Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણીનાં પ્રથમ ચરણમાં ૪૮૮ દ્વારા ઉમેદવારી પરત ખેંચાતા ૧૧૭૬ વચ્ચે જંગ

રાજયમાં આગામી ૯ તેમજ ૧૪ ડિસેમ્બરનાં રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે ત્યારે આજે બીજા તબકકા માટેની કુલ ૯૩ બેઠકો માટે ઉમેદવારીપત્ર પરત લેવાના દિવસે કુલ ૪૮૮ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામા આવતા હવે બીજા તબકકા માટેના ચૂંટણી જંગમાં કુલ ૧૧૭૬ ઉમેદવારો મેદાનમા રહ્યા છે.આ સાથે જ પહેલા અને બીજા તબકકામાં યોજાનારી રાજય વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો માટે હવે કુલ ૨૧૫૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.આ અંગેની વિગતો એવી છે કે,રાજય વિધાનસભાની ચૂંટણી યોજવા સંદર્ભમાં હાથ ધરવામા આવેલી પહેલા તબકકાની ચૂંટણી પ્રક્રીયામા કુલ ૮૯ બેઠકો ઉપર આગામી ૯ ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવશે જેમા સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાઓની વિવિધ બેઠકોનો સમાવેશ થાય છે.આ વિસ્તારોની કુલ ૮૯ બેઠકો ઉપર હવે કુલ ૯૭૭ ઉમેદવારો ચૂંટણી જંગમા રહેવા પામ્યા છે.આ ઉપરાંત રાજયમા બીજા તબકકામા આગામી ૧૪ ડિસેમ્બરના રોજ કુલ મળીને ૯૩ બેઠકો ઉપર મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે આ તમામ બેઠકો ઉપર ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૭ નવેમ્બર રાખવામા આવી હતી.દરમિયાન આજે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે રાજયની વિવિધ બેઠકો પર કુલ મળીને ૧૬૬૪ જેટલા ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવામા આવી હતી.જે પૈકી આજે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે કુલ મળીને ૪૮૮ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામા આવતા બીજા તબકકા માટે કુલ ૧૧૭૬ ઉમેદવારો મેદાનમા રહ્યા છે.આમ હવે રાજયની ૧૮૨ વિધાનસભા બેઠકો માટે કુલ ૨૧૫૩ ઉમેદવારો ચૂંટણી જંગમા રહેવા પામ્યા છે.રાજય વિધાનસભાની આગામી ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી બીજા તબકકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનુ છે ત્યારે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમા આવેલી ખાડિયા-જમાલપુર વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર સાબીર ખેડાવાલા દ્વારા ઉમેદવારીપત્ર પાછુ ખેંચવાનો નિર્ણય કરવામા આવતા હવે આ બેઠક ઉપર રસપ્રદ મુકાબલો થશે.આ અંગે મળતી માહિતી અનુસાર,આ બેઠક માટે કોંગ્રેસ તરફથી ઈમરાન ખેડાવાલાને ઉમેદવાર તરીકે પસંદ કરવામા આવતા સાબીર ખેડાવાલાએ અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.દરમિયાન કોંગ્રેસના નેતાઓની સમજાવટ બાદ આજે સાબીર ખેડાવાલાએ ઉમેદવારીપત્ર પાછુ ખેંચતા હવે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે.આ બેઠક ઉપર કુલ ૧,૯૧,૪૩૫ મતદારો છે,જે પૈકી ૫૭ ટકા મુસ્લિમ મતદારો છે.આ બેઠક ઉપર દર વખતે છીપા સમાજના મતો નિર્ણાયક પુરવાર થતા હોય છે.આ બેઠક પર કુલ ૩૫,૦૦૦ જેટલા આ સમાજના મતદારો છે આ ઉપરાંત ૧૫ ટકા દલિત મત,૭ ટકા ઓબીસીના મત, ૭ ટકા સવર્ણના અને ૧૪ ટકા અન્ય મતદારોના મત છે

Related posts

વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

editor

પતંગના ભાવોમાં ૪૫ અને દોરીમાં ૨૫ ટકાનો વધારો

aapnugujarat

તલોદની ખારી નદીમાં પુર

editor

Leave a Comment

UA-96247877-1