Aapnu Gujarat
ગુજરાત

બિટકોઇન : નલિન કોટડિયાને કોર્ટે ભાગેડુ જાહેર

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને અત્રેની સ્પેશ્યલ એસીબી કોર્ટે સીઆરપીસીની કલમ-૮૨ હેઠળ ભાગેડુ(ફરારી) જાહેર કરવાની મંજૂરી માંગતી સીઆઇડી ક્રાઇમની અરજી એક અતિ મહત્વના ચુકાદા મારફતે મંજૂર કરી હતી. સ્પેશ્યલ જજ પી.જે.તમાકુવાલાએ પોતાનો ચુકાદો આજે ખુલ્લી અદાલતમાં જાહેર કરી કોટડિયાને ભાગેડુ જાહેર કરવાની મંજૂરી સીઆઇડી ક્રાઇમને આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો આરોપી નલિન કોટડિયા ૩૦ દિવસમાં સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થાય તો તપાસનીશ એજન્સી ત્યારબાદ તેમની મિલ્કતોની જપ્તીની કાર્યવાહી કરી શકશે. ઉપરાંત આ જ કેસમાં પકડાયેલા આરોપી એડવોકેટ કેતન પટેલના ભાઇ જતીન પટેલ વિરૂધ્ધ સીઆરપીસીની કલમ-૭૦ર મુજબ, ધરપકડ વોરંટ પણ કોર્ટે જારી કર્યું હતું. બિટકોઇન કેસમાં કોર્ટના આજના ચુકાદાને પગલે બહુ મહત્વનું ડેવલપમેન્ટ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બીટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમના વારંવારના સમન્સ અને તાકીદ છતાં નલિન કોટડિયા તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થતાં અગાઉ સીઆઇડી ક્રાઇમ દ્વારા કોટડિયાની વિધિવત્‌ ધરપકડ માટે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં સીઆરપીસીની કલમ-૭૦ હેઠળ વોરંટ મેળવવા અરજી કરી હતી, જેમાં સ્પેશ્યલ એસીબી કોર્ટે આરોપી નલિન કોટડિયા વિરૂધ્ધ કલમ-૭૦ હેઠળનું તેમની ધરપકડ માટેનું વોરંટ જારી કર્યું હતું. જો આ વોરંટ બાદ પણ કોટડિયા હાથમાં નહી આવતાં સીઆઇડી ક્રાઇમ તરફથી નલિન કોટડિયાને ભાગેડુ(ફરારી) જાહેર કરવાની મંજૂરી માંગતી અરજી કરાઇ હતી. જેમાં તપાસનીશ એજન્સી તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ચકચારભર્યા બિટકોઇન કેસમાં નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા રાજય બહાર હોવાની આશંકા પ્રવર્તી રહી છે અને તેને લઇ સીઆઇડી ક્રાઇમે છથી વધુ જુદી જુદી તપાસ ટીમોને દોડતી કરી છે. ચકચારભર્યા બિટકોઈન કેસમાં નાસતા ફરતા અમરેલી પોલીસના ૭ કોન્સ્ટેબલ તથા કેતન પટેલના ભાઈ જતિન પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સહિત નવ આરોપીઓની ધરપકડ આ કેસમાં હજુ બાકી છે. એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી નલિન કોટડીયા નિર્દોષ હોવાના ખુલાસા આપી રહ્યા છે અને આ મામલે ગૃહમંત્રી અને સીઆઈડીને પત્ર લખીને તમાશો કરી રહ્યા છે.
સીઆઇડી ક્રાઇમ તરફથી વારંવાર સમન્સ પાઠવવા છતાં અને તેમને તાકીદ કરવા છતાં કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કાનૂની સહારો લેવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે સંભવિત તમામ સ્થાનો પર કોટડિયાની તપાસ કરી પરંતુ કોટડિયા હજુ સુધી મળી આવ્યા નથી અને સમગ્ર કેસમાં નાસતા ફરે છે. આ સંજોગોમાં કોર્ટે નલિન કોટડિયા વિરૂધ્ધ સીઆરપીસીની કલમ-૮૨ હેઠળ તેમને ભાગેડુ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવે. જેથી તપાસનીશ એજન્સી રાજયમાં કે રાજય બહાર આ સમગ્ર કૌભાંડની તપાસના ભાગરૂપે નલિન કોટડિયાની ધરપકડ માટે અન્ય પોલીસ કે એજન્સીઓની મદદથી સીઆરપીસીની કલમ- ૮૨ અને ૮૩ હેઠળની કાર્યવાહી કરી શકે. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ તરફથી આ કેસમાં ધરપકડ કરાયેલા એડવોકેટ કેતન પટેલના ભાઇ જતીન પટેલ પણ નાસતો ફરતો હોઇ તેની વિરૂધ્ધ પણ સીઆરપીસીની કલમ-૭૦ મુજબનું ધરપકડ વોરંટ જારી કરવા પણ અદાલતને વિનંતી કરી હતી. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની આ દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ જજ પી.જે.તમાકુવાલાએ પોતાનો ઉપરમુજબનો મહત્વપૂર્ણ ચુકાદો આજે ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

દિગ્વિજય લાયન્સ ફાઉ. દ્વારા અદ્યતન સંકુલનું લોકાર્પણ થશે

aapnugujarat

बीमा से सुरक्षित गायों के मृत्यु के केस में मुआवजा : उपभोक्ता विवाद निवारण आयोग का आदेश

aapnugujarat

એમબીબીએસ વિદ્યાર્થીઓ ફીની ચૂકવણી હપ્તે-હપ્તે કરી શકશે : નાયબ મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1