Aapnu Gujarat
રાષ્ટ્રીય

લદ્દાખમાં મોબાઇલ ટાવર લગાવવાનું કામ શરૂ

સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે લદ્દાખમાં એલએસીના વિસ્તારમાં ઇંફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મુક્યો છે. લદ્દાખમાં ૫૪ મોબાઇલ ટાવર લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એલએસીના નજીક ડેમચેકમાં પણ મોબાઇલ ટાવર લાગશે.
નુબ્રામાં ૭, લેહમાં ૧૭, જંસકારમાં ૧૧ અને કારગિલમાં ૧૯ મોબાઇલ ટાવર લગાવવામાં આવશે.આ દરમિયાન સેના પ્રમુખ એમએમ નરવણે લદ્દાખના પ્રવાસેથી દિલ્હી પરત ફર્યા છે. સેના પ્રમુખ નરવણે, બિપિન રાવતને લદ્દાખની સ્થિતિની જાણકારી આપશે.
સેના પ્રમુખ સરકારને પણ સ્થિતિની જાણકારી આપ્શે. સેના પ્રમુખએ ૨ દિવસ લદ્દાખમાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી.ભારતે લદ્દાખમાં શક્તિશાળી ટી-૯૦ ભીષ્મ ટેન્ક તૈનાત કરી છે. એટલે લદ્દાખમાં ભારતીય સેનાએ પોતાના સૌથી મજબૂત હથિયારથી ચીનને પડકાર ફેંક્યો છે.
સીમા પર લગભગ ૨ મહિનાથી ચીનની સાથે વિવાદ ચાલી રહ્યો છે. ચીને પોતાની સીમામાં ટેન્ક, તોપ, બખ્તરબંધ ગાડીઓ અને સૈનિકોની તૈનાતી વધારી દીધી છે. તેનો જવાબ આપવા માટે આ મહિને ભીષ્મ ટેન્કને લદ્દાખને મોરચા પર લાવવામાં આવ્યો છે અને તેને તમે ૭૩ વર્ષોમાં સૌથી મોટું શક્તિ પ્રદર્શન કહી છે.

Related posts

जिसको विरोध करना है करे, CAA वापस नहीं होगा : अमित शाह

aapnugujarat

ગગનયાન પ્રોજેક્ટ માટે ૧૦૦૦૦ કરોડ મંજુર

aapnugujarat

कश्मीर घाटी में शांतिपूर्ण तरीके से संपन्न हुआ स्वतंत्रता दिवस का उत्सव : मुख्य सचिव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1