Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં આવતીકાલે બીજા તબક્કા માટે મતદાન

ગુજરાતવિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ આવતીકાલે ગુરૂવારે મતદાન થશે. મતદાનને લઇને તમામ જગ્યાએ અભૂતપૂર્વ ઉત્સાહ મતદારોમાં દેખાઇ રહ્યો છે. તમામની નજર હવે ૨૧ શહેરી ભાજપ ગઢ પર કેન્દ્રિત થઇ ગઇ છે. આ ૨૧ શહેરી ગઢમાં અમદાવાદ શહેરમાં ૧૬ અને વડોદરા શહેરમાં પાંચ સીટોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની સીટોનો સમાવેશ થાય છે. કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યા બાદ તમામ પાર્ટી ભારે ઉત્તેજનામાં છે. કુલ ૯૩ સીટ પર મતદાન થનાર છે. જેમાં ૨.૨૨ કરોડ મતદારો છે. આ મતદારોમાં ૧.૧૫ કરોડ પુરૂષો અને ૧.૦૭ કરોડ મહિલા મતદારો છે. ૨૫૫૫૮ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. મતદારોની વાત કરવામાં આવે તો ૩૭.૩૭ લાખ મતદારોની વય ૧૮તી ૨૬ વર્ષની વચ્ચેની છે. બાવન પાર્ટીના ઉમેદવારો બીજા તબક્કામાં ભાગ્ય અજમાવી રહ્યા છે. ભાજપે ૯૩ અને કોંગ્રેસે ૯૧ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ લિમખેડા સૌથી નાની સીટ છે. જેમાં ૧.૮૭ લાખ મતદારો છે. આવી જ રીતે ઘાટલોડિયા સૌથી મોટી સીટ છે. જેમાં ૩.૫૨ લાખ મતદારો છે. બીજા તબક્કામાં અનેક મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે. ગઇકાલે મંગળવારના દિવસે સાજે પાંચ વાગે બીજા તબક્કા માટે હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. છેલ્લી ઘડી સુધી મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ પુરતી તાકાત લગાવી હતી. છેલ્લા દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીવરફ્રન્ટ પરથી સી પ્લેન મારફતે ધરોઇ પહોંચીને વિકાસની સાબિતી આપી હતી. જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતા ઓછુ એટલે કે ૬૬.૭૫ ટકા મતદાન થયા બાદ બીજા તબક્કામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૧૯ જિલ્લાની ૯૩ સીટ પર આવતીકાલે બીજા તબક્કામાં મતદાન થનાર છે. પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ દિગ્ગજો મેદાનમાં આવ્યા હતા.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. ગુરુવારના રોજ રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે . આ બેઠકો ઉપર કુલ મળીને ૮૫૧ જેટલા ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમા સીલ થઈ જશે.રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠક માટે પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ પુરુ થયા બાદ હવે બીજા તબકકા માટે ગુરુવારના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવા માટે ચૂંટણીપંચ તરફથી તમામ તૈયારી પુરી કરી લેવામા આવી છે. છેલ્લા કેટલાક સમયથી રાજયના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકો ખાતે રાજકીયપક્ષો દ્વારા કરવામા આવી રહેલા પ્રચાર અને પ્રસાર ઉપર મંગળવાર સાંજે પાંચ કલાકે રોક લાગી ગઇ હતી. રાજયમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહી હોઈ વડાપ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામા આવ્યો હતો.આ સાથે જ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી દ્વારા તેમના પક્ષને ૨૨ વર્ષ બાદ સત્તા મળવાના સંજોગો દેખાતા તેમના દ્વારા પણ કોંગ્રેસ માટે પ્રચાર કરવામા આવ્યો હતો. આ ઉપરાંત પણ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા આ ચૂંટણીમા પ્રચાર કરવામા આવ્યો કે જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો સમાવેશ થતો હતો. ૧૬થી વધુ ઉમેદવારો મેદાનમા છે ત્યાં બે ઈવીએમ આપવામા આવશે. મહેસાણામાં ૩૪ ઉમેદવારો, વટવામાં ૧૬, વિરમગામમા ૨૨, રાધનપુરમાં ૧૭, બાપુનગરમાં ૧૬,ધંધુકામાં ૧૬, ઉમેદવારો મેદાનમા છે. સૌથી વધુ ઉમેદવારો મહેસાણામાં ૩૪ અને સૌથી ઓછા ઉમેદવાર ઝાલોદમાં બે છે. કુલ મળીને ૨૫,૫૭૫ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવશે. કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે. કુલ ૧.૭૪ લાખ પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ બજાવશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શનિવારના દિવસે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના મતદાનના સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવારરીતે પાકા આંકડા ટકાવારી અંગેના જારી કરવામાં આવ્યા હતા જે મુજબ ગુજરાતમાં સૌથી નર્મદામાં સૌથી વધુ ૭૯.૧૫ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. ગુજરાતના જે જિલ્લાઓમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું છે તેમાં મોરબી ૭૩.૧૯, ભરુચમાં ૭૩.૦૧, તાપમાં ૭૮.૫૬, ડાંગમાં ૭૨.૬૪, નવસારીમાં ૭૩.૧૯, વલાસડમાં ૭૨.૬૯ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ટકા મતદાન થયું હતું. કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. બીજા તબક્કાની ચૂંટણીને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.

Related posts

साबरकांठा जिला के क्षेत्रों में टू व्हीलर चोरी के सात गुनाहों का भेद खुल गया

aapnugujarat

તલાટીઓની હડતાળના પગલે પંચાયતોની કામગીરી ઠપ્પ

aapnugujarat

પાલડીમાં શિવ મંદિર તોડવાનો વિવાદ ગંભીર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1