Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ મ્યુનિ.વહીવટી તંત્ર દ્વારા કુલ ૧.૯૧ કરોડના ખર્ચથી ૫૦૦ નંગ કોમ્પ્યુટર લેવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો માટે રૂપિયા ૧.૯૧ કરોડથી પણ વધુની રકમથી ૫૦૦ નંગ કોમ્પ્યુટર ખરીદ કરવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમા મંજુર કરવામા આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર,મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ વિભાગ તરફથી જુદા-જુદા વિભાગો માટે કોમ્પ્યુટરોની ખરીદી કરવા માટે ટેન્ડર બહાર પાડવામા આવ્યા હતા આ ટેન્ડર મેળવવા ત્રણ બીડરો દ્વારા તેમની ઓફર રજુ કરવામા આવી હતી આ બીડરો પૈકી લોએસ્ટ વન તરીકે ડેટાટેક કોમ્પ્યુટર પ્રા.લિમિટેડ આવતા તેની પાસેથી ૫૦૦ નંગ કોમ્પ્યુટરોની ખરીદી કરવા સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી માગતી દરખાસ્ત રજુ કરવામા આવી હતી.આ કંપની પાસેથી એએમડી,એ-૧૦ સિસ્ટમના ૧૦૦ નંગ કોમ્પ્યુટરોની ખરીદી કરવામા આવશે.પ્રતિનંગ રૂપિયા ૩૫,૯૯૦ ચુકવવામા આવશે આ સાથે જ કંપનીને ત્રણ વર્ષનો વોરંટી પિરીયડ આપવો પડશે.આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન કંપનીને બે વર્ષના મેઈન્ટેનન્સ પેટે રૂપિયા ૧,૩૯૮ ની ચુકવણી કરશે.આમ પાંચ વર્ષ માટે આ કંપનીને રૂપિયા ૩૭,૩૮,૮૦૦ની ચુકવણી કરવામા આવશે. આ ઉપરાંત એએમડી,એ-૮ સિસ્ટમના ૪૦૦ નંગ કોમ્પ્યુટર પણ આ કંપની પાસેથી ખરીદ કરવામા આવશે.આ સિસ્ટમ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિ નંગ રૂપિયા ૩૪,૧૯૯નુ ચુકવણુ કરશે આ સાથે જ ત્રણ વર્ષની વોરંટી સાથે કુલ રૂપિયા ૧,૪૨,૩૮,૮૦૦ની રકમ ચુકવવામા આવશે આ સાથે એન્ટિવાયરસ લાયસન્સ પેટે રૂપિયા ૩,૦૦,૦૦૦ની રકમ ચુકવવામા આવશે.આ ઉપરાંત કંપનીએ બે સર્વિસ એન્જિનિયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પુરા પાડવા પડશે આ એન્જિનિયરો માટે તંત્ર રૂપિયા ૯,૦૦,૦૦૦ની રકમ ચુકવશે.આમ કુલ ૫૦૦ નંગ કોમ્પ્યુટર ખરીદવા પાછલ મ્યુનિસિપલ કોર્પોરેશન કુલ રૂપિયા ૧,૯૧,૭૭,૬૦૦ની રકમ ખર્ચ કરશે આ અંગે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કરવામા આવેલી દરખાસ્તને મંજુરી આપવામા આવી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે મીડીયા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

editor

પાલનપુર ખાતે શ્રી લિમ્બાચિયા કર્મચારી મિત્ર મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમો યોજાયો

aapnugujarat

ઉત્તર ગુજરાતમાં ભાજપનો ભગવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1