Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગાંધી ૫થી૭ ડિસેમ્બરે પણ ઝંઝાવતી પ્રચારમાં રહેશે

સૌરાષ્ટ્રનો પ્રચાર કાર્યક્રમ પૂર્ણ કરી દિલ્હી પરત ફરેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આગામી પ્રચાર કાર્યક્રમ પણ લગભગ નક્કી થઇ ગયો છે જે મુજબ, હવે રાહુલ ગાંધી પ્રથમ તબક્કાના આખરી સમયમાં તા.૫થી ૭ ડિસેમ્બર દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. રાહુલ ગાંધી કચ્છ વિસ્તાર સહિત પ્રથમ તબક્કાની બાકી રહેલી વિધાનસભા બેઠકોના ક્ષેત્રોમાં પ્રચાર કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે જોરદાર અને પ્રચંડ જોશથી લડવાનું કોંગ્રેસે મન બનાવ્યું છે અને તેના માટે પોતાના સ્ટાર પ્રચારકો થકી ગુજરાતમાં કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરવાની જબરદસ્ત કવાયત હાથ ધરી છે જેમાં આ વખતે કોંગ્રેસે મુખ્ય સુકાન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સંભાળ્યું છે. સમગ્ર ગુજરાતનો ચૂંટણી પ્રવાસ ખેડયા બાદ હવે રાહુલ ગાંધી ચૂંટણીની ખાસ વ્યૂહરચનાના ભાગરૂપે તેઓ હવે પ્રથમ તબક્કાના વિધાનસભા મતક્ષેત્રોમાં મતદારો સાથે સીધો સંવાદ કરી કોંગ્રેસની તરફેણમાં જનમત ઉભો કરી રહ્યા છે. તા.૨૯ અને ૩૦ નવેમ્બરના બે દિવસના સૌરાષ્ટ્ર સહિતના ક્ષેત્રોના પ્રચાર કાર્યક્રમ પૂર્ણ કરી રાહુલ ગાંધી પરત ફર્યા છે પરંતુ હજુ કચ્છ સહિતના ક્ષેત્રમાં બાકી રહેલી વિધાનસભા બેઠકો પર રાહુલ ગાંધીના પ્રચાર અભિયાનની વ્યૂહરચના ગોઠવી કોંગ્રેસ મહ્‌ત્તમ વોટ બેંક ઉભી કરવા માંગે છે અને તેના ભાગરૂપે જ તા.૫થી ૭ ડિસેમ્બર દરમ્યાન રાહુલ ગાંધીની વધુ એક ગુજરાત મુલાકાતનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષના પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ચૂંટણી પ્રવાસ ખેડી જાહેરસભાઓ, લોકસંવાદ અને વન ટુ વન લોકોને મળી કોંગ્રેસ તરફી ભારે લોકજુવાળ ઉભો કર્યો છે. આ વખતના રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસને અભૂતપૂર્વ અને જબરદસ્ત પ્રતિસાદ અને સફળતા સાંપડયા હતા, તે તેમની જાહેરસભા અને રોડ શોમાં સ્વયંભુ ઉમટેલી જનમેદની પરથી જ સ્પષ્ટ થઇ જતું હતું. જેથી કોંગ્રેસે રાહુલ ગાંધીની વધતી જતી લોકપ્રિયતા અને ગુજરાતમાં તેમના પ્રચારની સફળતા બાદ હજુ વધુ એક વખત તેમને ગુજરાતમાં મુલાકાતે લાવવાનું આયોજન ચાલી રહ્યું છે. છેલ્લી ઘડીયે કોઇ ફેરફાર ના થાય તો રાહુલ ગાંધીનો તા.૫થી ૭ ડિસેમ્બરનો પ્રચાર કાર્યક્રમ નક્કી છે. ગુજરાતના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને નેતાઓ તેમની ગુજરાત મુલાકાતને અને પ્રથમ તબક્કાની બાકી રહેલી વિધાનસભા બેઠકોના વિસ્તારમાં તેમના પ્રચાર અભિયાનને સફળ બનાવવા ભારે કવાયત હાથ ધરી છે.

Related posts

પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓમાં મોદીનો ક્રેઝ, નાગરિકતા બાદ પ્રથમવાર કરશે વોટિંગ

aapnugujarat

राज्यसभा चुनाव : कांग्रेस को क्रॉस वोटिंग की आशंका के चलते गुजरात बहार जायेंगे विधायक

aapnugujarat

એડવાન્સ ટેકનોલોજીથી આત્મનિર્ભર ભારતના નિર્માણને નવી દિશા

editor

Leave a Comment

UA-96247877-1