તાનનો ડોન તરીકેનો દબદબો ડાઉન થયો એમાં કટોકટીનો મોટો રોલ છે. દાઉદ ઇબ્રાહીમ અને અરુણ ગવળી જેવા ગેંગસ્ટર મોટા ડોન બનવા લાગ્યા એમાં પણ કટોકટીનો રોલ છે. જાણીએ કટોકટી અને અન્ડરવર્લ્ડની કશ્મકશ કટોકટી દરમ્યાન પત્રકારો, સ્વાતંત્ર્યવીરો, ચળવળકારો, નેતાઓને તો ઇન્દિરા ગાંધીએ અડફેટે લઈ જ લીધા હતા. જેની ધાક મુંબઈને વધુ હોય એ અન્ડરવર્લ્ડ માફિયા પણ અડફેટે આવી ગયા હતા. મુંબઈના ટોચના માફિયામાથાંઓ કે જેની સામે સજ્જડ કેસ હોવા છતાં જેલમાં નાખી શકાતાં નહોતાં એ બધાં માથાંઓ કટોકટી દરમ્યાન જેલભેગાં થઈ ગયાં હતાં. રસપ્રદ ઘટના તો એ છે કે ટોચનાં કેટલાંક માથાંઓ કટોકટી દરમ્યાન નબળાં પડી ગયાં હતાં. ત્યારપછી દાઉદ, અરુણ ગવળી વગેરેએ માથું ઊંચક્યું હતું. કટોકટી પછી કરીમ લાલા અને હાજી મસ્તાન ડોનમાંથી ડાઉન થઈ ગયા હતા. બીજી તરફ દાઉદ, રમા નાઇક અને અરુણ ગવળી માટે મેદાન થોડું મોકળું થયું હતું. ગેંગસ્ટરમાંથી ડોન બનવાની તેમની ગતિ કટોકટી બાદ તેજ થઈ ગઈ હતી. એ પછી એંશીના દાયકામાં તો બાકાયદા દાઉદ ઇબ્રાહિમ અને અરુણ ગવળી ડોન થઈ ગયા હતા. અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો.
૧૯૭૭માં કટોકટી ગઈ પછી દાઉદ અને ગવળી જેવા ગેંગસ્ટરનું કદ વધી ગયું હતું. કટોકટી પૂરી થઈ એના ચોથા વર્ષે ૧૯૮૧માં મુંબઈમાં મિલ કામદારોની પ્રચંડ હડતાળ પડી હતી. ટ્રેડ યુનિયન લીડર દત્તા સામંતની હાકલથી હડતાળ પડી હતી. જેને લીધે અનેક કામદારો બેકાર થઈ પડયા હતા. પૈસાના અભાવે કેટલાય યુવાનિયા અરુણ ગવળી અને દાઉદની ગેંગમાં જોડાયા હતા. બંનેની ગેંગનું વજન વધ્યું હતું. ૧૯૮૧ પછી તો તેઓ ડોન તરીકે પંકાવા લાગ્યા હતા. મુંબઈને હંફાવવા લાગ્યા હતા. છતાં મુંબઈ પોલીસ તેમને પકડી શકતી નહોતી. આમ, દાઉદ અને અરુણ ગવળી ડોન બન્યા એમાં કટોકટી અને મિલ કામદારોની હડતાળે મોટો રોલ ભજવ્યો હતો.
અરુણ ગવળી, રમા નાઇક અને બાબુ રેશીમે મળીને બી.આર.એ. કંપની નામની ગેંગ બનાવી હતી. ત્રણેયના પહેલા અક્ષર પરથી ગેંગનું નામ પાડવામાં આવ્યું હતું. ૧૯૮૮માં મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર રાજન કટધરેના હાથે રમા નાઇકનું એન્કાઉન્ટર થયું હતું. ત્યાર પછી બાબુ રેશીમનું પોલીસ લોકઅપમાં મોત થયું હતું. આ બંને મોતમાં ગવળીને દાઉદનો હાથ હોવાનું જણાયું હતું. અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો અને બીજો તેમજ વધુ જોખમી અધ્યાય પછી શરૂ થયો હતો. જે અંડરવર્લ્ડ કટોકટી સુધી માત્ર દાણચોરી અને મીલકત હડપવા પર નભતું હતું એનું જોખમ પછી વધુ વિસ્તર્યું હતું. પ્રોટેક્શન મની,ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ, ડ્રગ્સ વગેરે માફિયાગીરી દાઉદ અને ગવળીકાળમાં વધી હતી. ૧૯૯૨ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની ઘટના દ્વારા તો અંધારી આલમે આતંકવાદની પણ રાહ પકડી હતી. અંધારી આલમને આતંકવાદ સુધી દોરી જનારો દાઉદ ઇબ્રાહિમ હતો,જે દેશ માટે સૌથી જોખમી પરચો હતો. હાજી મસ્તાન અને કરીમ લાલાએ દાદાગીરીમાં પણ પોતાનાં ધારાધોરણ રાખ્યાં હતાં. તેઓ મુખ્યત્વે દાણચોરી કરતા હતા અને બેનામી મિલકતો ઊભી કરતા હતા. તેઓ ડ્રગ્સ કે આતંકવાદના કારોબારમાં ક્યારેય નહોતા પડયા. દાઉદ ઇબ્રાહિમે અન્ડરવર્લ્ડનાં નવાં સમીકરણ સેટ કર્યાં અને તમામ મર્યાદાઓ તોડી નાખી. તેણે કોઈ નિયમો જ રાખ્યા નથી. દાઉદ પોતાને બિઝનેસમેન ગણાવે છે અને તેની બિઝનેસની વ્યાખ્યા એ છે કે કોઈ પણ રીતે પૈસા આવવા જોઈએ. જ્યાં પૈસો બનતો હોય ત્યાં કોઈ નીતિનિયમ, ધારાધોરણ હોતાં નથી. હવે અંડરવર્લ્ડ એ હદે વિસ્ફારિત થઈ ગયું છે કે મિસા તો શું કોઈ પણ કડક કાયદા એને કંટ્રોલ કરી શકે એમ નથી. છોટા રાજન ઓસ્ટ્રેલિયામાં છે. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે. અંધારી આલમનો કંટ્રોલ ટાવર ભારતની ભૂગોળની બહાર છે. કાનૂનના હાથ ભલે લાંબા હોય પણ દેશની બહાર એનું કદ વેતરાઈ જાય છે.

Related posts

ગીત ગુજરાત ના,

aapnugujarat

पत्रकार की पिटाइ: भाजपा करे तो लीला…दूजा करे तो साला केरेक्टर ढीला…?!

aapnugujarat

ખૂંખાર ખલનાયક : કે. એન. સિંઘ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1