Aapnu Gujarat
ગુજરાત

એમબીબીએસ વિદ્યાર્થીઓ ફીની ચૂકવણી હપ્તે-હપ્તે કરી શકશે : નાયબ મુખ્યમંત્રી

કોરોના વોરિયર્સ એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. તેમની ફી મામલે હપતે હપતે ચુકવવાની વ્યવસ્થા કરી આપી છે.
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને લઈને નીતિન પટેલની મહત્વની જાહેરાત કરી છે. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને પણ રાહત આપવામાં આવી છે. ખાનગી કોલેજના વિદ્યાર્થીઓ ચાર હપતા ભરી શકશે. એક સેમેસ્ટની ફી ચાર હપતામાં ભરી શકાશે જેમાં સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ ચાર હપતામાં ભરી શકશે.
કોરોનાની મહામારીના જંગમાં ખડેપગે રહેનારા એમબીબીએસના મેડિકલ સ્ટુડેન્ટસ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એમબીબીએસના વિદ્યાર્થીઓને ગત ૧૦મી ઓગસ્ટે ૩ લાખ રૂપિયાની ફી ભરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. જે મામલે વિદ્યાર્થીઓએ સરકાર પાસે માંગણી કરી હતી કે, કોરોના વોરિયર્સ માટે આ મામલે છુટ મળવી જોઈએ. ત્રીજા અને ચોથા વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે કોરોના દર્દીઓની ડ્યૂટી કરે છે, કોરોના વોરિયર્સ સતત ફરજ બજાવી રહ્યાં છે, આવા વિદ્યાર્થીઓ પાસે કોલેજો ફી માગી રહી છે.એક તરફ કોરોનાને કારણે નોકરી ધંધા પડી ભાંગ્યા છે, બીજી તરફ ૧૦મી ઓગસ્ટે રૂપિયા ૩ લાખની ફી ભરવાની નોટિસ આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વધી રહી છે. સાથે જ જો નક્કી કરેલી તારીખે ફી નહીં ભરવામાં આવે તો લેટ ફી પણ વસૂલવામાં આવશે આ અંગે સરકારે મહત્વનો નિર્ણય લીધો. રોડ રસ્તા મામલે પણ નીતિન પટેલે કહ્યુ હતુ કે, આ મામલે ઝ્રસ્ રૂપાણી સાથે મહત્વની ચર્ચા થઈ હતી.

Related posts

शहर के लोग ई-वेस्ट के निराकरण में उदासीन दिखे

aapnugujarat

ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધાની હત્યા કરનાર હત્યારો અને તેનો સાગરિત ઝડપાયા

aapnugujarat

ગુજરાતમાં આવતીકાલે બીજા તબક્કા માટે મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1