Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુજરાતમાં ભાજપને કોઇ ખતરો નથી : જીત નિશ્ચિત : નીતિશકુમાર

ગુજરાત વિધાનસભાની આગામી માસમાં બે તબક્કામાં ચૂંટણી યોજવા જઇ રહી છે. આ અગાઉ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે, ગુજરાતમાં ભાજપને કોઇ ખતરો નથી. ગુજરાતમાં ભાજપ જ સરકાર બનાવશે. કેમ કે પ્રધાનમંત્રી ગુજરાતના છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગુજરાતને લઇ સોમવારના રોજ યોજવામાં આવેલા લોક સંવાદ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાત એ મૂળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિ છે અને ત્યાના લોકો પોતાના પ્રધાનમંત્રી સિવાય અન્ય કોઇને જોતા નથી. આથી ગુજરાત વિધાનસભાની આગામી માસમાં બે તબક્કામાં યોજાવા જઇ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે અને સરકાર પણ ભાજપની જ બનશે. રાહુલ ગાંધી વિશે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ગુજરાત ચૂંટણી પછી તમે જાતે જ રાહુલ ગાંધીને આ અંગે પુછજો. ફરી એકવખત તેમણે કહ્યું કે, દરેક ચૂંટણીને સેમિફાઇનલ માનવામાં આવે છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાત યોજાનારી વિધાનસભા ચૂંટણી સંદર્ભમાં તેમણે ેકહ્યું કે, દરેક વર્ષે ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજાતી હોય છે. તેને તમે સેમિફાઇનલ તરકે ગણાવી ન શકો. ફરી એક વખત તેમણે તમામ ચૂંટણી એક સાથે કરાવવા પર ભાર મુક્યો હતો. દરમિયાન તેમણે રાજદ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, રાજદ એ લાલૂ પ્રસાદની વ્યક્તિગત સંપત્તિ છે. આ માણસને વિકાસ સાથે કોઇ લેવા દેવા નથી. તેઓ જે શબ્દનો પ્રયોગ કરે છે તે શબ્દનો પ્રયોગ કરી નિમ્નકક્ષાના નિવેદનો ન કરી શકું. તેજસ્વી અંગે તેમણે કહ્યું કે તે હજુ બાળક છે અને અંતે તો મા-બાપનો વારસો જ સંતાનોને ળતો હયો છે. નીતિશકુમારે ભાજપ સાથે ગઠબંધન કર્યા બાદ ગુજરાત સંબંધે આપેલું આ નિવેદન ઘણુ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

દેશમાં રહેવાલાયક સૌથી શ્રેષ્ઠ શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ

editor

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ચોથી વન-ડે મેચ

aapnugujarat

पीएफ योगदान १० प्रतिशत करने का प्रस्ताव खारिज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1