Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ મ્યુનિ.વહીવટી તંત્રમાં ધમધમાટ : બઢતી-બદલી અને રાજીનામા મંજુર કરવા માટેનો દોર જારી

અમદાવાદ મ્યુનિસિપલ વહીવટી તંત્રમાં પણ આજે રાજ્ય સરકારની પેટર્ન પ્રમાણે બઢતી,બદલી અને રાજીનામા મંજુર કરવાનો દોર જોવા મળ્યો હતો.જેમા બે અધિકારીઓને બઢતી આપવાથી લઈને ત્રણ જેટલા આસીસ્ટન્ટ મેનેજરોની બદલીનો પણ સમાવેશ થાય છે.આ અંગે મળતી માહિતી અનુસાર,મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગમાં ડેપ્યુટી સીટી ઈજનેર તરીકે ફરજ બજાવી રહેલા દિપક સુથારને આ જ વિભાગમાં એડીશનલ ચીફ એન્જિનિયર તરીકે બઢતી આપવામા આવી છે.આ સાથે જ વોટર પ્રોડકશન વિભાગમાં ડેપ્યુટી સીટી ઈજનેર તરીકે ફરજ બજાવી રહેલા દેવાંગ દરજીને આ જ વિભાગમા એડીશનલ ચીફ ઈજનેર તરીકે બઢતી આપવામા આવી છે.આ બંને અધિકારીઓને તાજેતરમા મળેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં ખોલવામા આવેલી એડીશનલ ચીફ ઈજનેરની જગ્યા ઉપર બઢતી આપવામા આવી છે આ સાથે જ રાજ્ય સરકારની મંજુરીની અપેક્ષાએ આ બઢતી આપવામા આવી છે.આ ઉપરાંત નવા પશ્ચિમઝોનમાં ડેપ્યુટી સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા અતુલ પટેલ દ્વારા શારીરીક તકલીફના કારણોસર ૧૦ ઓકટોબરના રોજ પોતાનુ રાજીનામુ આપી દીધુ હતુ જેને તંત્ર દ્વારા આજરોજ મંજુર કરવામા આવ્યુ છે પરંતુ તેમની સામે ચાલી રહેલી વિજિલન્સ તપાસ ચાલુ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે.આ ઉપરાંત ત્રણ જેટલા આસીસ્ટન્ટ મેનેજરોની આંતરીક બદલીના આદેશ કરવામા આવ્યા છે જેમા સુશાંત રાવલને નવા પશ્ચિમઝોનમાં આસીસ્ટન્ટ હેલ્થ ડાયરેકટર તરીકે,દિનેશ અસારીને ટેકસ દક્ષિણઝોન ખાતે અને પરેશ પાંડવને આસીસ્ટન્ટ હેલ્થ ઓફિસર ઉત્તરઝોન તરીકે કલ્પેશ કોરડીયાની ખાલી પડેલી જગ્યા ઉપર નિમણૂંક આપવામા આવી છે.અત્રે નોંધનીય છે કે,ઉત્તરઝોનમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા કોરડીયાએ મહેસુલ વિભાગમા મામલતદાર તરીકે નિમણૂંક થતા રાજીનામુ આપી દીધુ હતુ.આ સાથે જ ૮ જેટલા જુનીયર-સિનીયર કલાર્કોની ટેક્ષ વિભાગમાં ફાળવણી કરવામા આવી છે.

Related posts

ગોધરામા આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક મળી

editor

વાવના ભાજપ મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં પકડાતાં ચકચાર

aapnugujarat

નેચર ફોર વોટરની થીમ સાથે ગાંધીનગરમાં ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1