Aapnu Gujarat
બ્લોગ

વિવિધ ક્ષેત્રોની બજેટ તરફની આશા અપેક્ષા

એનડીએ સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં તેના અંતિમ બજેટ રજૂ કરવા તૈયાર છે. નાણામંત્રાલયે ૨૧ મી જાન્યુઆરીએ પરંપરાગત ‘હલવા સમારોહ’ નું આયોજન કર્યું હતું અને સાથે સાથે બજેટ દસ્તાવેજોની છાપવાનું શરૂ કર્યું હતું. ચાલો અમે તમને જણાવી દઈએ કે ૧ ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં નાણામંત્રીના ખજાનામાંથી શું બહાર આવી શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. આ બજેટમાં કૃષિ મંત્રાલયને રૂ. ૨ લાખ કરોડ મળી શકે છે. તેમના વક્તવ્યમાં નાણામંત્રી અરુણ જેટલીએ સંકેત આપ્યો હતો કે સરકાર કૃષિમાં ફેલાયેલી કટોકટીને ઉકેલવા માટે વિચારી રહી છે.
સરકાર આ વિશે જાહેરાતની રાહ જોઈ રહી છે.મોદી સરકાર ખાદ્ય સબસિડીમાં વધારો કરીને ૧.૮૦ લાખ કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બજેટની માંગ ખાદ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી અને નાણામંત્રી તેને ૨૦ ટકા સુધી વધારી શકે છે. ઇન્ટરિમ બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકાય છે.આવકવેરામાંથી મુક્તિઃ મર્યાદામાં થશે વધારો સરકાર સંબંધિત કેટલાક સ્રોતોએ જણાવ્યું હતું કે, સરકાર આવકવેરાના મુક્તિની મર્યાદામાં વધારો કરવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવકવેરાના મુક્તિ માટે હાલના ૨.૫ લાખની મર્યાદાને વધારીને આ બજેટમાં ૫ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. પરંતુ હજી આ વિશે કોઈ પુષ્ટિ થઇ નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુનિવર્સલ બેઝિક ઈન્કમનું વચન આપ્યા પછી બજેટમાં આ પ્રકારની સ્કીમની શક્યતા પ્રબળ બની છે. અગાઉ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોની લોન માફ કરશે. આ જ દિશામાં તેમણે લોકરંજક ચૂંટણી વાયદાના ભાગરૂપે યુનિવર્સલ બેઝિક સ્કીમનો ઉમેરો કર્યો છે.મળતા અહેવાલો પ્રમાણે મોદી સરકાર આ પ્રકારની સ્કીમ લાવવા વિચારી રહી છે. રેટિંગ એજન્સી ઇકરાની ધારણા પ્રમાણે વચગાળાના બજેટમાં ગરીબો માટે લઘુતમ આવકની યોજના જાહેર થવાની શક્યતા છે. તેને લીધે કેન્દ્ર સરકારની તિજોરી પર ઓછામાં ઓછો વાર્ષિક ૧.૫ ટ્રિલયન અથવા જીડીપીના ૦.૭ ટકા જેટલો બોજ પડશે. તે કૃષિ લોન માફી કરતાં ઓછો છે.
એજન્સીને આગામી બજેટમાં આવા પગલાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિક એડ્‌વાઇઝર અરવિંદ સુબ્રમણિયને ૨૦૧૬-’૧૭ના ઇકોનોમિક સરવેમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમનો પ્રસ્તાવ મૂક્યો હતો.તેમણે નાગરિકોને આવી સ્કીમ દ્વારા ગેરંટેડ સામાજિક સુરક્ષા આપવાનું સૂચન કર્યું હતું. તેમણે દેશના તમામ લોકો માટે એક નિશ્ચિત લઘુતમ જીવનધોરણ નક્કી કરવા યુનિવર્સલ બેઝિક ઈન્કમની રકમ નાગરિકોના બેંક ખાતામાં જમા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુબ્રમણીયને યુનિવર્સલ બેઝિક ઈન્કમનું નવું વર્ઝન રજૂ કર્યું હતું જેમાં ગ્રામીણ વિસ્તારો, કૃષિ ક્ષેત્રની સમસ્યા દૂર કરવાના અસરકારક વિકલ્પ તરીકે ૬૦-૮૦ ટકા ગ્રામીણ ગરીબોને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરની હિમાયત કરી હતી.
ઇકરાના જણાવ્યા અનુસાર “કેન્દ્ર સરકાર કૃષિ લોન માફી કરતાં ઈન્કમ સપોર્ટ સ્કીમ અમલી બનાવે એ વધુ સારો વિકલ્પ છે. સરકાર ૨૦૧૯-’૨૦નું ‘વોટ ઓન એકાઉન્ટ’ રજૂ કરતી વખતે તેલંગણાની રાયથુ બંધુ સ્કીમ જેવું રાહત પેકેજ જાહેર કરશે.” ઇકરાના જણાવ્યા અનુસાર આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારોના બજેટમાં ખેડૂતોની સમસ્યા હળવી કરવાનાં પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.વચગાળાના બજેટમાં સીમાંત અને નાના ખેડૂતોને એકર દીઠ વાર્ષિક ૮,૦૦૦ની આવક સહાય આપવામાં આવે તો સીમાંત અને નાના ખેડૂતને અનુક્રમે સરેરાશ વાર્ષિક ૭,૫૧૫ અને ૨૭,૯૪૨ મળશે. ઇકોનોમિક સરવે ૨૦૧૬-’૧૭માં ગરીબો માટે પ્રસ્તાવિત યુનિવર્સિલ બેઝિક ઈન્કમ સ્કીમ હેઠળની રકમ કરતાં આ આંકડો ઘણો ઓછો છે. ઇન્કમ સપોર્ટને કારણે કેન્દ્ર સરકાર પર ૧૪.૬૮ ટ્રિલિયન અથવા જીડીપીના ૦.૭ ટકા બોજ પડશે. તેનો અમલ કેન્દ્ર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ તરીકે કરવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખર્ચ વહેંચાશે. જેમાં કેન્દ્ર સરકારે જીડીપીના ૦.૪૩ ટકા અને રાજ્યોએ જીડીપીના ૦.૨૭ ટકા ખર્ચ કરવાનો રહેશે. ઇકરાના જણાવ્યા અનુસાર આ સરળ વિકલ્પ નથી. કારણ કે તેના લીધે રાજ્યોની નાણાકીય સ્થિતિ પર બોજ પડશે. ઉપરાંત, તેને કેન્દ્ર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ તરીકે અમલી બનાવાય તો આંધ્ર, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગણા અને ઉત્તરપ્રદેશ દબાણ હેઠળ આવશે. કારણ કે આ રાજ્યોએ કૃષિ લોન માફી જાહેર કરી દીધી છે. જોકે, બેઝિક ઇન્કમ સ્કીમ લાવવામાં આવે તો સરકાર ક્રમશઃ સબસિડી ઓછી કરી નાખશે. કારણ કે બંને પ્રકારની રાહતોથી સરકારી તિજોરી પર મોટો બોજ પડી શકે તેમ છે. હાલમાં સરકાર ખેડૂતોને ખાતર, વીજળી પર સબસિડી આપવા ઉપરાંત લઘુતમ ટેકાના ભાવ, કૃષિ પાક વીમા યોજના જેવા લાભ પણ આપે છે.વેપારીઓ માટે વીમા યોજના ઉપરાંત, જીએસટી હેઠળ રજિસ્ટર્ડ બિઝનેસમેન માટે વીમા યોજના લાવવામાં પણ સરકાર કામ કરી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, વડાપ્રધાન મોદી સસ્તી લોન અને લાખો નાના વેપારીઓ માટે મફત અકસ્માત વીમા કવરેજ ઓફર કરવાનું વિચારી રહી છે. જો કે, હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી કે આ યોજના ઇન્ટરિમ બજેટમાં કે તેના પછી જાહેર કરવામાં આવશે. ૨૦૧૯ ના બજેટમાં સરકાર કોર્પોરેટ ટેક્સ વિશે પણ જાહેરાત કરી શકે છે.કરદાતાઓ બજેટમાં ટેક્સમાં મોટી રાહત ઈચ્છે છે પરંતુ સરકાર તેનો બોજ ઉઠાવવાની સ્થિતિમાં નથી. ગત સાડા ચાર વર્ષમાં સરકારી ખજાનાની સ્થિતિ ખરાબ થઈ છે. કેન્દ્ર પર કુલ ઋણ ૪૯ ટકા વધીને ૮૨,૦૩,૨૫૩ કરોડ રૂપિયા થઈ ગયું છે. ટેક્સ ઈન્સેન્ટિવના કારણે સરકારની આવક પણ અપેક્ષિત રીતે વધી નથી. બજેટ અંદાજ અનુસાર, ટોપ-૧૦ ટેક્સ ઈન્સેન્ટિવથી સરકારને ૭૫,૨૫૨ કરોડ રૂપિયાની રેવન્યુનું નુકસાન થશે. અનેક કરદાતા ઈચ્છે છે કે કલમ – ૮૦ સી અંતર્ગત ટેક્સ છૂટની મર્યાદામાં ૫૦,૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવે. આનાથી ૩૦ ટકા ટેક્સ સ્લેબ એટલે કે વર્ષે ૧૦ લાખથી વધુ આવક વાળા લોકો ૧૫,૦૦૦ રૂપિયા બચાવી શકશે. આપણે જોઈએ કે તેની સરકારી ખજાના પર શું અસર થશે. જો ૧ કરોડ લોકો પણ આ ટેક્સ રાહત મેળવે તો ૫૦ હજાર કરોડ રૂપિયા ટેક્સના વ્યાપમાંથી બહાર જશે. આનાથી ૧૫,૦૦૦ કરોડની આવકનું નુકસાન થશે.પાંચ વર્ષ અગાઉ ૨૦૧૩-૧૪માં કલમ – ૮૦ સીના ડિડક્શનના કારણે ૨૫,૪૯૧ કરોડની રેવન્યુનું નુકસાન થયું હતું, જે ૨૦૧૪માં લિમિટ ૫૦ હજાર રૂપિયા વધારાયા પછી તેમાં વધારો થયો હતો. આ વર્ષે આ કારણથી આવકમાં નુકસાન ૫૮,૯૩૩ કરોડ રૂપિયા રહેવાની અપેક્ષા છે, જે પાંચ વર્ષમાં ૧૩૦ ટકાનો વધારો છે. ૨૦૧૬માં સરકારે ટેક્સ સેવિંગ લિમિટમાં ૫૦,૦૦૦ રૂપિયાનો વધારો કર્યો હતો. એ વર્ષે ૮૦ સીસીડી ૯૧બી) અંતર્ગત એનપીએસ કન્ટ્રીબ્યુશન્સ પર ટેક્સની છૂટ આપી દીધી હતી. આથી ઓવરઓલ સેવિંગ લિમિટ અત્યારે ૨ લાખ રૂપિયા છે. જનરલ ટેક્સપેયર્સ માટે બેઝિક ટેક્સ છૂટને વધારીને ૩ લાખ રૂપિયા કરવાની પણ માગ થઈ રહી છે. જો એવું થશે તો સિનિયર સિટિઝન માટે પણ મર્યાદા વધારીને ઓછામાં ઓછી ૩.૫ લાખ કરવાની રહેશે. એક રીતે ૨.૭ કરોડ લોકો માટે અગાઉથી જ બેઝિક ટેક્સ એક્ઝેમ્પ્શન લિમિટ ૩ લાખ રૂપિયા છે.વાસ્તવમાં, ૩.૫ લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને સેક્શન ૮૭એ અંતર્ગત ૨૫૦૦ રૂપિયાની છૂટ મળે છે. રિટર્ન ફાઈલ કરનારા ૫.૭ કરોડ લોકોમાંથી ૧.૫ કરોડની આવક ૩.૫ લાખ રૂપિયાથી વધુ છે. જો તેમના માટે ટેક્સ છૂટ લિમિટમાં ૫૦ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે છે તો ૭૫,૦૦૦ કરોડ રૂપિયા ટેક્સના વ્યાપમાંથી બહાર થઈ જશે. તેનાથી કેન્દ્રને ૩,૭૫૦ કરોડની રેવન્યુનું નુકસાન થશે. સિનિયર સિટિઝનની મર્યાદા વધારવાથી અને અન્ય કારણોથી વધુ ૪૫૦૦ કરોડની આવકનું નુકસાન થઈ શકે છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે ડિવિડન્ડ પર ટેક્સ બંધ થવો જોઈએ. તેમના કહેવા પ્રમાણે, કંપનીઓ પણ આના પર ટેક્સ ચૂકવે છે. આથી ટેક્સપેયર પાસેથી ડિવિડન્ડ પર ટેક્સ લેવાવો ન જોઈએ. ૨૦૧૬-૧૭માં ડિવિડન્ડથી સરકારને ૪૩,૪૧૦ કરોડનો ટેક્સ મળ્યો હતો. તેમાંથી ૪૧,૪૧૭ કરોડ કંપની ડિવિડન્ડ અને માત્ર ૧૯૯૩ કરોડ મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડથી આવ્યા હતા. આ વર્ષે મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડથી વધુ ટેક્સ મળવાની આશા છે. ફાઇનાન્શિયલ સર્વિસીઝ વિભાગ દ્વારા ત્રણ વીમા કંપનીઓ – નેશનલ ઇન્શ્યોરન્સ કંપની, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીમાં ફંડ ઇન્ફ્યુઝન માટે અંદાજપત્રમાં રૂપિયા ૪,૦૦૦ કરોડની માંગણી કરવામાં આવી છે.બજેટમાં ફાળવવામાં આવેલા નાણા પ્રાપ્ત થયા બાદ દરેક કંપનીને નાણાની ફાળવણી કરવામાં આવશે.તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. આ નાણાકીય મૂડીની જરૂર તેમના નાણાકીય સ્વાસ્થ્યને મજબૂતી આપવા માટે છે. સરકારી માલિકીની કંપનીઓ સહિતની ઘણી સામાન્ય વીમા કંપનીઓની નફાકારકતા અંડરરાઇટિંગ ખોટ અને ઉચ્ચ દાવાઓના કારણે દબાણ હેઠળ છે.નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, આ ત્રણેય કંપનીઓને ભેગી કરીને એક વીમા કંપની બનાવવામાં આવે. આ વિલયને સંભવતઃ ચાલુ નાણાકિય વર્ષમાં પૂરુ કરી દેવામાં આવે. ત્રણેય કંપનીઓની પાસે ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી સાધારણ વીમા બજારની ૩૫ ટકા ભાગીદારી હતી. તેની સાથે ૨૦૦થી વધુ વીમા ઉત્પાદનો છે જેનું કુલ પ્રીમિયમ ૪૧,૪૬૧ કરોડ રૂપિયા રહ્યું હતું. વિવિધ બ્રોકરેજ કંપનીઓને અપેક્ષા છે કે, સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધનો ટાર્ગેટ ચૂકી જશે, જેને ૩.૩ ટકા રાખવામાં આવ્યો હતો. કેટલાક બ્રોકરેજિસ કહે છે કે, આ ટાર્ગેટ ૦.૨ ટકા સરકીને ૩.૫ ટકા થશે જ્યારે કેટલાક માને છે કે, તેના કારણે બજારમાં ખાસ નેગેટિવ રિએક્શન નહીં આવે. સામાન્ય ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા બજેટમાં ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ બંને પર ફોકસ કરવામાં આવશે. વચગાળાનું આ બજેટ વોટ એકાઉન્ટ કરતાં કંઈક વિશેષ હશે કારણ કે એનડીએ બીજી ટર્મ માટે સરકાર બનાવવા પુરજોશનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ પ્રણવ મુખરજી અને પી ચિદમ્બરમ્‌ જેવા ભૂતપૂર્વ નાણામંત્રીઓએ વચગાળાના બજેટમાં જ સ્ટિમ્યુલસ પેકેજના ભાગરૂપે કર પગલાં દાખલ કરતાં ખચકાયા ન હતા.મોદી સરકારના આ છઠ્ઠા બજેટમાં મધ્યમવર્ગ માટે કરરાહતો અને ગ્રામ્ય સ્તરે કૃષિ સહિતની સમસ્યાઓ દૂર કરવા જાહેરાતની સંભાવના છે. અગાઉ પણ નાણામંત્રીઓએ વચગાળાના બજેટમાં રાહત આપી હતી. ૨૦૦૯-’૧૦ના બજેટમાં પ્રણવ મુખરજીએ વૈશ્વિક નરમાઈથી અસરગ્રસ્ત અર્થતંત્રને વેગ આપવા સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટીમાં બે ટકાની રાહત જાહેર કરી હતી. પી ચિદમ્બરમે ૨૦૧૪-’૧૫ના વચગાળાના બજેટમાં ઓટોમોબાઇલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. જોકે બંને મંત્રીઓએ ડાયરેક્ટ ટેક્સ પ્રણાલીમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસ એ મહામાયા છે : દેશહિતોની સુરક્ષા

aapnugujarat

evening tweet….

aapnugujarat

મોદી માટે મોરચો મુશ્કેલ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1