Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નેતાઓ પરિવાર નિયોજનની હિમાયત કરતા શરમાય છે : વૈંક્યા નાયડુ

કેટલાક રાજકીય નેતાઓ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવાથી અચકાઈ રહ્યા છે. એનું કારણ એ છે કે તેમનું માનવું છે કે, જનસંખ્યાના નિયંત્રણથી વોટ ઉપર કન્ટ્રોલ આવશે. આ નિવેદન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા કરાયું છે. ઉલ્લેખનીય છે કે, વેંકૈયાએ જે સમયે આ નિવેદન કર્યું તે સમયે કેન્દ્રીમંત્રી જેપી નડ્ડા પણ હાજર હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે ઇન્ડિયા સ્ટેટ લેવલ ડીસીસ બર્ડન રિપોર્ટ જારી કરવા અંગેના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યા તેમણે કહ્યું કે, આ દેશના નેતાઓ પરિવાર નિયોજનમાં સહયોગ આપવાથ શરમ અનુભવે છે. કેમ કે તેઓ માને છે કે, જનસંખ્યા ઘટવાથી વોટ પણ ઘટી જશે. ઉપરાષ્ટ્રપતિએ જે સમયે આ નિવેદન કર્યું તે સમયે કેન્દ્રીય આરોગ્યમંત્ર જેપી નડ્ડા ત્યાં હાજર હતા અને તે આ ઉપરાષ્ટ્રપતિની ટિપ્પણી સાંભળી અવાચક બની ગયા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે બિમારી પર નિયંત્રણ મેળવવા માટે લોકોને શિક્ષિત કરવાની જરૂર છે. વધુ સારા સ્વાસ્થ્ય માટે જીવન શૈલી બદલવી જોઇએ. સૌથી મહત્વનું બાળકો છે. આજના બાળકો ટેલિવિઝન, સિનેમા અને સોશિયલ મિડિયાથી વળગેલા રહે છે. નાયડુએ કહ્યું હતું કે, ડોક્ટરોએ રોગીઓની સારવાર દરમિયાન માંનવીય અભિગમ અપનાવવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, હાઈટેક તપાસ સમયે શારીરિક તપાસ એ ખુબ મોટી ભૂમિકા છે. સંબોધન પહેલા ઉપરાષ્ટ્રપતિ ને ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્ર મંત્રી તરીકે પણ બતાવામાં આવ્યા હતા જેને લઇનેનાયડુએ ટિપ્પણી કરતા કહ્યું કે, હવે તો રાજનીતિથી રિટાયર્ડ થઇ ગયા છે. તેમને ભાજપ સાથે કોઇ લેવા દેવા નથ. માત્ર જેપી સાથે છે. તેમનો ઇશારો આરોગ્ય મંત્રી જેપી નડ્ડા તરફ હતો. ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂંક બાદ વેંકૈયા નાયડુ દ્વારા આપવામાં આવેલા આ પ્રકારના પહેલા નિવેદનથી હાજર સૌ ચોંકી ઉઠ્યા હતા.

Related posts

બિહારની ૩૯ સીટો પર ઉમેદવાર જાહેર : શત્રુઘ્ન સિંહાની પટણા સાહિબ સીટ ઉપર રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારવાનો નિર્ણય

aapnugujarat

કુમારસ્વામીની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ

aapnugujarat

निर्भया के दोषियों को 3 मार्च को फांसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1