Aapnu Gujarat
ગુજરાત

પતંગના ભાવોમાં ૪૫ અને દોરીમાં ૨૫ ટકાનો વધારો

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે દોરાના ભાવમાં ૧પ થી રપ ટકા અને પતંગના ભાવમાં ૩૦ થી ૪પ ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પતંગ માર્કેટમાં ખૂબ ચાલી રહી છે, જોકે સાથે-સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પિક્ચરવાળી પતંગની પણ બોલબાલા અને આકર્ષણ જોવા મળી રહ્યું છે. ઉત્તરાયણ પર્વની આડે હવે ગણતરીના ૧ર દિવસ બાકી રહ્યા છે, પરંતુ બજારમાં હજુ ખરીદીનો માહોલ જામ્યો નથી. હજુ ત્રણ-ચાર દિવસ પછી લગભગ આવતા સપ્તાહથી પતંગ-દોરીના બજારમાં ખરીદી જોવા મળશે તેવી પતંગબજારના વેપારીઓ-દુકાનદારો આશા સેવી રહ્યા છે. પતંગરસિયાઓના તહેવાર ઉત્તરાયણના પર્વ પર પણ મોંઘવારીના મારની સીધી અસર વર્તાઇ રહી છે. ૧૦૦ પતંગના ભાવમાં આ વર્ષે સીધો રૂ.૬૦નો વધારો નોંધાયો છે. કાગળના ભાવમાં વધારો થવાના લીધે પતંગનો ભાવ વધ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. નાની પતંગ પહેલાં રૂ.૧૩૦ની કોડી (ર૦ નંગ) મળતી હતી, જે વધીને હવે રૂ. ર૦૦ થઇ છે, જ્યારે મોટી પતંગ રૂ.૪પ૦ આસપાસ ગત વર્ષે મળતી હતી, જે ભાવ વધીને આ વર્ષે હવે રૂ.પ૭૦ સુધી પહોંચ્યો છે. હજુ પણ છેલ્લા દિવસોમાં ભાવ વધવાની શક્યતા છે. પાંચ જાન્યુઆરી સુધી અલગ અને પાંચ જાન્યુઆરી પછી પતંગના ભાવ અલગ હોય છે. ગુજરાતમાં ર લાખ જેટલા લોકો પતંગના કારોબાર સાથે જોડાયેલા છે અને તેમાં પણ ૧.૬૦ લાખ જેટલી મહિલાઓ પતંગ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે. આ વર્ષે ઈન ડિમાન્ડ પતંગની ખરીદી ઘણી મોંઘી છે. પતંગ ઘણી મોઘી થઈ છે. પતંગ બનાવવા માટે વપરાતી દાંડીના ભાવમાં ત્રણથી ચાર ગણો વધારો ઝીંકાવાના કારણે પતંગનો માલ માર્કેટમાં અગાઉનાં વર્ષોની સરખામણીમાં ઓછો છે, જેના કારણે પતંગ-દોરીના ભાવમાં વધારો નોંધાયો છે. શહેરના કાલુપુર વિસ્તારના પતંગ ઉત્પાદક અને હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે, પતંગ બનાવવા માટે વાંસની જે દાંડીનો ઉપયોગ થાય છે તે મોટા ભાગે પશ્ચિમ બંગાળમાંથી આવતી હોય છે. આ દાંડીનું વેચાણ કરતા વેપારીઓએ તેના ભાવમાં વધારો કરી દીધો છે. બજારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, તિરંગા, કઠિયલ, ઘડિયાળી, રોકેટ, કાર્ટૂન કેરેક્ટર, મિકીમાઉસ, બાર્બીડોલ, હેપી ન્યૂ યર-ર૦૧૯, બોલિવૂડ થીમ, ઢાલ, તુક્કલ આકારની પતંગ આકાશમાં રંગ જમાવશે તેવું પતંગના હોલસેલ વેપારીઓએ જણાવ્યું હતું. સફેદ ચીલના હોલસેલ બોક્સના ભાવ ૧૮૦૦થી વધી ત્રણ હજાર થયા છે, રંગીન ચીલ ર હજારથી ૩ર૦૦ રૂપિયામાં મળે છે. ૪૦ ટકા જેટલો પતંગના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે ૧૦૦૦ પતંગ માટેની દાંડીનો ભાવ રૂ.૩૦૦ જેટલો હતો તે વધીને રૂ.૮૦૦થી રૂ.૯૦૦ સુધીનો થઇ ગયો છે. પતંગ બનાવવાની દાંડી સપ્લાય કરવામાં પશ્ચિમ બંગાળની મોનોપોલી છે. દોરીના ભાવમાં પણ ૧પ થી ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. હાથથી ઘસેલી દોરી અને ડોઘલામાં રંગાતી દોરીના ભાવમાં પણ તે પ્રમાણેનો વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ આડે હવે ગણતરીના દિવસ બાકી હોઇ પતંગરસિયાઓ લાંબી લાઇન લગાવીને પણ શહેરના વિવિધ વિસ્તારમાં દોરી રંગવાની ખાસ હથોટી ધરાવતા વેપારીઓ પાસે દોરી રંગાવવામાં પડ્‌યા છે.

Related posts

सूरत में श्रमिकों की कमी से व्‍यापारी परेशान

editor

મોદી સરકારે દેશને ૨૫ વર્ષ પાછળ ધકેલી દીધો : કોંગ્રેસ

aapnugujarat

બિટકોઇન : નલિન કોટડિયાને કોર્ટે ભાગેડુ જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1