Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ચોથી વન-ડે મેચ

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીન ચોથી મેચ આવતીકાલે હેમિલ્ટન ખાતે રમાનાર છે. ભારતીય ટીમે શ્રેણી જીતી લીધી હોવા છતાં જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. બીજી બાજુ બાકીની બે મેચોમાં જીત મેળવી પ્રતિષ્ઠા બચાવવા માટે ન્યુઝીલેન્ડની ટીમ પ્રયાસ કરશે. ન્યુઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે જેના ભાગરુપે જેમ્સ નિશામનો અને ટોડ એસ્ટલેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓ હવે બાકીની બંને વનડે મેચો માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. નિશામનો ડક બ્રેસવેલની જગ્યાએ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે એસ્ટલેનો સોઢીની જગ્યાએ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે ત્રીજી વનડે મેચમાં પણ ભારતે ન્યુઝીલેન્ડ ઉપર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે પાંચ વનડે મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. ભારતની ન્યુઝીલેન્ડ ઉપર હેટ્રિક જીત થઇ હતી. માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. શ્રેણીની ચોથી વનડે મેચ આવતીકાલે ૩૧મી જાન્યુઆરી અને પાંચમી વનડે મેચ ત્રીજી ફેબ્રુઆરીના દિવસે રમાશે. આ બંને મેચોના પરિણામની હવે શ્રેણી ઉપર કોઇ અસર થશે નહીં. સતત ત્રીજી મેચ જીતીને ભારતે ઉલ્લેખનીય સફળતા મેળવી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડે શ્રેણી જીતી હતી. ૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી છે. ગુપ્ટિલ, રોષ ટેલર જેવા બેટ્‌સમેનોથી ભારતને સાવધાન રહેવાની જરૂર રહેશે. મેચનુ પ્રસારણ આવતીકાલે સવારે સાત વાગ્યાથી કરાશે

Related posts

टी20 क्रिकेट में 27वीं बार जीरो पर आउट हुए अफरीदी

editor

समझौता एक्सप्रेस 76 भारतीय और 41 पाक नागरिकों को लेकर दिल्ली पहुंची

aapnugujarat

મનમોહનસિંહ માટે વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલ ટિપ્પણી મામલે સદનમાં ભારે હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1