Aapnu Gujarat
બ્લોગ

મોદી માટે મોરચો મુશ્કેલ રહેશે

ચૂંટણી આયોગે રવિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. સાત ચરણોમાં થનારી આ ચૂંટણી દરમિયાન આખા દેશની નજરો ઘણી હાઇપ્રોફાઇલ સીટો પર રહેશે. વારાણસીમાં મતદાન છેલ્લા ચરણમાં ૧૯ મેનાં રોજ થશે. આ સીટનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (અમેઠી) અને સોનિયા ગાંધી (રાયબરેલી) સહિત ઘણાં અન્ય વીવીઆઈપી સીટો પર છ મેનાં રોજ વોટિંગ કરશે.લખનઉમાં પણ છ મનાં રોજ મતદાન થશે. જ્યાંથી ૨૦૧૪માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ચૂંટાયા હતાં. આવી જ રીતે હાજીપુર લોકસભા સીટ માટે મતદાન છ મેનાં થશે. જેનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન કરે છે.વડોદરા અને પુરીમાં મતદાન ૨૩ એપ્રલનાં થશે. ગત લોકસભા ચૂંટણીમાં મોદી વારાણસી ઉપરાંત વડોદરાથી પણ ચૂંટાયા હતાં. ચર્ચા એવી પણ ચાલે છે કે આ વખતે પુરી બીજી સીટ હશે જ્યાંથી વડાપ્રધાન ચૂંટણી લડી શકે છે. જો કે બીજેપી તરફથી આ અંગે કોઇ નિવેદન આવ્યું નથી.મૈનપુરીમાં પણ મતદાન ૨૩ એપ્રિલનાં રોજ થશે. અહીં ૨૦૧૪માં સમાજવાદી પાર્ટીનાં સંસ્થાપક મુલાયમસિંહ યાદવ ચૂંટાયા હતાં. આઝમગઢ સીટ જેમાં મુલાયમે બરકરાર રાખી હતી. જ્યાં ૧૨ મેનાં રોજ સંપન્ન થશે. કન્નોઝમાં મતદાન ૨૯ એપ્રિલનાં થશે. જ્યાંથી મુલાયમની વહૂ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ ૨૦૧૪માં સાંસદ બની હતી.બીજેપીની નેતા ઉમા ભારતીની સંસદીય સીટ ઝાંસી અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સંસદીય સીટ કાનપુરમાં મતદાન ૨૯ એપ્રિલનાં થશે. જ્યારે વિદિશા જ્યાંથી ૨૦૧૪માં કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ ચૂંટાયા હતાં ત્યાં ૧૨ માર્ચનાં રોજ ચૂંટણી કરાવવામાં આવશે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની ગુણા સીટ માટે પણ મતદાન ૧૨ મેનાં રોજ થશે.જ્યારે અમૃતસરમાં મતદાન ૧૯ મેનાં રોજ થશે. જ્યાંથી અરૂણ જેટલી ૨૦૧૪માં લોકસભા ચૂંટણી હારી ગયા હતાં. એક મહિનાથી વધારે ચાલનારા ચૂંટણીનાં કાર્યક્રમમાં પહેલા ચરણનું મતદાન ૧૧ એપ્રિલનાં રોજ, જ્યારે છેલ્લું અને સાતમા ચરણનું મતદાન ૧૯ મેનાં રોજ થશે. મતગણના ૨૩ મેનાં રોજ થશે.આગામી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૧મી એપ્રિલના રોજ થશે, જ્યારે ૨૩મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ હવે કોની સરકાર બનશે તેને લઈને કયાસ લગાવવાના શરૂ થઈ ગયા છે. અમુક નિષ્ણતાનું કહેવું છે કે ફરીથી મોદી સરકાર બનશે. જોકે, બીજેપી માટે આ પડકાર સરળ નહીં હોય.
વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં બીજેપીને ધમાકેદાર જીત મળી હતી. આ જીત બાદ બીજેપીને વિધાસભાની ચૂંટણીઓમાં પણ સતત જીત મળતી આવી છે. એક પછી એક રાજ્યમાં બીજેપીની સરકાર બનતી ગઈ હતી. વર્ષ ૨૦૧૭ સુધી ૧૯ રાજ્યમાં બીજેપીએ સરકાર બનાવી લીધી હતી. પરંતુ છેલ્લા બે વર્ષમાં આ તસવીર થોડી બગડી હતી. બીજેપીએ અમુક રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ ૧૫ રાજ્યમાં બીજેપીની સરકાર છે. અમુક રાજ્યમાં ગઠબંધન વાળી સરકાર છે, તો અમુક રાજ્યમાં બીજેપી એકલાની સરકાર છે. વર્ષ ૨૦૧૪માં ફક્ત સાત રાજ્યમાં બીજેપીની સરકાર હતી.અહીં સરપ્રદ વાત એ પણ છે કે હાલ ૧૫ રાજ્યમાં બીજેપીની સરકાર છે, પરંતુ ફક્ત પાંચ જ રાજ્યમાં બીજેપીએ પોતાના દમ પર સરકાર બનાવી છે. બાકીના ૧૦ રાજ્યમાં બીજેપીએ અન્ય પક્ષના સહકારથી સરકાર બનાવી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસની દેશના ચાર રાજ્યમાં પોતાના દમ પર સરકાર છે.વર્ષ ૨૦૧૪ની ચૂંટણી પહેલા દેશના ૧૪ રાજ્યમાં પોતાના દમ પર અથવા ગઠબંધન વાળી કોંગ્રેસની સરકાર હતી. હાલ આ સંખ્યા ઘટીને છ થઈ ગઈ છે. ગત વર્ષ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત બાદ કોંગ્રેસને નવી તાકાત મળી છે.હાલ જે છ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં લોકસભાની ૧૦૭ બેઠક આવે છે જેમાંથી પંજાબમાં ૧૩, રાજસ્થાનમાં ૨૫, મધ્ય પ્રદેશમાં ૨૯, છત્તીસગઢમાં ૧૧, કર્ણાટકમાં ૨૮ અને પુડ્ડુચેરીમાં ૧ બેઠક સામેલ છે. પરંતુ જ્યારે બીજેપી/એનડીએની સરકાર છે ત્યાં કુલ ૨૫૨ લોકસભા સાંસદ છે.
જોકે, આ ઉપરાંત અનેક એવા ફેક્ટર પણ છે જે બીજેપી કે કોંગ્રેસની હાર અને જીત નક્કી કરે છે.ગત વર્ષે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીગસઢ, તેલંગાણા અને મિઝોરમની યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જોરદાર વાપસી થઈ હતી. કોંગ્રેસે પાંચમાંથી ત્રણ રાજ્યમાં જીત મેળવી હતી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસે બીજેપી પાસેથી સત્તા છીનવી લીધી હતી. આ ત્રણ રાજ્યમાં કુલ ૬૫ લોકસભા બેઠક છે.વર્ષ ૨૦૧૮માં બીજેપીએ પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના ગઢ ગોરખપુર અને ફુલપુરમાં બીજેપીને હાર મળી હતી.આ વખતે ઉત્તર પ્રદેશમાં બીજેપી માટે મોટો પડકાર છે. આ વખતે યુપીમાં એસપી અને બીએસપીએ ગઠબંધન કરી લીધું છે. વર્ષ ૨૦૧૪માં ૪૧ બેઠક પર એસપી અને બીએસપીનો વોટ શેર બીજેપીથી ખૂબ વધારે હતો. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠક છે.આંધ્ર પ્રદેશના વિભાજન બાદ તસવીર બદલાઈ ગઈ છે. અહીં બીજેપી ટીડીપી સાથે મળીને ચૂંટણી લડી હતી. હવે ટીડીપીના ચંદ્રબાબૂ નાયડૂએ બીજેપી સાથે ગઠબંધનનો ઈન્કાર કરી દીધો છે.જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને બીજેપીએ ગંઠબંધનની સરકાર બનાવી હતી. જોકે, સાડા ત્રણ વર્ષ બાદ બીજેપીએ સમર્થન પરત ખેંચી લીધું હતું. જમ્મુ-કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે. ગત ચૂંટણીમાં બીજેપીને અહીં ત્રણ બેઠક પર જીત મળી હતી. આ વખતે બીજેપીને અહીં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ તરફથી જોરદાર ટક્કર મળી શકે છે.પંજાબ (૧૩ બેઠક)માં ૨૦૧૭ સુધી બીજેપીએ ગઠબંધનની સરકાર ચલાવી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ તસવીર બદલાઈ ગઈ હતી.બિહારમાં બે વર્ષ દરમિયાન રાજકીય તસવીર બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૧૪માં નીતિશ કુમાર એનડીએમાં ન હતા. પરંતુ ૨૦૧૭માં નીતિશ કુમારે લાલૂ પ્રસાદની પાર્ટી સાથે છેડો ફાડી લીધો હતો. હવે નીતિશ કુમાર મોદી સાથે છે. આનો ફાયદો બીજેપીને મળી શકે છે.વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધી કુલ ૩૦ લોકસભાની ચૂંટણી પર પેટાચૂંટણી થઈ છે. જેમાંથી બીજેપીએ ૧૫માંથી છ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીને કોઈ નવી સીટ મળી ન હતી પરંતુ ૯ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે પોતાની બેઠક એકમાંથી વધારીને છ કરી લીધી હતી. પેટા ચૂંટણીમાં ૧૮ બેઠક પર સ્થાનિક પાર્ટીઓનો વિજય થયો હતો.ઉત્તર-પૂર્વના રાજ્યમાં બીજેપીની સ્થિતિ ખૂબ સારી છે. કહેવામાં આવી રહ્યું છે કે હિન્દી પ્રદેશોમાં જે નુક્સાન થશે તે અહીંથી સરભર થઈ જશે. આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મણીપુરમાં બીજેપીની સરકાર છે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડરમાં બીજેપી ગઠબંધન સરકારમાં સામેલ છે.ઈલેક્શનની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. ૭ ચરણોમાં થનારા ઈલેક્શનના પરિણામ ૨૩ મેના રોજ સામે આવશે. પરંતુ તે પહેલા પ્રી પોલ સરવેમાં દાવો કરવામાં આવ્યો છે કે, એનડીએ બહુમતના આંકડાથી થોડુ પાછળ રહી શકે છે. યુપીએ તમામ પ્રયાસો બાદ પણ ૧૪૧ સુધી પહોંચી શકશે. સી-વોટર-આઈએએનએસના મત સરવેમાં એનડીએને ૨૬૪ સીટ મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જે સરકાર બનાવવા માટે આવશ્યક ૨૭૨ સીટના આંકડાથી ૮ ઓછી છે.લોકસભા ઈલેક્શનમાં મુખ્ય સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા રાજગ અને રાહુલ ગાંધીના નેતૃત્વત્વવાળા સંપ્રગની વચ્ચે છે, પરંતુ આગામી સરકારના ગઠનમાં બિનભાજપા અને બિનકોંગ્રેસ ક્ષેત્રીય દળોનું ગઠબંધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એનડીએમાં જનતા દળ યુનાઈટેડ અને લોક જનશક્તિ પાર્ટી (લોજપા) બિહારમાં ૨૦ સીટ જીતી શકે છે. જ્યારે ૧૪ સીટની સાથે શિવસેના એક બીજો મજબૂત પક્ષ બનીને આવી શકે છે. મોદી સરકારની સૌથી મોટી આલોચક શિવસેના ૪ સીટ ગુમાવી પણ શકે છે. એનડીએને આગામી ઈલેક્શનમાં ૩૦૦નો આંકડો પાર કરવા માટે દક્ષિણના રાજ્યોમાંથી નવા સાથીદાર બનાવવા પડશે. અનુમાન વ્યક્ત કરાયું છે કે, આંધ્રપ્રદેશમાં જગન રેડ્ડીની વાયએસઆરસીપી, કેસીઆરની ટીઆરએસ અને ઓડિશામાં બીજેડી ૩૬ સીટ જીતી શકે છે. તેમાં વાયએસઆરસીપીને આંધ્રપ્રદેશમાં ૧૧ સીટ મળી શકે છે, બીજદને ઓડિશામાં ૯ અને ટીઆરએસ તેલંગાનામાં ૧૭માંથી ૧૬ સીટ જીતી શકે છે. આ ત્રણ પાર્ટીઓના સમર્થનથી રાજગ ન માત્ર બહુમત મેળવી શકશે, પરંતુ લોકસભામાં ૩૦૦નો આંકડો પાર કરી શકે છે. ઈલેક્શન પૂર્ણ સર્વેક્ષણમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનથી દૂર થયા બાદ સંપ્રગની નજર ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન પર અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પર ટકેલી છે. જેને કારણે તે પોતાના ખાતામાં કેટલીક સીટ લાવી શકે છે.સી-વોટર-આઈએએનએસ સરવેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશમા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મહાગઠબંધનને ૪૭ સીટ મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ૩૪ સીટ પર જીત યથાવત રાખશે. સંપ્રગને ૧૪૧ સીટ મળવાનું અનુમાન લગાવાયું છે. જેમાં કોંગ્રેસની ૮૬ અને સહયોગી દળોની ૫૫ સીટ સામેલ છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અસમ (ઓલ ઈન્ડિયા યુનાઈડેટ ડેમોક્રેટિક ફ્રન્ટની સાથે) અને કેરળ (વામ મોરચાની સાથે) માં જો ઈલેક્શન બાદ ગઠબંધન થાય છે, તો સંપ્રગની કુલ સીટ ૨૨૬ થઈ શકે છે.
તેના બાદ પણ આ બહુમતના જાદુઈ આંકડો ૨૭૨થી પાછળ રહેશે. પંરતુ ૨૦૧૪ની સરખામણીમાં મજબૂત વિપક્ષ બનીને ઉભરશે.સંપ્રગની અંદર તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકેઃ ૩૦ સીટ જીતી શકે છે. સંપ્રગમાં સામેલ બાકી તમામ પાર્ટીઓ હાશિયામાં ધકેલાઈ જશે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાંકાપા) ૬ સીટ જીતી શકે છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ૪ અને ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચો (ઝામુમો) ૫ સીટ જીતી શકે છે.

Related posts

કરણજીત કૌર : ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લીઓની

aapnugujarat

ભાજપને પછાડવા એસપી અને બીએસપીએ હાથ મિલાવ્યાં

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1