Aapnu Gujarat
શિક્ષણ

સીએ વિદ્યાર્થી માટે શહેરમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થશે

ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચ દ્વારા તા. ૫ અને ૬ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય સીએ સ્ટુડન્ટસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં શેલા ગામ પાસે ધ કેપિટલ ક્લબ ઓ સેવન ખાતે યોજાનારી આ બે દિવસીય કોન્ફરન્સમાં કેન્દ્રનાં વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગનાં મંત્રી સીએ સુરેશ પ્રભુ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે. જયારે આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ શ્રી એમ.આર.શાહ અને આઈટીએટીનાં પ્રેસિડેન્ટ શ્રી પી.પી.ભટ્ટ અતિથિ વિશેષ તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે એમ અત્રે ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ), બીઓએસના ચેરમેન ધીનલ શાહ અને આઇસીએએઆઇની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ નીરવ ચોકસીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં સૌપ્રથમવાર તા.૫ અને ૬ જાન્યુઆરીના રોજ યોજાઇ રહેલી આ બે દિવસીય કોન્ફરન્સ સમગ્ર સીએ ફેકલ્ટી ખાસ કરીને સ્ટુડન્ટ્‌સ માટે ઘણી મહત્વની અને માર્ગદર્શક બની રહેશે. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આ વખતની થીમ નોલેજ એન્ડ ટ્રેનીંગ વીથ એથિકલ ક્વોશન્ટ – પથવે ટુ પ્રોફેશનલ એક્સીલન્સ રાખવામાં આવી છે. બે દિવસની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ-વિદેશમાંથી ૩૦૦૦થી વધુ સ્ટુડન્ટ્‌સ અને આમંત્રિતો ભાગ લેવા આવશે. ખાસ કરીને સાફા દેશો જેમકે શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશનાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે. ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ), બીઓએસના ચેરમેન ધીનલ શાહ અને આઇસીએએઆઇની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ નીરવ ચોકસીએ વધુમાં ઉમેર્યું કે, સીએ સ્ટુડન્ટ્‌સને તેમના રૂટની અભ્યાસની સાથે સાથે તે સિવાયનું ખાસ કરીને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને વાસ્તવિક જીવન અને પ્રોફેશનમાં ઉપયોગમાં આવે તેવા મુદ્દાઓને આવરી લઇ તે વિશે માર્ગદર્શન, જાણકારી અને તાલીમ આપવાના આશયથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્લોક ચેઈન ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી- ચેલેન્જ ફોર એકાઉન્ટન્ટસ, ભારતમાં શેલ કંપનીઝ અંગેના પડકારો, જીએસટી નિયમો હેઠળ ઈનપુટ ટેક્સ ક્રેડિટ, રિયલ એસ્ટેટ સેક્ટર સહિતનાં વિવિધ સેક્ટર્સ માટે નવા અધિકૃત થયેલા ઈન્ડ એએસ ૧૧૫નીઅસરો સહિતના અનેકવિધ મુદ્‌ાઓ પર નિષ્ણાત મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા ખૂબ ઉપયોગી માગદર્શન અને જાણકારી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ પોતે સીએ હોઇ તેમ જ સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી શાહ અને આઈટીએટીનાં પ્રેસિડેન્ટ શ્રી પી.પી.ભટ્ટ લીગલ ફિલ્ડના બહોળો અનુભવ ધરાવતાં ન્યાયમૂર્તિઓ હોઇ તેમનું વકતવ્ય સીએ સ્ટુડન્ટસ માટે એક દુર્લભ તક સમાન કહી શકાય.

Related posts

અમેરિકા અભ્યાસ માટે જતાં સૌથી વધારે વિદ્યાર્થીઓમાં ભારતીયો બીજા સ્થાને

aapnugujarat

કોંગ્રેસ દ્વારા હિંમતનગર કોલેજના કુલપતિને આવેદનપત્ર અપાયું

editor

CBSE Exam : 1 से 15 जुलाई तक होने वाली 10वीं, 12वीं बोर्ड की परीक्षाएं रद्द

editor

Leave a Comment

UA-96247877-1