Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મારામારી કેસમાં કેજરીવાલના આવાસ પર બે કલાક શોધખોળ

દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારામારી કરવાના કેસમાં આમ આદમી પાર્ટીની તકલીફ સતત વધી રહી છે. એએપીના બે ધારાસભ્યોની ધરપકડ કરવામા ંઆવ્યા બાદ દિલ્હી પોલીસ હવે મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલના આવાસ પર શોધખોળ કરી ચુકી છે. દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટના મામલામાં ઘટનાસ્થળે આજે તપાસ કરવામાં આવ્યા બાદ પોલીસે કહ્યું હતું કે, ૪૦ મિનિટ પાછળ કેમેરા રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના આવાસે આશરે બે કલાક સુધી ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે, ૨૧ સીસીટીવી કેમેરા સીઝ કરવામાં આવી ચુક્યા છે. સીસીટીવી ફુટેજ સાથે ચેડા પણ કરવામાં આવ્યા છે. પોલીસના કહેવા મુજબ મુખ્યમંત્રીના આવાસ પર રહેલા કેમેરાના ટાઈમિંગ ૪૦ મિનિટ ૪૨ સેકન્ડ પાછળ ચાલી રહ્યા છે. કેજરીવાલના આવાસની ચકાસણીના સંદર્ભમાં દિલ્હી પોલીસે કહ્યું છે કે, તેઓ ક્રાઈમ સીનને જોવા ઇચ્છુક હતા. નોર્થ દિલ્હીના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હરેન્દ્રકુમારે કહ્યું છે કે, મુખ્યમંત્રીના આવાસથી ૨૦મી તારીખના સીસીટીવી ફુટેજ આપવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેમના તરફથી કોઇ જવાબ આવ્યા ન હતા. જેથી તપાસ માટે તેઓ પહોંચ્યા હતા. પોલીસે પોતાની સાથે ફોરેન્સિક ટીમને લઇને પણ પહોંચી હતી. કેજરીવાલના આવાસ ઉપર કુલ ૨૧ સીસીટીવી કેમેરા હતા. તમામના ફુટેજ સીઝ કરી દેવામાં આવ્યા છે. હોલમાં ૨૧ પૈકી ૧૪ કેમેરા કામ કરી રહ્યા હતા. બાકી કેમેરા કેમ અને ક્યારે ચાલી રહ્યા ન હતા તેની પણ તપાસ કરવામાં આવશે. જે જગ્યાએ મારામારી થઇ હતી ત્યાં કોઇ સીસીટીવી ન હતા. અલબત્ત ડ્રોઇંગ રુમ અને કોરિડોરમાં કેમેરા હતા જેની તપાસ કરવામાં આવશે. કોઇ પ્રશ્ન કર્યા છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, સીસીટીવીને હટાવીને કોઇ નવી કામગીરી કરવામાં આવી નથી. દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે આક્ષેપ કર્યો હતો કે, રાત્રે ૧૨ વાગે અરવિંદ કેજરીવાલના આવાસ પર મિટિંગ માટે બોલાવીને માર મારવામાં આવ્યો છે. પોલીસનો ઇરાદો સીસીટીવીમાં તપાસ કરવાનો રહ્યો છે. જ્યાં ઘટના બની તેને લઇને તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ ભાજપ અને કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે. મુખ્ય સચિવ અંશુ પ્રકાશ કહી ચુક્યા છે કે મારામારી વચ્ચે તેમને ભાગી જવાની ફરજ પડી હતી. એએપીના ધારાસભ્ય પર મુખ્યમંત્રીના આવાસમાં કેજરીવાલની ઉપસ્થિતિમાં પોતાની સાથે મારામારી કરવાનો આક્ષેપ કર્યો છે. જો કે, મુખ્યમંત્રીની ઓફિસે આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માંકને આક્ષેપ કરતા કહ્યું છે કે, એએપી સરકાર ખુબ જ નબળી સરકાર છે. મુખ્યમંત્રીની સામે ચીફ સેક્રેટરીને ધારાસભ્યો દ્વારા માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ખુબ જ કમનસીબ બાબત છે. સરકારી નિષ્ફળતાઓથી સરકારનું ધ્યાન અન્યત્ર દોરવાના હેતુસર આ પ્રયાસો થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રજાનાથસિંહ મુખ્ય સચિવની સાથે કરવામાંઆવેલા ખરાબ વર્તનને લઇને લાલઘૂમ દેખાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનને લઇને લેફ્ટી ગવર્નર પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર ગયા સોમવારે રાત્રે એએપીના ધારાસભ્યો દ્વારા તેમના ઉપર શારીરિક હુમલો કરવામાં આવ્યો તે ખુબ જ દુખદ અને ચિંતાજનક બાબત છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

લદ્દાખમાં મોબાઇલ ટાવર લગાવવાનું કામ શરૂ

editor

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આપ્યું રાજીનામું

editor

एयर इंडिया का निजीकरण जरूरी : पुरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1